ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ (World Cup 2023) રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની (India vs Pakistan) ટીમો આમને-સામને થશે. આ બંનેની મેચ પહેલા 15 ઓક્ટોબરે રમાવાની હતી પરંતુ હવે તે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ બંને ટીમો માટે ખાસ છે. બંને ટીમ આ મેચમાં હારવા માંગતી નથી.
આ મેચનું દબાણ ખૂબ જ રહે છે. આ જોતા પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાનને એક ડર સતાવી રહ્યો છે. શાદાબે પણ પોતાની ટીમને એક પાઠ આપ્યો છે અને કહ્યું છે કે આ મેચ માટે તેની ટીમના ખેલાડીઓએ માનસિક રીતે ખૂબ જ મજબૂત બનવું પડશે.
Shadab Khan’s insights shed light on Pakistan’s mental preparation, strategy, and outlook for the tournament
Read More: https://t.co/7Ng1k6kFNV#PakistanCricket #shadabkhan #CWC23 pic.twitter.com/cxkWu8fAVi
— Cricket Pakistan (@cricketpakcompk) August 12, 2023
ODI વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. પાકિસ્તાન વનડે વર્લ્ડ કપમાં એક વખત પણ ભારતથી જીતી શક્યું નથી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને 2023માં ભારતને ચોક્કસપણે હરાવ્યું હતું, પરંતુ જો બંને વર્લ્ડ કપને જોડીએ તો, પાકિસ્તાન માત્ર એક જ વાર ભારત સામે જીત્યું છે.
ક્રિકેટ પાકિસ્તાન સાથે વાત કરતાં શાદાબે કહ્યું છે કે પાકિસ્તાની ટીમને ભારતમાં દર્શકો તરફથી સમર્થન મળશે નહીં. તેણે કહ્યું કે આથી પાકિસ્તાનની ટીમે માનસિક રીતે ખૂબ જ મજબૂત બનવું પડશે. શાદાબે કહ્યું કે તેના ખેલાડીઓ માનસિક રીતે મજબૂત છે અને તેથી તેને આશા છે કે ટીમ સારી ટૂર્નામેન્ટ રમશે. આ લેગ સ્પિનરે કહ્યું કે જો ટીમ વર્લ્ડ કપ જીતશે તો ‘સોને પે સુહાગા’ આઈસિંગ થઈ જશે. શાદાબે કહ્યું કે દરેક ટીમ વર્લ્ડ કપ જીતવા આવે છે પરંતુ તેઓ ટૂર્નામેન્ટની શરૂઆત કેવી રીતે કરે છે તે ખૂબ મહત્વનું છે કારણ કે તેમને દરેક ટીમ સામે રમવાનું હોય છે.
Shadab Khan “We won’t have the crowd support in India. In that sense we’ll have to be very strong mentally. The way our players are, mentally strong, I think we’ll have a good tournament” #CWC23 #Cricket pic.twitter.com/zTaZx3M505
— Saj Sadiq (@SajSadiqCricket) August 11, 2023
આ પણ વાંચો : IND vs WI: ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની જીત બાદ અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, જુઓ Video
બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ તે પહેલા એશિયા કપમાં બંને ટીમો આમને-સામને ટકરાશે. એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ પછી પણ આ ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચે કેટલીક વધુ મેચો થઈ શકે છે. બંને ટીમો હવે દ્વિપક્ષીય શ્રેણી રમશે નહીં અને માત્ર એશિયા કપ અથવા ICC ઇવેન્ટમાં એકબીજાનો સામનો કરશે.