T20 World Cup Final: ઓસ્ટ્ર્લિયા પ્રથમ વાર T20 ચેમ્પિયન, ન્યુઝીલેન્ડને 8 વિકેટે પરાજીત કરી વિશ્વકપ ટ્રોફી હાંસલ કરી

|

Nov 14, 2021 | 10:58 PM

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે (Australian Cricket Team) આખરે પોતાના સ્વપ્નને સાકાર કર્યુ છે. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટને સૌથી ટૂંકા ફોર્મેટના વિશ્વકપને પોતાના હાથોમાં મેળવ્યો છે.

T20 World Cup Final: ઓસ્ટ્ર્લિયા પ્રથમ વાર T20 ચેમ્પિયન, ન્યુઝીલેન્ડને 8 વિકેટે પરાજીત કરી વિશ્વકપ ટ્રોફી હાંસલ કરી
Australian Cricket Team

Follow us on

ટી20 વિશ્વકપ 2021 ની ફાઇનલ (T20 World Cup 2021 Final) મેચ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia) વચ્ચે દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ હતી. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો નવો ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના રુપમાં મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના આરોન ફિંચે (Aaron Finch) ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પસંદ કરી હતી. જોકે કેપ્ટન કેન વિલિયમસનની (Kane Williamson) 85 રનની રમત વડે કિવીએ 4 વિકેટે 170 રનનો સ્કોર 20 ઓવરના અંતે કર્યો હતો. જવાબમાં મિશેલ માર્શ (Mitchell Marsh) અને ડેવિડ વોર્નર (David Warner) ની ફીફટી વડે કાંગારુ ટીમે 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર કરી લીધુ હતુ.

 

ઓસ્ટ્રેલિયા બેટીંગ

કાંગારુ ટીમે શરુઆત થી જ દમદાર રમતનો આરંભ કર્યો હતો. જોકે શરુઆતમાં ઓપનર કેપ્ટન આરોન ફિંચ (5) ની વિકેટ ઝડપ થી ગુમાવી હતી. પરંતુ તેને કોઇ જ અસર ટીમની રમત પર પડી નહોતી. ઓપનર ડેવિડ વોર્નરે 38 બોલમાં 53 રનની ઇનીંગ રમીને ટ્રોફી મેળવવાનો રસ્તો સરળ બનાવ્યો હતો. વોર્નરના આઉટ થવા બાદ મિશેલ માર્શે અર્ધશતકીય રમત વડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોના સપનાને પૂર્ણ કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મિશેલ માર્શે 4 છગ્ગા સાથે ની અણનમ વિશાળ ઇનીંગ રમી હતી. તેણે 50 બોલમાં 77 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન મેક્સવેલે પણ જીત મેળવવા માટે 28 રનનુ યોગદાન આપ્યુ હતુ. તેણે 18 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથેની ઇનીંગ રમી હતી. આમ માત્ર 2 વિકેટ ગુમાવીને જ ઓસ્ટ્રેલિયાએ 19 મી ઓવરમાં જીત મેળવી લીધી હતી.

 

ન્યુઝીલેન્ડ બોલીંગ

ટ્રેન્ટ બોલ્ટ સિવાયના બોલરો એ આજે ન્યુઝીલેન્ડના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. બોલ્ટ સિવાયના એક પણ બોલરને વિકેટ મેળવવા માટેની સફળતા મળી શકી નહોતી. એડમ મિલ્નેએ 4 ઓવરમાં 30 રન આપ્યા હતા. ઇશ શોઢીએ 3 ઓવરમાં 40 રન આપ્યા હતા. મિશેલ સેન્ટનરે 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. જેમ્સ નિશમે એક જ ઓવરમાં 15 રન લુટાવ્યા હતા. ટિમ સાઉથીએ 3.5 ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા.

 

ન્યુઝીલેન્ડ બેટીંગ ઇનીંગ

માર્ટીન ગુપ્ટીલ (Martin Guptill) તેની નેચરલ રમત કરતા આજે ધીમી રમત રમ્યો હતો. તેણે મહત્વની મેચમાં જ ધીમી ગતીએ રન નોંધાવ્યા હતા. 35 બોલની રમત દરમિયાન ગુપ્ટીલે 28 રન નોંધાવ્યા હતા. ગુપ્ટીલ અને ડેરિલ મિશેલે ઓપનીંગ રમત શરુ કરી હતી. પરંતુ મિશેલ પણ માત્ર 11 રન કરીને આઉટ થયો હતો. જોકે તેણે એક છગ્ગો શરુઆતમાં જ લગાવીને ઓસ્ટ્રેલિયન બોલરો પર ધાક જમાવવા પ્રયાસ કર્યો હતો. કિવી ટીમે પ્રથમ વિકેટ 28 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જ્યારે બીજી વિકેટ ગુપ્ટીલના રુપમાં 76 રનના સ્કોર પર ગુમાવી હતી.

ધીમી ગતીના ન્યુઝીલેન્ડના સ્કોર બોર્ડને આગળ વધારવા માટે વિલિયમસને કેપ્ટન ઇનીંગ રમીને પ્રયાસ કર્યો હતો. તેણે ચોગ્ગા અને છગ્ગાની મદદ થી રનની ગતી વધારવા માટે પ્રયાસ કર્યો હતો. વિલિયમસને 48 બોલમાં 85 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 10 ચોગ્ગા લગાવ્યા હતા. ગ્લેન ફીલીપ્સે કેપ્ટનને સાથ આપતી રમત રમવાનો પ્રયાસ કરીને વિકેટ બચાવી સ્ટ્રાઇક કેપ્ટનને આપી રહ્યો હતો. જોકે ફીલીપ્સ 17 બોલમાં 18 રન કરીને લાંબો શોટ મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. જેમ્સ નિશમ (13) અને ટિમ સિફર્ટ (8) નોટ આઉટ રહ્યા હતા

 

ઓસ્ટ્રેલિયા બોલીંગ

જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા માટે સફળ બોલર રહ્યો હતો તેણે રન બચાવવાના પ્રયાસ સાથે બોલીંગ કરી 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 16 રન જ આપ્યા હતા. એડમ જમ્પાએ 4 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી. મિશેલ સ્ટાર્કે 3 ઓવરમાં 50 રન લુટાવ્યા હતા. તેની ઓવરે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં મોટા લક્ષ્યનો સામનો કરવાની નોબત ઉતરી હતી. તેણે 4 ઓવરમાં 60 રન આપ્યા હતા. પેટ કમિન્સે 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. મેક્સવેલે 3 ઓવરમાં 28 રન આપ્યા હતા.

 

 

આ પણ વાંચોઃ Asian Championship: 19 વર્ષીય ઋષભ યાદવ નો કમાલ ! રેન્કિંગ રાઉન્ડમાં પોતાના જ મેન્ટોરને પછાડી દીધા

આ પણ વાંચોઃ T20 World Cup Final: મિશેલ સ્ટાર્કની ન્યુઝીલેન્ડે કરી દીધી કફોડી હાલત, પાર્ટનરની ભૂલે શરમથી માથુ ઝુકાવી દીધુ!

 

Published On - 10:52 pm, Sun, 14 November 21

Next Article