Asia Cup 2023: પાકિસ્તાન સામે મેચ રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા માટે સુપર-4માં પહોંચવાનો રસ્તો બન્યો મુશ્કેલ, જાણો સંપૂર્ણ ગણિત

|

Sep 03, 2023 | 12:10 PM

ભારતે હવે એશિયા કપ-2023માં તેની આગામી મેચ નેપાળ સામે રમવાની છે. આ મેચ સોમવારે રમાશે. સુપર-4માં પ્રવેશવાની ભારતની આશા આ મેચ પર ટકેલી છે. રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ કિંમતે જીતવા ઈચ્છે છે, નહીં તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ટીમ એશિયા કપમાંથી બહાર થઈ શકે છે.

Asia Cup 2023: પાકિસ્તાન સામે મેચ રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા માટે સુપર-4માં પહોંચવાનો રસ્તો બન્યો મુશ્કેલ, જાણો સંપૂર્ણ ગણિત
Asia Cup 2023

Follow us on

એશિયા કપ 2023 (Asia Cup 2023)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. બધાની નજર આ મેચ પર હતી. પરંતુ વરસાદે (Rain) આ મેચની મજા બગાડી નાખી. આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને બંને ટીમોએ એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. આ મેચમાં માત્ર ભારતીય ટીમ (Team India) જ બેટિંગ કરી શકી અને ત્યારબાદ બીજી ઈનિંગમાં વરસાદ આવ્યો જેના કારણે મેચ રમાઈ શકી નહીં.

પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય

આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ બાદ પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે, પરંતુ ભારત માટે રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.

ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થતાં બદલાયા સમીકરણ

ભારતે હવે તેની આગામી મેચ નેપાળ સાથે રમવાની છે. આ મેચ સોમવારે રમાશે. સુપર-4માં જવાની ભારતની આશા આ મેચ પર ટકેલી છે. રોહિત શર્માની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ ભોગે તે જીતવા ઈચ્છે છે, નહીં તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

નેપાળ સામે મેચ ડ્રો-રદ્દ થશે તો શું?

આ એશિયા કપમાં બે ગ્રુપ છે. બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર-4માં જશે. ભારતની પ્રથમ મેચ રદ્દ થયા બાદ નેપાળની મેચ તેમના માટે ઘણી મહત્વની બની ગઈ છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ભારતની આ મેચ પણ પલ્લેકેલેમાં જ રમાવાની છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જો નેપાળની મેચ વરસાદને કારણે રદ્દ થશે તો એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.

આ પણ વાંચો : Asia Cup 2023: રોહિત શર્માની પાછળ પડ્યો કેમેરામેન, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થયો ગુસ્સે, જુઓ Video

નેપાળ સામે હાર્યું તો ભારત થશે બહાર

પરંતુ જો નેપાળ ભારતને મોટા અપસેટમાં હરાવશે તો નેપાળની ટીમ સુપર-4માં જશે અને ભારત બહાર થઈ જશે. ગ્રુપ-Aમાં પાકિસ્તાનની ટીમ બે મેચમાં એક જીત અને એક ડ્રો સાથે ત્રણ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ભારત એક પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નેપાળની ટીમનું ખાતું પણ ખૂલ્યું નથી. જો ભારત અને નેપાળ વચ્ચેની મેચ પણ ડ્રોમાં સમાપ્ત થાય છે તો નેપાળને માત્ર એક પોઈન્ટ અને ભારતના બે પોઈન્ટ હશે.આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી જશે.

સુપર-4માં પાકિસ્તાન સામે ફરી થઈ શકે છે ટક્કર

જો ભારતીય ટીમ સુપર-4માં સ્થાન મેળવે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મુકાબલો જોવા મળી શકે છે. સુપર-4માં તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે. એટલે કે દરેક ટીમ સુપર-4માં ત્રણ મેચ રમશે. આ પછી ટોપ-2 ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.જ્યાં પર બંને ટીમોની ટક્કર થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article