રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. પરંતુ તે પહેલા બીજી ભારતીય ટીમ (Team India) મેદાનમાં ઉતરવા જઈ રહી છે, જે રોહિત શર્માની ટીમ સામે દેશને ચેમ્પિયન બનાવી શકે છે.
આ ઋતુરાજ ગાયકવાડની ટીમ છે, જે ચીનમાં 19મી એશિયન ગેમ્સ (Asian Games 2023) માં પોતાનો દાવો રજૂ કરી રહી છે. 6 ઓક્ટોબરે, ભારતીય ટીમબાંગ્લાદેશ સામે સેમી ફાઈનલ મેચ રમશે.
હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નજર મેન્સ ટીમ પર છે. પુરૂષોની સ્પર્ધામાં પણ ભારતીય ટીમને ક્વાર્ટર ફાઈનલમાં સીધી એન્ટ્રી મળી હતી, જ્યાં તેમણે નેપાળ સામે જીત મેળવી હતી. તે મેચમાં ભારતે બેટિંગની તાકાત બતાવી હતી પરંતુ નેપાળે પણ ભારતને સારી ટક્કર આપી હતી. ભારતીય ટીમે 202 રન બનાવ્યા હતા અને નેપાળને 179 રન પર રોકી દીધું હતું.
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચમાં પણ જીતની દાવેદાર છે, પરંતુ આ માટે તેમણે પ્રયત્નો કરવા પડશે, કારણ કે બાંગ્લાદેશી ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ધરાવતા કેટલાક ખેલાડીઓ પણ છે. આવી સ્થિતિમાં આ સ્પર્ધા બહુ સરળ નહીં હોય.
છેલ્લી મેચમાં, યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક સદી ફટકારી હતી, જ્યારે રિંકુ સિંહે ઝડપી ઈનિંગ રમી હતી. જોકે, બાકીના બેટ્સમેનો વધુ યોગદાન આપી શક્યા ન હતા. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ આ મેચમાં નિષ્ફળ ગયો હતો અને તેથી તે આ વખતે જોરદાર ઈનિંગ રમવા માંગશે.
આ પણ વાંચો : પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વિશે છુપાવવામાં આવી રહી છે આટલી મોટી વાત?
બોલરોનું પ્રદર્શન લગભગ સારું રહ્યું હતું. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ જોકે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેને તેના હિસ્સામાં વિકેટ મળી પરંતુ તેણે 10 રન પ્રતિ ઓવરના દરે રન ખર્ચ્યા. ફરી એકવાર લેગ સ્પિનર રવિ બિશ્નોઈ વિરોધી બેટ્સમેનો માટે મુશ્કેલી સાબિત થશે. તેણે છેલ્લી મેચમાં 3 વિકેટ ઝડપી હતી અને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, જીતેશ શર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, આર સાઈ કિશોર, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, રાહુલ ત્રિપાઠી, આકાશ દીપ, શાહબાઝ અહેમદ, મુકેશ કુમાર.