Pakistanએ જય શાહ પાસે કરી પૈસાની માંગણી, PCB ચીફ ઝકા અશરફ ઈમેલથી કરી ડિમાન્ડ

|

Sep 07, 2023 | 11:42 AM

PCBના અધ્યક્ષ ઝકા અશરફે શ્રીલંકામાં મેચોના સમયપત્રક પર પણ નિશાન સાધ્યું છે. PCB ચીફનું કહેવું છે કે ACC બોર્ડના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના છેલ્લી ક્ષણે મેચનું સ્થળ બદલવામાં આવ્યું હતુ. આ નિર્ણય માટે કોણ જવાબદાર છે. અશરફે પત્રમાં જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે એક બેઠક યોજાઈ હતી

Pakistanએ જય શાહ પાસે કરી પૈસાની માંગણી, PCB ચીફ ઝકા અશરફ ઈમેલથી કરી ડિમાન્ડ
Asia cup 2023

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBએ જય શાહને પત્ર લખીને વળતરની માંગણી કરી છે. વાત એમ છે કે જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે અને PCBનું કહેવું છે કે શ્રીલંકામાં એશિયા કપની મેચો યોજાવાને કારણે તેમને ગેટ મનીનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ACCએ તેને વળતર આપવું જોઈએ. જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વળતરને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓએ આ મામલે ACC ચીફને પત્ર લખ્યો છે.

એટલું જ નહીં PCBના અધ્યક્ષ ઝકા અશરફએ શ્રીલંકામાં મેચોના સમયપત્રક પર પણ નિશાન સાધ્યું છે. PCB ચીફનું કહેવું છે કે ACC બોર્ડના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના છેલ્લી ક્ષણે મેચનું સ્થળ બદલવામાં આવ્યું હતુ. આ નિર્ણય માટે કોણ જવાબદાર છે. અશરફે પત્રમાં જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે એક બેઠક યોજાઈ હતી, જેમાં બંને યજમાન દેશો પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ACC સભ્યોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : WWE Superstar Spectacle 2023માં John Cena સહિત આ Superstars મચાવશે ધમાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

શું હતો સમગ્ર મામલો ?

અશરફનું કહેવું છે કે ACCએ PCBને મેઈલ દ્વારા કન્ફર્મેશન પણ આપ્યું હતું, પરંતુ તેના થોડા સમય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મેઈલ પર વિચાર ન કરવા માટે કહેવામાં આવ્યું હતુ. આ પછી જાહેરાત કરવામાં આવી હતી કે મેચો કેન્ડી અને કોલંબોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર 4 મેચ પણ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

આ પણ વાંચો : Asia Cup 2023 : અફઘાનિસ્તાન સામે જીતી શક્યું હોત શ્રીલંકા, NRRની ગણતરીમાં થઈ ભૂલ !

મેચ હંબનટોટામાં શિફ્ટ કરવાનો નિર્ણય

પત્રમાં કહેવામાં આવ્યું છે કે તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોલંબોમાં ભારે વરસાદને કારણે સુપર 4 મેચ હમ્બનટોટામાં શિફ્ટ કરવામાં આવે. આ નિર્ણય બાદ જ શ્રીલંકાના ચીફ ક્યુરેટર પીચ તૈયાર કરવા માટે રવાના થયા હતા. પ્રસારણ માટે ત્યાં તૈયારીઓ શરૂ થઈ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:40 am, Thu, 7 September 23

Next Article