એશિયા કપ (Asia Cup 2023) ના સુપર-4 રાઉન્ડની પહેલી જ મેચમાં પાકિસ્તાનનું ભારે અપમાન થયું હતું. વાસ્તવમાં લાહોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી મેચ ગ્રાઉન્ડની ફ્લડ લાઈટ ખરાબ થવાના કારણે રોકવી પડી હતી. આ ઘટના પાકિસ્તાન (Pakistan) ની ઈનિંગની 5મી ઓવરમાં બની હતી. ગ્રાઉન્ડમાં એક ટાવરની લાઈટ જતી રહી જેના કારણે રમત બંધ કરવી પડી હતી. ખેલાડીઓએ લાંબા સમય સુધી ફ્લડ લાઈટ (Flood light) આવવાની રાહ જોઈ પરંતુ તે જલ્દી ચાલુ થઈ નહીં. જે બાદ તમામ ખેલાડીઓ પેવેલિયન પરત ફર્યા હતા.
આ ઘટના બાદ PCBને સોશિયળ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. PCB સતત સંપૂર્ણ એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવાની વાત કરી રહ્યું હતું પરંતુ પાકિસ્તાનમાં જે મેચ યોજાઈ રહી છે તેનું આયોજન પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી.
Bijli nhi hai or inko Asia cup host karna hai
Flood lights stopped working during match#PAKvBAN pic.twitter.com/nCU5RGLN25
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) September 6, 2023
PCBની મુશ્કેલીઓ માત્ર ખામીયુક્ત ફ્લડ લાઈટના કારણે નથી થઈ રહી. વાસ્તવમાં પાકિસ્તાનની મેચોમાં પણ સ્ટેડિયમ હાઉસ ફૂલ ન હતું. મતલબ કે ચાહકો બાબર એન્ડ કંપનીની મેચ જોવા નથી આવી રહ્યા. મુલતાન બાદ લાહોરનું સ્ટેડિયમ પણ ખાલી જોવા મળ્યું હતું. આ કારણે પણ ચાહકો PCBને ટ્રોલ કરી રહ્યા છે.
ફ્લડ લાઈટમાં ખામી હોવાથી PCBની ટીકા થઈ રહી હોવા છતાં, પાકિસ્તાનના ઝડપી બોલરોએ લાહોરમાં પોતાની તાકાત બતાવી હતી. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહે મળીને બાંગ્લાદેશની 9 વિકેટ ઝડપી હતી અને બાંગ્લાદેશની ટીમ માત્ર 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ બાંગ્લાદેશને માત્ર 38.4 ઓવરમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.
આ પણ વાંચો : World Cup: ટીમના ટ્રેનિંગ સેશન પર ડ્રોન દ્વારા જાસૂસી થવાનો ભય, કોચે ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશ સામે હરિસ રઉફે અદભૂત રીતે ઝડપી બોલિંગ કરી હતી. આખી મેચમાં તેની એવરેજ સ્પીડ 145 કિમી/કલાકની રહી હતી. હરિસ રઉફે બાંગ્લાદેશના 4 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. સૌથી મોટી વાત એ છે કે હરિસ રઉફે 6 ઓવરમાં માત્ર 19 રન જ આપ્યા હતા. તેના સિવાય નસીમ શાહે પણ 3 વિકેટ ઝડપી હતી જ્યારે શાહીન શાહ આફ્રિદીને એક વિકેટ મળી હતી.