PAKvsAUS : પાકિસ્તાનમાં 24 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા રમવા આવશે, સીરિઝનો કાર્યક્રમ જાહેર થયો

ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન ખાતેના પ્રવાસનો કાર્યક્રમ જાહેર થયો, ઓસ્ટ્રેલિયાની ટીમ માર્ચ 2022માં પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનમાં 3 ટેસ્ટ, 3 વન-ડે અને 1 ટી20 મેચની સીરિઝ રમશે.

PAKvsAUS : પાકિસ્તાનમાં 24 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા રમવા આવશે, સીરિઝનો કાર્યક્રમ જાહેર થયો
Australia tour to Pakistan
| Edited By: | Updated on: Feb 04, 2022 | 3:40 PM

ઓસ્ટ્રેલિયા પુરુષ ક્રિકેટ ટીમ (Australia Cricket Team) માર્ચ 2022 માં પાકિસ્તાન ખાતે પ્રવાસ કરશે. આ પ્રવાસ સમયે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે 3 ટેસ્ટ, 4 વન-ડે અને 1 ટી20 મેચની સીરિઝ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (Pakistan Cricket) 4 ફેબ્રુઆરીએ આ પ્રવાસ અંગે જાણકારી આપી હતી. તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા 24 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. છેલ્લે 1998 માં માર્ક ટેલરની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. ઓસ્ટ્રેલિયા ટીમે 1998 માં પાકિસ્તાનના પ્રવાસ સમયે 3 ટેસ્ટ મેચની સીરિઝ 1-0 થી જીતી લીધી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડની 4 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં પાકિસ્તાનના પ્રવાસ પર મંજુરી આપી હતી. પાકિસ્તાનના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે 4 માર્ચના રોજ પહેલી ટેસ્ટ મેચ રમશે. ત્યાર બાદ પ્રવાસની અંતિમ મેચ 5 એપ્રિલના રોજ એક માત્ર ટી20 મેચ રમાશે.

પાકિસ્તાનના પ્રવાસને મંજુરી આપ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીનિયર અધિકારી નિક હોકલે કહ્યું, ‘હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની સરકારનો આભાર માનું છું. જેના કારણે 24 વર્ષ બાદ પહેલીવાર આ કાર્યક્રમ તૈયાર થઇ શક્યો છે. આ એક ઐતિહાસીક ક્ષણ છે અને રમતના વૈશ્વિક વિકાસ માટે આ જરુરી છે. હું પાકિસ્તાનના પ્રવાસમાં સહયોગ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટર્સ એસોસિએશન અને ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને સિક્યોરિટી એક્સપર્ટનો આભાર માનું છું. અમે આ બંને ટીમ વચ્ચે રસપ્રદ સીરિઝની અપેક્ષા રાખીએ છીએ.

રાવલપિંડીમાં રમાશે પાંચ મેચ

ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાનના પ્રવાસની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમાનાર આ સીરિઝની પહેલી મેચ રાવલપિંડીમાં રમાશે. ત્યાર બાદ બાકીની 2 ટેસ્ટ કરાચી અને લાહોરમાં રમાશે. ત્રણ વન-ડે અને એક ટી20 મેચનું આયોજન રાવલપિંડીમાં થશે. બંને ટીમો વચ્ચે કુલ 7 મેચ રમાશે. જેમાં પાંચ મેચ રાવલપિંડીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસનો કાર્યક્રમ

ટેસ્ટ

પહેલી મેચઃ 4-8 માર્ચ, રાવલપિંડી
બીજી મેચઃ 12-16 માર્ચ, કરાચી
ત્રીજી ટેસ્ટઃ 21-25 માર્ચ, લાહૌર

વન-ડે

પહેલી મેચઃ 29 માર્ચ, રાવલપિંડી
બીજી મેચઃ 31 માર્ચ, રાવલપિંડી
ત્રીજી મેચઃ 2 એપ્રિલ, રાવલપિંડી

ટી20

એક માત્ર મેચઃ 5 એપ્રિલ, રાવલપિંડી

 

 

આ પણ વાંચો : પ્રાઇમ વોલીબોલ લીગની 5 ફેબ્રુઆરીથી શરૂઆત, અમદાવાદ સહિત કુલ 7 ટીમો ભાગ લેશે

આ પણ વાંચો : U19 World Cup: ડેવાલ્ડ બ્રેવિસની તોફાની સ્ટાઈલ, 6 મેચમાં બનાવ્યા 506 રન, ધવનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો