Asia Cup Controversy: શ્રીલંકાએ ભારતનું સમર્થન કરતાં પાકિસ્તાનને લાગ્યા મરચાં, ODI શ્રેણી કરી રદ્દ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માત્ર શ્રીલંકાથી જ નહીં પરંતુ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડથી પણ નારાજ છે કારણ કે તેઓએ PCBના હાઇબ્રિડ મોડલને સમર્થન આપ્યું નથી. જેનાથી નારાજ પાકિસ્તાને શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણી રમવાનો ઇનકાર કર્યો હતો.

Asia Cup Controversy: શ્રીલંકાએ ભારતનું સમર્થન કરતાં પાકિસ્તાનને લાગ્યા મરચાં, ODI શ્રેણી કરી રદ્દ
Asia Cup Controversy
| Edited By: | Updated on: Jun 03, 2023 | 7:40 PM

લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં એકલું પડી ગયેલું પાકિસ્તાન હવે એશિયામાં જ એકલું પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. એશિયા કપની યજમાનીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે સંઘર્ષની સ્થિતિને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાનો ગુસ્સો અન્ય દેશો પર ઠાલવી રહ્યું છે. પાકિસ્તાને શ્રીલંકા સાથે વનડે શ્રેણી રમવાની ઓફરને ઠુકરાવી દીધી છે. કારણ કે શ્રીલંકાએ એશિયા કપની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ વર્ષે યોજાનાર એશિયા કપને લઈને ગત વર્ષથી પાકિસ્તાનમાં વિવાદ ચાલી રહ્યો છે. BCCIના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે ગયા વર્ષે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય અને એશિયા કપ અન્ય કોઈ દેશમાં રમાશે. આ પછી PCB ચીફ નજમ સેઠીએ હાઇબ્રિડ મોડલ વિશે વાત કરી, જેના હેઠળ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની મેચ અન્ય દેશમાં રમવાનો પ્રસ્તાવ હતો.

શ્રીલંકાએ ભારતનું સમર્થન કર્યું

PCBના હાઇબ્રિડ મોડલને પણ BCCI તરફથી લીલી ઝંડી મળી નથી અને આ બધાની વચ્ચે શ્રીલંકાએ આખી ટૂર્નામેન્ટ પોતાના દેશમાં જ આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ક્રિકેટ શ્રીલંકાના આ પગલાથી PCB નારાજ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત જુલાઈમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બે મેચની સિરીઝ રમાવાની છે.

આ શ્રેણી શ્રીલંકામાં યોજાવાની છે. શ્રીલંકાના બોર્ડે આ શ્રેણીની સાથે પાકિસ્તાન સામે 3 મેચની વનડે શ્રેણીનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. પાકિસ્તાની બોર્ડે શરૂઆતમાં આ અંગે સકારાત્મક સંકેતો આપ્યા હતા, પરંતુ એશિયા કપ પર શ્રીલંકાના વલણ બાદ તેમણે શ્રેણીને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ Crickert Records: WTC ફાઈનલમાં રમવા ઉતરતા જ વિરાટ-રોહિત આ મામલે MS ધોનીને પાછળ છોડી દેશે

શું પાકિસ્તાન ફરીથી એકલું પડી જશે?

માત્ર શ્રીલંકા જ નહીં, PCB અત્યારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડથી નારાજ છે, કારણ કે તેમણે IPL ફાઈનલ દરમિયાન BCCI સાથેની બેઠકમાં હાઈબ્રિડ મોડલ પર પાકિસ્તાનનું સમર્થન કર્યું ન હતું. એકંદરે, પાકિસ્તાન તેના તમામ પડોશીઓ અને એશિયન ક્રિકેટના મુખ્ય ખેલાડીઓ સાથે ટકરાવ શોધી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ ફરીથી એકલું પડી શકે છે અને પાકિસ્તાની ક્રિકેટરોને હંમેશની જેમ નુકસાન સહન કરવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો