Asian Games 2023 : યશસ્વી જયસ્વાલની ધમાકેદાર સદી, ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો

એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં મહિલા ટીમના ગોલ્ડ જીત્યા બાદ હવે ભારતીય પુરુષ ટીમના અભિયાનની પણ શરૂઆત થઈ ગઈ છે. પહેલી જ મેચમાં ભારતે નેપાળ સામે ધમાકેદાર બેટિંગ કરતા 202 રન ફટકાર્યા હતા. ઓપનર યશસ્વીએ દમદાર સદી ફટકારી હતી.

Asian Games 2023 : યશસ્વી જયસ્વાલની ધમાકેદાર સદી, ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો
Yashasvi Jaiswal
| Edited By: | Updated on: Oct 03, 2023 | 8:59 AM

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે પહેલી સેમી ફાઈનલ મેચમાં નેપાળ સામે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India) ના યુવા સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલની શાનદાર સદીની મદદથી ભારતીય ટીમે 202 રન બનાવ્યા હતા અને નેપાળ (Nepal) ને મેચ જીતવા 203 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

ભારતના ડાબા હાથના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે નેપાળ સામે શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ 22 બોલમાં અડધી સદી પૂરી કર્યા બાદ 48 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. યશસ્વી T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેસ્ટમેન બની ગયો છે. જોકે, યશસ્વી સદી ફટકાર્યા બાદ જ આઉટ થઈ ગયો હતો.

રિંકુ સિંહની ફટકાબાજી

ભારતે નેપાળ સામે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા, યશસ્વીએ સદી ફટકારી હતી જ્યારે રિંકુ સિંહ 15 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સિવાય શિવમ દુબેએ 19 બોલમાં 25 અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 23 બોલમાં 25 રન બનાવ્યા હતા.

એશિયન ગેમ્સમાં નેપાળ સામે પહેલો મુકાબલો

પ્રથમ વખત એશિયન ગેમ્સનો ભાગ બનેલી ભારતની પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળ સામે તેના અભિયાનની શરૂઆત કરી છે. આ મેચ ક્વાર્ટર ફાઈનલ છે. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં સીધી ટિકિટ મળી હતી કારણ કે ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં ટોચની ટીમ હતી. જો કે હવે તે પોતાના નામ પ્રમાણે કામ કરીને સેમી ફાઈનલમાં પહોંચવા ઈચ્છશે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, વોર્મ-અપ મેચ પહેલા કોહલી વિશે આ માહિતી આવી સામે

ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમનું અભિયાન શરૂ થઈ ગયું છે. BCCI એ એશિયન ગેમ્સ માટે તેના યુવા ખેલાડીઓની એક ટીમ મોકલી છે કારણ કે મુખ્ય ખેલાડીઓ હાલમાં ODI વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં છે અને તે પોતાની કેપ્ટનશિપમાં ટીમને ટાઈટલ જીતવા તરફ દોરી જવા ઈચ્છશે. ભારતીય પુરુષ ટીમ મહિલા ટીમની સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે. ભારતીય મહિલા ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે પુરૂષોની ટીમ પણ આવું જ કરવા માંગશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો