દુબઈમાં શરુ થયો એશિયન ટીમો વચ્ચેનો જંગ, એક સાથે 11 ભારતીય ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ

એશિયા કપની પહેલી જ મેચમાં અફઘાનિસ્તાન અને ભારતના મળીને કુલ 15 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યુ હતુ. જેમાંથી 4 ક્રિકેટર્સ અફઘાનિસ્તાનના હતા. બાકીના તમામ 11 ખેલાડીઓ એટલે કે એક આખી ભારતીય ટીમે આ ડેબ્યૂ કર્યુ છે. 

દુબઈમાં શરુ થયો એશિયન ટીમો વચ્ચેનો જંગ, એક સાથે 11 ભારતીય ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ
Eleven Indian Players Debut
| Edited By: | Updated on: Dec 08, 2023 | 5:11 PM

દુબઈની ધરતી પર આજે અંડર 19 એશિયા કપની શરુઆત થઈ છે. અફઘાનિસ્તાન અને ભારતની અંડર 19 ટીમની મેચથી આ એશિયા કપની શરુઆત થઈ હતી. એશિયા કપની પહેલી જ મેચમાં અફઘાનિસ્તાન અને ભારતના મળીને કુલ 15 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યુ હતુ. જેમાંથી 4 ક્રિકેટર્સ અફઘાનિસ્તાનના હતા. બાકીના તમામ 11 ખેલાડીઓ એટલે કે એક આખી ભારતીય ટીમે આ ડેબ્યૂ કર્યુ છે.

અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ યુનુસ, નાશિર ખાન, રહીમુલ્લાહ ઝુરમાટી અને વહીદુલાહ ઝદરાને ડેબ્યૂ કર્યું છે. ભારતીય ટીમમાંથી બે ગુજરાતી ખેલાડીઓએ પણ ડેબ્યૂ કર્યુ હતુ. ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

અંડર 19 એશિયા કપની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માં બે ગુજરાતી ક્રિકેટરોને સામેલ કર્યા છે. રૂદ્ર મયુર પટેલ અને રાજ લીંબાણી આજની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી રહ્યા છે. જ્યારે પ્રિયાંશુ મોલીયા અને અંશ ગોસાઈને આજની મેચમાં પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. આગામી મેચમાં આ બંને ખેલાડીઓને પણ પ્લેઈંગ 11 માં સ્થાન મળી શકે છે.


ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11: ઉદય સહારન (કેપ્ટન),આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, રૂદ્ર પટેલ, સચિન ધાસ, અરવેલી અવનીશ, સૌમી પાંડે, મુરુગન અભિષેક, રાજ લીંબાણી, નમન તિવારી, મુશીર ખાન

અંડર 19 ટીમના 4 ગુજરાતી પ્લેયર્સ

  • રુદ્ર મયુર પટેલ – નડિયાદ
  • પ્રિયાંશુ મોલીયા – રાજકોટ
  • રાજ લીંબાણી – બીલીમોરા
  • અંશ ગોસાઈ – રાજકોટ

અંડર 19 એશિયા કપ 2023માં ભારતીય ટીમનું શેડયુલ

  • શુક્રવાર, ડિસેમ્બર 8  – ભારત U19 vs અફઘાનિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM
  • રવિવાર, ડિસેમ્બર 10 – ભારત U19 vs પાકિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, સવારે 11:00 AM
  • મંગળવાર, ડિસેમ્બર 12 – ભારત U19 vs નેપાળ U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM

આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો