ક્રિકેટ (Cricket) એ અનિશ્ચિતતાઓની રમત છે, કારણ કે અહીં ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે. એક બોલ, એક ઓવર અથવા એક દાવ મેચનું પરિણામ બદલી શકે છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે મેચમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે એક ટીમે મેચમાં ઓવરોની સંખ્યા જેટલા રન પણ ન બનાવી શકી. મતલબ કે ટીમ 20 ઓવરની મેચમાં 20 રન પણ બનાવી શકી નહીં. આખી ટીમ માત્ર 15 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ ચીનના હાંગઝોઉમાં શરૂ થયેલી એશિયન ગેમ્સ (Asian Games 2023) માં રમાઈ હતી.
આ વર્ષની એશિયન ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી વાત એ છે કે તેમાં ભારતીય મહિલા અને પુરૂષ ટીમો પણ ભાગ લઈ રહી છે. જોકે, ભારતીય ટીમની મેચોને હજી સમય છે. એશિયન ગેમ્સ 2023માં પહેલી મેચ ઈન્ડોનેશિયા અને મોંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે હતી અને આ મેચના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા હતા. આ મેચમાં મોંગોલિયાની ટીમ 15 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
Indonesia Women win comprehensively over Mongolia Women in this Asian Games fixture. The Indonesians put up a huge total on the board first, then bowled out their opposition for just 15 runs!#AsianGames pic.twitter.com/FgxMI1mIub
— AsianCricketCouncil (@ACCMedia1) September 19, 2023
ઈન્ડોનેશિયા vs મંગોલિયા વચ્ચે એશિયન ગેમ્સ 2023માં પ્રથમ મહિલા ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચમાં ઈન્ડોનેશિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 187 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઈન્ડોનેશિયાની મહિલા ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી કારણ કે તેમની ઓપનરોએ સારી શરૂઆત આપી હતી. ઈન્ડોનેશિયન ઓપનરોએ મળીને મેચમાં 106 રન ઉમેર્યા હતા.
આ પણ વાંચો : IND vs AUS: સિનિયરોને આરામ, અશ્વિનની વાપસી, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમની જાહેરાતમાં આ નિર્ણયો આશ્ચર્યચકિત
હવે મંગોલિયાની મહિલા ખેલાડીઓને 20 ઓવરમાં 188 રન બનાવવાનું લક્ષ્ય હતું. પરંતુ તેમની ખેલાડીઓએ જેટલી ઝડપી રન બનાવ્યા તેના કરતા વધુ ઝડપથી તેમની વિકેટ ગુમાવી હતી. સ્કોર બોર્ડ પર 10 રન પણ ઉમેરાયા ન હતા અને 7 મોંગોલિયન ખેલાડી ડગઆઉટમાં પાછા ફર્યા હતા. સ્થિતિ એવી હતી કે 7 ખેલાડીઓના ખાતા પણ ખૂલ્યા નહોતા. ટીમની કોઈ પણ ખેલાડીએ એટલા રન બનાવ્યા નથી જેટલા રન એક્સ્ટ્રા તરફથી આવ્યા હતા. મોંગોલિયા તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનો સ્કોર 3 રન હતો. જ્યારે ટીમને એક્સ્ટ્રાના 5 રન મળ્યા હતા.
હવે આવા પ્રદર્શન બાદ મોંગોલિયાની હાર નિશ્ચિત હતી. મંગોલિયાની ટીમ માત્ર 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈન્ડોનેશિયાએ આ મેચ 172 રને જીતી લીધી હતી.