એશિયા કપ 2023માં પાકિસ્તાને જે વિસ્ફોટક રીતે શરુઆત કરી છે તેનાથી 2જી સપ્ટેમ્બર માટે ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. કેમ નહીં, ટુર્નામેન્ટની સૌથી મહત્વની મેચ 2જી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે છે. આ મેચ સાત વખતના ચેમ્પિયન ભારત અને બે વખતના ચેમ્પિયન પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીમાં રમાવાની છે, જે વર્લ્ડ કપમાં આ બંને વચ્ચેની ટક્કરના ટીઝર જેવી હશે.
ચાહકોની આ ઉત્સુકતા અને મેચને લઈને જે હાઈ બનાવવામાં આવી રહી છે કેન્ડીનું હવામાન છે જે આગામી બે દિવસમાં તેની પરિસ્થિતિને બગાડી શકે છે.
એશિયા કપની શરૂઆત મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની પ્રથમ મેચથી થઈ હતી, પરંતુ ટૂર્નામેન્ટની ઘણી મોટી મેચો શ્રીલંકામાં યોજાવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર સૌથી મહત્વપૂર્ણ છે. આ મેચ શનિવાર, 2 સપ્ટેમ્બરે શ્રીલંકાની મધ્યમાં આવેલા શહેર કેન્ડીમાં થવાની છે. આ મેચ પહેલા, 21 ઓગસ્ટ, ગુરુવારે સાંજે લગભગ 4 વાગ્યા પછી કેન્ડીમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. આશંકા છે કે શુક્રવાર સુધીમાં આ સ્થિતિ વધુ વણસી શકે છે.
આ પણ વાંચો : વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાની નજર હવે ડાયમંડ લીગ પર, જાણો આજે ક્યાં જોઈ શકાશે LIVE મેચ
શ્રીલંકાના હવામાન વિભાગે ભારત અને પાકિસ્તાનની ટીમો અને બંનેના કરોડો ચાહકો માટે નિરાશાજનક આગાહી જાહેર કરી છે. આ મુજબ, મધ્ય શ્રીલંકાથી દક્ષિણ ભાગ સુધી આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં લગભગ 100 મીમી વરસાદ પડી શકે છે અને તેમાં સમગ્ર કેન્ડીનો સમાવેશ થાય છે. જો કે હાલમાં આ રેડ એલર્ટ શુક્રવાર, 1 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યા સુધી છે, તે પછી પણ વરસાદની સંભાવના છે.
બીજી તરફ, 2 સપ્ટેમ્બરે મેચના દિવસ માટે હવામાન વિભાગની આગાહી મુજબ, સાંજે 5 વાગ્યાથી સતત વરસાદ ચાલુ રહેશે, જે ધીમે ધીમે શરૂ થશે અને તીવ્ર બનશે. ભારતીય સમય અનુસાર, મેચ દિવસના 3 વાગ્યે શરૂ થવાની છે અને તે સમયે કેન્ડીનું આકાશ વાદળછાયું રહેવાની આશા છે પરંતુ તે પછી વરસાદ શરૂ થશે અને અહીંથી મામલો વધુ બગડી શકે છે.