Asia Cup Final: મોહમ્મદ સિરાજ સામે શ્રીલંકન ખેલાડીઓએ સ્વીકારી હાર, 50 રનમાં આખી ટીમ ઓલઆઉટ

|

Sep 17, 2023 | 8:18 PM

એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતીય ટીમ સામે આત્મસમર્પણ કર્યું હોય તેમ લાગી રહ્યું હતું. મોહમ્મદ સિરાજે માત્ર 21 રનમાં 6 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. ભારતના બોલરો સામે શ્રીલંકાનો કોઈ ખેલાડી ટકી શક્યો નહીં અને માત્ર 50 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

Asia Cup Final: મોહમ્મદ સિરાજ સામે શ્રીલંકન ખેલાડીઓએ સ્વીકારી હાર, 50 રનમાં આખી ટીમ ઓલઆઉટ
Mohammad Siraj

Follow us on

એશિયા કપ 2023 (Asia Cup 2023) ની ફાઇનલમાં ભારતીય ફાસ્ટ બોલરોએ એવું પ્રદર્શન કર્યું કે દુનિયા જોતી રહી. કોલંબોમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકાની બાજી મોહમ્મદ સિરાજે (Mohammad Siraj) બગાડી હતી. સિરાજે માત્ર 21 રન આપી 6 વિકેટ લીધી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યાએ ત્રણ અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોનો એવો કહેર હતો કે શ્રીલંકાની અડધી ટીમ ખાતું પણ ખોલાવી શકી ન હતી. શ્રીલંકા (Sri Lanka) ના પાંચ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા.

શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતીય ફાસ્ટ બોલરોએ લીધી

શ્રીલંકાના માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે દુષણ હેમંતે 13 રનનું યોગદાન આપ્યું હતું. એકંદરે, શ્રીલંકાની ટીમના તમામ ખેલાડીઓએ મોહમ્મદ સિરાજ સામે બેટ મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું હતું. મોટી વાત એ છે કે શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતીય ફાસ્ટ બોલરોએ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ભારતીય બોલરોએ કરી ધમાકેદાર શરૂઆત

શ્રીલંકાની ટીમે કોલંબોમાં ટોસ જીત્યો પરંતુ તે પછી જે થયું તે શ્રીલંકા માટે ખરેખર આશ્ચર્યજનક હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને પહેલી જ ઓવરમાં બુમરાહે કુસલ પરેરાની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. આ પછી સિરાજ બોલિંગમાં આવ્યો અને ધમાલ મચાવી દીધી હતી. સિરાજે પહેલી ઓવર મેડન નાખી અને બીજી ઓવરમાં ચાર વિકેટ લઈ તરખાટ મચાવી દીધો.

ચોથી ઓવરમાં સિરાજનો ધમાકો

મોહમ્મદ સિરાજે શ્રીલંકાના દાવની ચોથી ઓવરના પહેલા જ બોલ પર પથુમ નિસાન્કાને આઉટ કર્યો હતો જે બાદ તેણે ત્રીજા બોલ પર સામવિક્રમાને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ અસલંકાને ચોથા બોલ પર આઉટ કર્યો હતો અને તેણે ઓવરના છેલ્લા બોલ પર ધનંજયની વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : Breaking News: IND vs SL : શ્રીલંકાને 10 વિકેટે હરાવી ભારત એશિયા કપમાં ‘ચેમ્પિયન’

સિરાજનો પંજો

મોહમ્મદ સિરાજે આગલી ઓવરમાં શ્રીલંકાના કેપ્ટન શનાકાની વિકેટ લઈને વનડે ક્રિકેટમાં પ્રથમ વખત પાંચ વિકેટ લીધી હતી. આ સાથે તેણે ભારત માટે ઓછામાં ઓછા 16 બોલમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. મોહમ્મદ સિરાજે તરત જ છઠ્ઠી વિકેટ લીધી અને તેની સાથે હાર્દિક પંડ્યાએ પણ ત્રણ વિકેટ ઝડપી અને શ્રીલંકાને માત્ર પચાસ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article