ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતીય ટીમ શુક્રવારે બાંગ્લાદેશને પ્રથમ સેમી ફાઈનલમાં હરાવી ફાઈનલમાં સ્થાન અને મેડલ નિશ્ચિત કર્યું હતું. ટીમ ઈન્ડિયા (Team India) ની પ્લેઈંગ 11માં લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed) ને સ્થાન મળ્યું હતું.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાંગ્લાદેશની ટીમને 20 ઓવરમાં માત્ર 96 રન જ કરવા દીધા હતા. ભારત તરફથી સાઈ કિશોર ત્રણ, સુંદરે બે અને અર્શદીપ, તિલક, રવિ બિશ્નોઈએ એક વિકેટ લીધી હતી. આ સિવાય ડેબ્યૂ કરનાર શાહબાઝે બે ઓવર બોલિંગ કરી હતી અને 13 રન આપી એક વિકેટ ઝડપી હતી.
યુવા ખેલાડી શાહબાઝ અહેમદને T20માં ડેબ્યૂ કરવાની તક મળી હતી જોકે શાહબાઝ ભારત માટે પહેલાથી જ તેની ODI ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેણે 9 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણ વનડે મેચ રમી છે જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે.
Asian Games 2022. India: R Gaikwad (c), Y Jaiswal, T Varma, J Sharma (wk), R Singh, S Dube, W Sundar, S Ahmed, R Bishnoi, S Kishore, A Singh. https://t.co/75NYqhTEac #INDvBAN #IndiaAtAG22
— BCCI (@BCCI) October 6, 2023
શાહબાઝ બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે પરંતુ તે હરિયાણાના મેવાતનો છે. તેના પિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયર બને પરંતુ શાહબાઝને ક્રિકેટમાં રસ હતો. તે ફરીદાબાદની એક કોલેજમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યો હતો પરંતુ તે ક્લાસ છોડીને ક્રિકેટ રમવા જતો હતો. જ્યારે તેના પિતા અહેમદ જાનને આ વાતની ખબર પડી ત્યારે તેણે શાહબાઝને અભ્યાસ અથવા ક્રિકેટમાંથી એક પસંદ કરવાનું કહ્યું, તેથી તેણે ક્રિકેટ પસંદ કર્યું. આ પછી તેણે ગુડગાંવની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી અને ત્યાંથી બંગાળ ગયો.
આ પણ વાંચો : Breaking News : એશિયન ગેમ્સ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં, મેડલ નિશ્ચિત
સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે અને મેડલ નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. મહિલા ટીમ આ પહેલા ગોલ્ડ મેડલ જીતી ચુકી છે અને હવે પુરૂષ ટીમ પણ આવું જ કરવા માંગશે.
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, સાઈ કિશોર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.