Asia Cup 2023: એશિયા કપનુ શેડ્યૂલ ક્યારે થશે જાહેર? દક્ષિણ આફ્રિકામાં થશે સ્થળ અને તારીખનો નિર્ણય!

|

Jul 09, 2023 | 6:34 PM

Asia Cup 2023 Schedule: રવિવારથી દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આઈસીસીની વાર્ષિક સાધારણ સભા શરુ થઈ છે. જે બેઠક આગામી 16 જુલાઈ સુધી ચાલનારી છે. આમ આ દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠક મળવાની સંભાવના છે.

Asia Cup 2023: એશિયા કપનુ શેડ્યૂલ ક્યારે થશે જાહેર? દક્ષિણ આફ્રિકામાં થશે સ્થળ અને તારીખનો નિર્ણય!
એશિયા કપ શેડ્યૂલ ક્યારે થશે જાહેર?

Follow us on

 

એશિયા કપને લઈ શેડ્યૂલ (Asia Cup 2023 Schedule) જારી થવાની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન એશિયા કપ અને વનડે વિશ્વ કપને લઈ જુદા જુદા નિવેદન કરીને પાકિસ્તાન માહોલ ચર્ચાનો બનાવી રાખ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આયોજન કરવાનો મોકો મળ્યો છે, પરંતુ પાકિસ્તાન શરુઆતથી જ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમવા માટે સતત નિવેદનો કરી રહ્યુ છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે પહેલાથી જ પાકિસ્તાનમાં ક્રિકેટ ટીમ નહીં મોકલવાનો પોતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. જોકે આ બધી ચર્ચાઓ વચ્ચે હાલતો શેડ્યૂલ હવે જારી થાય અને સ્થળ નક્કી થાય એની રાહ ક્રિકેટ ચાહકો જોઈ રહ્યા છે.

હવે અટકળોનો અંત આવવાનો સમય નજીક આવ્યો છે. હાલમાં રવિવારથી દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આઈસીસીની વાર્ષિક સાધારણ સભા મળી છે. જે બેઠક આગામી 16 જુલાઈ સુધી ચાલનારી છે. આમ આ દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક મળવાની સંભાવના છે. જ્યાં એશિયા કપના શેડ્યૂલને લઈ અંતિમ નિર્ણય લેવાય એવી આશા બંધાઈ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડરબનમાં થશે નિર્ણય?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે આગામી એશિયા કપ 2023 ના આયોજનના અધિકાર છે. પાકિસ્તાન દ્વારા એશિયા કપનુ આયોજન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યુ છે. પરંતુ આ તૈયારીઓમાં હજુ સુધી એ નિશ્ચિત નથી કે ટૂર્નામેન્ટ ક્યાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની પહેલાથી જ ના ભણી છે. આવી સ્થિતીમાં પાકિસ્તાનને બદલે અન્ય તટસ્થ સ્થળે ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવી શકે છે. આ માટેના નિર્ણયને લઈ હવે ડરબનમાં બેઠક મળી શકે છે અને સ્થળ તેમજ તારીખ અંગે નિર્ણય થશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રતિનિધીઓ પહોંચ્યા છે. જ્યા સામાન્ય સભા દરમિયાન જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્યો બેઠક યોજી શકે છે. પાકિસ્તાન તરફથી મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ જફા અશરફ, સીઈઓ સલમાન નસીર અને ડાયરેક્ટર સ્પેશિયલ પ્રોજેક્ટના ફેસલ હસન આઈસીસીની બેઠકમાં હિસ્સો બનનારા છે. આ દરમિયાન તેઓ એસીસીના અધ્યક્ષ અને બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે બેઠક યોજી શકે છે.

જય શાહની અધ્યક્ષતામાં થશે બેઠક!

મીડિયા રિપોર્ટસ મુજબ એશિયા કપને લઈને હવે અંતિમ સ્વરુપ આપવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ અને અધિકારીઓ બેઠક યોજી શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહની અધ્યક્ષતામાં આ બેઠકનુ આયોજન કરવામાં આવી શકે છે. જ્યાં એશિયા કપને લઈ તારીખ અને સ્થળની ચર્ચા કરવામાં આવી શકે છે.

એશિયા કપના હાઈબ્રિડ મોડલને પીસીબી રજૂ કરી શકે છે. જેમાં પાકિસ્તાન શરુઆતની ચાર મેચનુ આયોજન પોતાના જ દેશમાં કરશે. ત્યાર બાદ બાકીની તમામ મેચનુ આયોજન શ્રીલંકામાં થઈ શકે છે. આમ ભારતીય ટીમ શ્રીલંકામાં પોતાની મેચ રમશે. આમ હાઈબ્રિડ મોડલને લઈને અંતિમ રુપરેખા રજૂ કરવામાં આવશે, જેની પર સહમતિ થયા બાદ એશિયા કપનુ શેડ્યૂલ જાહેર થઈ શકે છે. જોકે પાકિસ્તાન શરુઆતની ચાર મેચને ક્યા સ્થળે આયોજન કરશે એ સ્પષ્ટ નથી. આ મેચ લાહોરમાં રમાશે કે, કરાચીમાં એ બાદમાં નક્કી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ  Praful Patel: એક નહીં બે પ્રફુલ પટેલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં, શુ તમે જાણો છો બંને દિગ્ગજ ગુજરાતીઓનુ હિંમતનગર ક્નેક્શન !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

 

Published On - 6:33 pm, Sun, 9 July 23

Next Article