Multan : એશિયા કપની 16મી સિઝનની શરુઆત 30 ઓગસ્ટથી થવા જઈ રહી છે. વનડે ફોર્મેટ માટે આ 14મી આવૃતિ છે. મુલ્તાનમાં નેપાળ અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાથી એશિયા કપનો (Asia Cup 2023) સંગ્રામ શરુ થશે. તે પહેલા મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. વર્ષ 2018 પછી પાંચ વર્ષ બાદ આ વર્ષે વનડે એશિયા કપનું આયોજન થઈ રહ્યું છે.
એશિયા કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ સહિત કુલ 6 ટીમ ભાગ લેશે. આ છ ટીમોને ત્રણ-ત્રણના ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત, નેપાળ અને પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં છે, જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનની ટીમ ગ્રુપ Bમાં છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 2-2 મેચ રમશે. બંને ગ્રુપની ટોપ 2 ટીમ સુપર ચારમાં જશે. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમાશે.
આ પણ વાંચો : Rich Tennis Players: સિંગલ્સમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી ‘નાઓમી ઓસાકા’
Get ready for the ultimate clash as 6 top Asian teams fight for supremacy in the Men’s ODI Asia Cup! Exciting matches await in Pakistan (2:30 PM Pak time) and Sri Lanka (3:00 PM SL local time). Let the battle begin! #ACC pic.twitter.com/kh9YJM8phK
— AsianCricketCouncil (@ACCMedia1) August 22, 2023
એશિયા કપ 2023માં પાકિસ્તાન-નેપાળ વચ્ચેની પ્રથમ મેચ પહેલા ઓપનિંગ સેરેમની યોજાઈ શકે છે. ભારતીય સમય અનુસાર 2.30 કલાકે ટોસ થશે અને 3 કલાકથી એશિયા કપનું લાઈવ એક્શન શરુ થશે.
એશિયા કપ 2023ની ઓપનિંગ સેરેમની મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી અનુસાર, એ આર રહેમાન અને આતિફ અસલમ જેવા મોટો સ્ટાર્સ એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે.
જણાવી દઈએ કે એશિયા કપના લાઈવ ટેલિકાસ્ટના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટસ પાસે છે. તમે અલગ અલગ ભાષામાં આ ચેનલ પર ઓપનિંગ સેરેમની જોઈ શકો છો. ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર તમે ફ્રીમાં એશિયા કપની ઓપનિંગ સેરેમની અને મેચનો આનંદ માણી શકો છો. વધુ અપડેટ્સ માટે તમે Tv9 ગુજરાતી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો : Asia Cup 2023 : એશિયા કપમાં ટીમ ઈન્ડિયા 4 મોટા જોખમ લેવા જઈ રહી છે !
Published On - 6:21 pm, Tue, 29 August 23