Aus vs Pak ICC World Cup Highlights : વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સતત બીજી હાર, ઓસ્ટ્રેલિયા સામે 62 રને પરાજય

Aus vs Pak ICC World Cup 2023 Highlights in Gujarati: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું છે. આ સાથે કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પાકિસ્તાનને ભારત સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ છે.

Aus vs Pak ICC World Cup Highlights :  વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સતત બીજી હાર, ઓસ્ટ્રેલિયા સામે 62 રને પરાજય
Australia vs Pakistan
| Edited By: | Updated on: Oct 20, 2023 | 10:24 PM

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું છે. આ સાથે કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પાકિસ્તાનને ભારત સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ડેવિડ વોર્નરના 163 રન અને મિચેલ માર્શના 121 રનની મદદથી 367 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ પાંચ અને હરિસ રઉફે ત્રણ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 400 રન સુધી પહોંચતા અટકાવ્યું હતું. તે જ સમયે, ઇમામ ઉલ હકે 70 રન અને અબ્દુલ્લા શફીકે 64 રન બનાવીને પાકિસ્તાન માટે સારી શરૂઆત કરી હતી, પરંતુ આ પછી કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર, પેટ કમિન્સ અને માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 62 રનથી મેચ હારી ગઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Oct 2023 10:10 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાન ટીમની સતત બીજી હાર

    વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત બીજી મેચ જીતી છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે બેંગલુરુમાં પાકિસ્તાનને 62 રને હરાવીને તેની પુનરાગમન યાત્રા ચાલુ રાખી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની વિસ્ફોટક સદીના આધારે 368 રન બનાવ્યા હતા.

    પાકિસ્તાને આનો જોરદાર જવાબ આપ્યો પરંતુ એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોઈનિસે મજબૂત બોલિંગ વડે પોતાની ટીમ માટે પુનરાગમન કર્યું અને પાકિસ્તાનને ફરીથી વર્લ્ડ રેકોર્ડ બનાવતા રોકી દીધું. ચાર મેચોમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે.

  • 20 Oct 2023 09:52 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાનની સાત વિકેટ પડી ગઈ હતી

    પાકિસ્તાને 277 રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી છે. જોશ હેઝલવુડે ઓસમ મીરને મિચેલ સ્ટાર્કના હાથે કેચ કરાવ્યો હતો. મીર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. હવે નવાઝ સાથે શાહીન આફ્રિદી ક્રિઝ પર છે.


  • 20 Oct 2023 09:44 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાનની અડધી ટીમ આઉટ

    પાકિસ્તાને 274 રનના સ્કોર પર તેની છ વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ રિઝવાન 40 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. એડમ ઝમ્પાએ તેને વિકેટો સામે ફસાવી દીધો હતો. હવે ઓસામા મીર અને મોહમ્મદ નવાઝ ક્રિઝ પર છે. જોકે હવે ઓસ્ટ્રેલિયાની જીત લગભગ નિશ્ચિત છે.

  • 20 Oct 2023 09:25 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાનની ચોથી વિકેટ પડી

    પાકિસ્તાનની ચોથી વિકેટ 232 રનના સ્કોર પર પડી હતી. પેટ કમિન્સે સઈદ શકીલને માર્કસ સ્ટોઈનિસના હાથે કેચ કરાવ્યો હતો. શકીલે 31 બોલમાં 30 રન બનાવ્યા હતા. હવે ઇફ્તિખાર અહેમદ રિઝવાન સાથે ક્રિઝ પર છે.

  • 20 Oct 2023 09:13 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score : પાકિસ્તાનનો સ્કોર 200 રનને પાર

    પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન સાથે 200 રનને પાર કરી ગયો છે. પાકિસ્તાનની ટીમ મેચમાં યથાવત છે. 35 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 232/4 છે.

  • 20 Oct 2023 08:36 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score : પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી

    પાકિસ્તાને 175 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. એડમ ઝમ્પાએ બાબર આઝમને પેટ કમિન્સના હાથે કેચ કરાવ્યો હતો. બાબરે 14 બોલમાં 18 રન બનાવ્યા હતા.

  • 20 Oct 2023 08:29 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score : પાકિસ્તાનની બીજી વિકેટ પડી

    પાકિસ્તાનની બીજી વિકેટ 154 રન પર પડી હતી. તે માર્કસ સ્ટોઇનિસ છે જેણે ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા અપાવી છે. તેણે ઇમામ ઉલ હકને 70 રન પર મિશેલ સ્ટાર્કના હાથે કેચ કરાવ્યો. હવે બાબર આઝમ સાથે મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર છે. પાકિસ્તાનને જીતાડવાની જવાબદારી આ જોડી પર રહેશે.

  • 20 Oct 2023 08:07 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાનની પ્રથમ વિકેટ પડી

    પાકિસ્તાનની પહેલી વિકેટ 134 રનના સ્કોર પર પડી હતી. અબ્દુલ્લા શફીક 64 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસે તેને ગ્લેન મેક્સવેલના હાથે કેચ કરાવ્યો હતો. હવે બાબર આઝમ ઇમામ સાથે ક્રિઝ પર છે.

  • 20 Oct 2023 07:58 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: ઈમામ-શફીકની અડધી સદી

    અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકે પોતાની અડધી સદી પૂરી કરી છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને પાકિસ્તાનની ટીમ રેકોર્ડ લક્ષ્યનો પીછો કરવા તરફ આગળ વધી રહી છે. 19 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 116/0 છે.

  • 20 Oct 2023 07:36 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 50 રનને પાર

    પાકિસ્તાનની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50થી વધુ રન બનાવ્યા છે. ઈમામ ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે. સાથે જ અબ્દુલ્લા શફીક એક છેડે સાવધાનીપૂર્વક રમી રહ્યો છે. મોટા સ્કોરનો પીછો કરતા પાકિસ્તાને સારી શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાના બોલરો હજુ ફોર્મમાં નથી.

  • 20 Oct 2023 06:54 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાન માટે શાનદાર શરૂઆત

    368 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને શાનદાર શરૂઆત કરી છે. ઇમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીક ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાને ટક્કર આપી શકે છે. ચાર ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 28/0 છે.

  • 20 Oct 2023 06:07 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: પાકિસ્તાનને મુશ્કેલ લક્ષ્ય મળ્યુ

    ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 367 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે તેના બંને ઓપનર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે 163 અને મિચેલ માર્શે 121 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 25 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો.

    માર્કસ સ્ટોઇનિસે 21 રન બનાવ્યા હતા. જોશ ઈંગ્લિશે 13 રનનું યોગદાન આપ્યું હતું. મારંશ લાબુશેન આઠ રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટીવ સ્મિથ સાત રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે છ રન અને મિચેલ સ્ટાર્કે બે રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ અને જોશ હેઝલવુડ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એઇડન ઝમ્પાએ અણનમ એક રન બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. હરિસ રઉફને ત્રણ સફળતા મળી. ઉસામા મીરે એક વિકેટ લીધી હતી.

  • 20 Oct 2023 05:56 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: લેબુશેન પણ આઉટ

    હરિસ રૌફે 49મી ઓવરના ત્રીજા બોલ પર મારંશ લાબુશેનને આઉટ કર્યો હતો. લાબુશેન 12 બોલમાં આઠ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અવેજી ફિલ્ડર શાદાબ ખાને તેનો કેચ લીધો હતો.

  • 20 Oct 2023 05:46 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: શાહિને સ્ટોઈનિસને આઉટ કર્યો

    શાહીન આફ્રિદીએ માર્કસ સ્ટોઈનિસને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો છે. સ્ટોઇનિસ 24 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદીને 48મી ઓવરના પહેલા બોલ પર LBW આપવામાં આવ્યો હતો. માર્શન લાબુશેન અને પેટ કમિન્સ ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર છ વિકેટે 354 રન છે.

  • 20 Oct 2023 05:36 PM (IST)

    Aus vs Pak ICC World Cup LIVE Score: હરિસને બીજી સફળતા મળી

    45મી ઓવરના બીજા બોલ પર હરિસ રૌફને બીજી સફળતા મળી હતી. તેણે જોશ ઈંગ્લિશને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના હાથે કેચ કરાવ્યો. ઇંગ્લિશ નવ બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો.

  • 20 Oct 2023 05:20 PM (IST)

    Australia vs Pakistan live score : વોર્નર પેવેલિયન પરત ફર્યો હતો

    ડેવિડ વોર્નરની ઇનિંગનો અંત આવ્યો. તે 163 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વોર્નર 43મી ઓવરના બીજા બોલ પર હરિસ રઉફનો શિકાર બન્યો હતો. અવેજી ફિલ્ડર શાદાબ ખાને તેનો કેચ લીધો હતો. વોર્નર 124 બોલમાં 163 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 14 ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 330 રન બનાવ્યા છે. માર્કસ સ્ટોઈનિસ 14 અને જોશ ઈંગ્લિશ પાંચ રન બનાવીને અણનમ છે.

  • 20 Oct 2023 05:05 PM (IST)

    Australia vs Pakistan live score :વોર્નરે 150 રન પૂરા કર્યા

    ડેવિડ વોર્નરે સિક્સર ફટકારીને 160 રન પૂરા કર્યા છે. બીજા છેડે માર્કસ સ્ટોઈનિસ તેને ટેકો આપી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300ને પાર કરી ગયો છે.

  • 20 Oct 2023 05:01 PM (IST)

    Australia vs Pakistan ICC Match live score : માર્કસ સ્ટોઈનિસે સિક્સ ફટકારી

    આ મેચમાં અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથનું બેટ ચાલ્યું ન હતુ. તે નવ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. સ્મિથને ઉસામા મીરે પેવેલિયન મોકલ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 39 ઓવરમાં ત્રણ વિકેટે 291 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 152 અને માર્કસ સ્ટોઈનિસ 5 રન બનાવીને અણનમ છે.

  • 20 Oct 2023 04:59 PM (IST)

    Australia vs Pakistan Cricket Match live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300ને પાર

  • 20 Oct 2023 04:58 PM (IST)

    Australia vs Pakistan Cricket Match live score : ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર 297/ 3

    ડેવિડ વોર્નર 115 બોલમાં 145 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે.

  • 20 Oct 2023 04:53 PM (IST)

    Australia vs Pakistan Cricket Match live score : પાકિસ્તાન ટીમને ત્રીજી સફળતા મળી છે, કાંગારૂ ટીમ 300ની નજીક

    ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી છે. સ્મિથ 7 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 38.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 287 રન છે. વોર્નર 140રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

  • 20 Oct 2023 04:52 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score :સદી બાદ વોર્નર ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો છે

    મિચેલ માર્શ તેની સદી બાદ 121 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ ડેવિડ વોર્નરના બેટમાં સતત ચોગ્ગા અને છગ્ગા જોવા મળી રહ્યા છે. વોર્નર 150ના સ્કોર તરફ આગળ વધી રહ્યો છે.

  • 20 Oct 2023 04:49 PM (IST)

    Australia vs Pakistan ICC Match live score :ઓસ્ટ્રેલિયાની વિકેટ

    1. પ્રથમ વિકેટ: મિશેલ માર્શ (121) શાહીન આફ્રિદી
    2. બીજી વિકેટ: ગ્લેન મેક્સવેલ (0) શાહીન આફ્રિદી
  • 20 Oct 2023 04:47 PM (IST)

    Aus vs Pak World Cup 2023 live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 284/2

    માર્શે 108 બોલમાં 121 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ 38 ઓવરમાં બે વિકેટે 284 રન બનાવી લીધા છે.

  • 20 Oct 2023 04:40 PM (IST)

    Aus vs Pak Match live score : 36 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 269 રન

  • 20 Oct 2023 04:34 PM (IST)

    Australia vs Pakistan live score : મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ફર્યો

    શાહીન આફ્રિદીને નિશાન બનાવ્યા બાદ માર્શ આઉટ થયો છે. મેક્સવેલને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો અને તેનું બેટ પણ ચાલ્યું નહીં. તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. માર્શે 121 રન બનાવ્યા હતા. 34 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 259 રન છે.

  • 20 Oct 2023 04:31 PM (IST)

    Aus vs Pak live score : મિચેલ માર્શ 121 રન બનાવીને આઉટ

    શાહીન આફ્રિદીએ પાકિસ્તાનને સતત બે વિકેટ અપાવી છે. તેણે પહેલા મિશેલ માર્શને આઉટ કર્યો અને પછી મેક્સવેલને પણ આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાને 259ના સ્કોર પર બીજો આંચકો લાગ્યો છે.

  • 20 Oct 2023 04:29 PM (IST)

    Australia vs Pakistan Cricket Match live score :ઓસ્ટ્રેલિયાની ટીમ મોટો રેકોર્ડ તોડી શકે છે

    ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો આજે મોટા રેકોર્ડ તોડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33.1 ઓવરમાં 251 રન પર પહોંચી ગયો છે. માર્શ 114 રને અને વોર્નર 123 રને રમી રહ્યો છે. પાકિસ્તાનના બોલરો ખરાબ રીતે પીટાઈ રહ્યા છે.

  • 20 Oct 2023 04:25 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score : બંને બેટ્સમેન આઉટ થવાનું નામ નથી લઈ રહ્યા

    બાબર આઝમે વોર્નર અને માર્શની વિકેટો માટે પોતાની તમામ શક્તિઓ અજમાવી છે. પરંતુ બંને બેટ્સમેન આઉટ થવાનું નામ નથી લઈ રહ્યા. ઓસ્ટ્રેલિયાની ટીમ 300ની નજીક જતી જોવા મળી રહી છે.

  • 20 Oct 2023 04:18 PM (IST)

    Australia vs Pakistan ICC Match live score :ઓસ્ટ્રેલિયાએ માત્ર 30 ઓવર પહેલા 200નો આંકડો પાર કરી લીધો

  • 20 Oct 2023 04:12 PM (IST)

    Aus vs Pak World Cup 2023 live score :ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ સદી ફટકારી

    ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે પાકિસ્તાન સામે પોતપોતાની સદી પૂરી કરી હતી. વોર્નરે 31મી ઓવરમાં મોહમ્મદ નવાઝના બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. મિચેલ માર્શે આગલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને સદી ફટકારી હતી. વનડેમાં વોર્નરની આ 21મી અને માર્શની બીજી સદી છે. ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બંને ઓપનિંગ બેટ્સમેનોએ એક જ મેચમાં સદીની ઈનિંગ્સ રમી છે. કાંગારુ ટીમે 31 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 214 રન બનાવી લીધા છે.

  • 20 Oct 2023 04:08 PM (IST)

    Aus vs Pak Match live score :ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે સદી ફટકારી

    વોર્નર-માર્શની પાકિસ્તાનના ખેલાડીઓને હંફાવી દીધા છે , બંનેએ સદી ફટકારી છે આ સાથે ઓસ્ટ્રેલિયાએ 200 રન પૂરા કર્યા.

  • 20 Oct 2023 04:01 PM (IST)

    Aus vs Pak Match live score : માર્શે સિક્સ ફટકારી

  • 20 Oct 2023 03:59 PM (IST)

    Australia vs Pakistan live score : પાકિસ્તાન વિકેટની શોધમાં

    29 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાનને વિકેટ મળી નથી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 200 રન છે. વોર્નર તેની સદીની નજીક છે અને 97 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. માર્શે પણ 77 રન બનાવ્યા છે.

  • 20 Oct 2023 03:56 PM (IST)

    Aus vs Pak live score :ડેવિડ વોર્નર સદીની નજીક

    ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર તેની સદીની નજીક પહોંચી ગયો છે. માર્શ પણ 80થી આગળ બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન વિકેટની શોધમાં છે.

  • 20 Oct 2023 03:45 PM (IST)

    Australia vs Pakistan Cricket Match live score :વોર્નર માર્શ વચ્ચે 150 થી વધુની પાર્ટનરશીપ

    ઓસ્ટ્રેલિયાએ જોરદાર શરૂઆત કરીને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું છે. વોર્નર અને મિશેલ માર્શ વચ્ચે 150થી વધુ રનની ભાગીદારી થઈ છે. ટીમનો સ્કોર 169/0 છે.

  • 20 Oct 2023 03:43 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score :માર્શ અને વોર્નર ક્રિઝ પર જામ્યા

    ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ આઉટ થવાનું નામ નથી લઈ રહ્યા. બંને બેટ્સમેન વચ્ચે 150 રનની ભાગીદારી થવાની છે. પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.

  • 20 Oct 2023 03:34 PM (IST)

    Australia vs Pakistan ICC Match live score :ઓસ્ટ્રેલિયાની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી

    20 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 149 રન છે. વોર્નર 74 અને માર્શ 64 રન પર બેટિંગ કરી રહ્યા છે. પાકિસ્તાનને પ્રથમ વિકેટની જરૂર છે.

  • 20 Oct 2023 03:19 PM (IST)

    Aus vs Pak World Cup 2023 live score :ઓસ્ટ્રેલિયાની ટીમ 150ની નજીક પહોંચી

    પાકિસ્તાનની ટીમને હજુ સુધી એક પણ વિકેટ મળી નથી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 150ની નજીક પહોંચી રહી છે.

  • 20 Oct 2023 03:12 PM (IST)

    Aus vs Pak Match live score :વોર્નર-માર્શે અડધી સદી ફટકારી

    માર્શ અને વોર્નરની જોડીએ મેદાન પર છગ્ગા અને ચોગ્ગાનું તોફાન લાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 15 ઓવરમાં 128 રન છે. એક પણ વિકેટ પડી નથી. વોર્નર અને માર્શ બંનેની ફિફ્ટી પૂરી થઈ ગઈ છે. માર્શે 43 બોલમાં 56 રન બનાવ્યા છે. માર્શે 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે. વોર્નરે 47 બોલમાં 5 ફોર અને 4 સિક્સરની મદદથી 63 રન બનાવ્યા છે.

  • 20 Oct 2023 03:06 PM (IST)

    Australia vs Pakistan live score : ઓસ્ટ્રેલિયાના 13 ઓવરમાં 100 રન પૂરા

    ઓસ્ટ્રેલિયાના 100 રન 13મી ઓવરમાં પૂરા થયા છે. પાકિસ્તાનનો કોઈ બોલર અત્યાર સુધી સારી બોલિગ કરી શક્યો નથી.   સ્કોર વિના વિકેટે 103 રન છે. ડેવિડ વોર્નર 54 અને મિચેલ માર્શ 42 રને રમી રહ્યા છે.

  • 20 Oct 2023 02:55 PM (IST)

    Aus vs Pak live score :રઉફની ઓવરમાં 24 રન આવ્યા

    રઉફની પ્રથમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 24 રન બનાવ્યા હતા. છેલ્લી બે ઓવરમાં 35 રન બનાવ્યા હતા. 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 82 રન

  • 20 Oct 2023 02:46 PM (IST)

    Aus vs Pak live score : ઓસ્ટ્રેલિયાએ 50 રન પૂરા કર્યા

    ઓસ્ટ્રેલિયાના 50 રન 9મી ઓવરમાં પૂરા થયા હતા.  મિચેલ માર્શ 27 રને અને ડેવિડ વોર્નર 33 રને રમી રહ્યા છે.

  • 20 Oct 2023 02:38 PM (IST)

    Australia vs Pakistan Cricket Match live score :ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 37 રન બનાવ્યા

    ઓસ્ટ્રેલિયાએ 6 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 37 રન બનાવ્યા હતા. વોર્નર 19 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. માર્શ 17 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. આ બંનેએ ટીમને મજબૂત શરૂઆત અપાવી છે.

  • 20 Oct 2023 02:31 PM (IST)

    Aus vs Pak ICC World Cup live score :ઓસ્ટ્રેલિયાનો સ્કોર-27/0

    ઓસ્ટ્રેલિયાના ખાતામાં પાંચમી ઓવરમાં પાંચ રન આવ્યા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર-27/0 ઉસામા મીરે ડેવિડ વોર્નરનો આસાન કેચ છોડ્યો, શું તે પાકિસ્તાન માટે મોંઘો સાબિત થશે?

  • 20 Oct 2023 02:29 PM (IST)

    Australia vs Pakistan ICC Match live score : મીરે ડેવિડ વોર્નરનો આસાન કેચ છોડ્યો

    મીરે ડેવિડ વોર્નરનો આસાન કેચ છોડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓ પાસે આવા કેચ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. મિડ-ઓન પર ઊભેલી મીર પ્રાર્થના કરશે કે વોર્નર આજે કોઈ મોટો સ્કોર ન કરે.

  • 20 Oct 2023 02:22 PM (IST)

    Aus vs Pak World Cup 2023 live score :ઓસ્ટ્રેલિયાએ 4 ઓવરમાં 22 રન બનાવ્યા

    ઓસ્ટ્રેલિયાએ 4 ઓવર પછી 22 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર 10 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. તેણે સિક્સર ફટકારી છે. માર્શ 14 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતી વખતે આફ્રિદીએ 2 ઓવરમાં 9 રન આપ્યા છે. હસન અલીએ 2 ઓવરમાં 13 રન આપ્યા છે.

  • 20 Oct 2023 02:20 PM (IST)

    Aus vs Pak Match live score :શાહીન શાહ આફ્રિદીની ઓવરમાં બે રન આવ્યા

    શાહીન શાહ આફ્રિદીની ઓવરમાં બે રન બન્યા હતા. ત્રણ ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર-11/0

  • 20 Oct 2023 02:17 PM (IST)

    Australia vs Pakistan live score :મિચેલ માર્શે સિક્સ ફટકારી

    શાહીન શાહ આફ્રિદીની ઓવરના પાંચમા બોલ પર મિચેલ માર્શે સિક્સ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી અને લોંગ ઓફ પર સિક્સ ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7/0 પ્રથમ

  • 20 Oct 2023 02:14 PM (IST)

    Aus vs Pak live score :વોર્નર-મિચેલ માર્શે ઓસ્ટ્રેલિયાની ઇનિંગની શરૂઆત કરી

    મેચના પ્રથમ બોલ પર પાકિસ્તાને તેનો પ્રથમ રિવ્યુ ગુમાવ્યો

  • 20 Oct 2023 02:01 PM (IST)

    Aus vs Pak Match live score : બેંગલુરુમાં મુકાબલો શરૂ

    Aus vs Pak Match live score : વર્લ્ડ કપ 2023માં આજે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો એક વાર વિશ્વ કપ જીતનાર પાકિસ્તાનની ટીમ સામે બેંગલુરુમાં મુકાબલો શરૂ થઈ ગયો છે.

  • 20 Oct 2023 01:36 PM (IST)

    Australia vs Pakistan live score : પાકિસ્તાને જીત્યું ટોસ

    Australia vs Pakistan live score : બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

  • 20 Oct 2023 01:11 PM (IST)

    Aus vs Pak live score : બેંગલુરુમાં આજે ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

    Aus vs Pak live score : આજે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મુકાબલો. 2 વાગ્યે મેચ શરૂ થશે. 1:30 વાગ્યે ટોસ યોજાશે. બંને ટીમો જીત મેળવવા પ્રયાસ કરશે. બેંગલુરુમાં બંને ટીમનો મજેદાર ટક્કર જોવા મળશે.

Published On - 1:10 pm, Fri, 20 October 23

Follow Us