Asia Cup 2023: ટીમ ઈન્ડિયાનો એક નિર્ણય ટીમને ભારે પડી શકે છે, પસંદગીકારોએ કેમ ધ્યાન ન આપ્યું?

|

Aug 23, 2023 | 9:48 AM

એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન છે પરંતુ એશિયા કપની માત્ર ચાર મેચ જ પાકિસ્તાનમાં રમાશે. બાકીની નવ મેચો શ્રીલંકામાં રમાશે. શ્રીલંકાની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે અને તાજેતરના સમયમાં સ્પિનરોએ અહીં ધમાલ મચાવી છે.

Asia Cup 2023: ટીમ ઈન્ડિયાનો એક નિર્ણય ટીમને ભારે પડી શકે છે, પસંદગીકારોએ કેમ ધ્યાન ન આપ્યું?
Yuzvendra Chahal

Follow us on

અજીત અગરકરની આગેવાની હેઠળની BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ સોમવારે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત કરી હતી. પસંદગી સમિતિએ 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે. પરંતુ એશિયા કપ (Asia Cup 2023)માં પસંદગી સમિતિ એક ખાસ બાબત પર ધ્યાન ન આપ્યું હોવાનું લાગી રહ્યું છે જેના કારણે ટીમને ટુર્નામેન્ટમાં તેનું પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે.

પસંદગીમાં થઈ ભૂલ!

ભારતે આ ટુર્નામેન્ટ માટે પાંચ ઝડપી બોલરોની પસંદગી કરી છે. તેમાં કૃષ્ણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર છે. આ સિવાય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ છે જે ઝડપી બોલિંગ કરે છે. એટલે કે જો જોવામાં આવે તો ટીમમાં છ ફાસ્ટ બોલર છે. બીજી તરફ સ્પિનરોની સંખ્યા જોવામાં આવે તો તે અડધી એટલે કે ત્રણ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

છ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર

શ્રીલંકામાં તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે પીચો ધીમી છે અને સ્પિનરોને મદદ કરે છે. આવું લંકા પ્રીમિયર લીગમાં જોવા મળ્યું છે. આ સિવાય મંગળવારે શ્રીલંકાના હમ્બનટોટામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પણ આ જોવા મળ્યું હતું. પરંતુ તેમ છતાં પસંદગીકારોએ માત્ર ત્રણ સ્પિનરોની પસંદગી કરી હતી.પીચોને જોતા, પસંદગીકારો અહીં અન્ય સ્પિનરની પસંદગી કરી શક્યા હોત જે ટીમને વિકલ્પ પૂરો પાડતો હોત. આ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ બની શકે છે.

કૃષ્ણાના બદલે ચહલને તક આપી શકાઈ હોત

હવે સવાલ એ છે કે કયા ફાસ્ટ બોલરને પડતો મૂકવામાં આવ્યો હોત? શમી અને સિરાજ સતત સારો દેખાવ કરી રહ્યા છે. શાર્દુલ ઠાકુર પણ સારો દેખાવ કરી રહ્યો છે અને તે બેટથી પણ યોગદાન આપી શકે છે. જસપ્રીત બુમરાહ તાજેતરમાં ઈજામાંથી પાછો ફર્યો છે અને તેને વનડે વર્લ્ડ કપની દ્રષ્ટિએ વધુને વધુ મેચો રમવાની છે. આવી સ્થિતિમાં, પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર રાખવાથી ચહલને તક આપી શકાઈ હોત. જ્યાં સુધી મેચની વાત છે તો ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. ચોથો ઝડપી બોલર હાર્દિક પંડ્યા હશે.

શ્રીલંકાની પીચો સ્પિનરો માટે મદદરૂપ

આ સિવાય બે સ્પિનરો પણ હશે. ભારત પાસે હાલમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ સ્પિનરો છે. જાડેજાનું રમવાનું નિશ્ચિત છે અને કુલદીપ પણ શાનદાર ફોર્મમાં છે. હવે સવાલ એ થાય છે કે ચહલનું સ્થાન ક્યાં છે? અગાઉ જણાવ્યું તેમ શ્રીલંકાની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા બે ફાસ્ટ બોલરો સાથે ત્રણ સ્પિનરો લઈ શકી હોત અને જાડેજા સાથે કુલદીપ-ચહલની જોડીને તક આપી શકી હોત.

ટીમ ઈન્ડિયાએ એક સ્પિનરને ઓછો લીધો

ટીમ પાસે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પંડ્યાનો વિકલ્પ છે. બધા જાણે છે કે કુલદીપ અને ચહલની જોડી કેટલી ખતરનાક છે. મંગળવારે પાકિસ્તાન સામેની મેચમાં અફઘાનિસ્તાન ટીમ પણ ત્રણ યોગ્ય સ્પિનરો સાથે ઉતરી હતી, જેમાં મુજીબ ઉર રહેમાન, રાશિદ ખાન અને મોહમ્મદ નબી હતા. એક સ્પિન ઓલરાઉન્ડર રહમત શાહ પણ હતો જેનો ટીમે ઉપયોગ કર્યો હતો. બંનેએ મળીને આઠ વિકેટ ઝડપી હતી. આના પરથી સમજી શકાય છે કે શ્રીલંકામાં સ્પિનરોનું કેટલું વર્ચસ્વ છે અને જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આ કામ કરી શકે છે તો ટીમ ઈન્ડિયા કેમ નહીં. ભારત જાડેજા, અક્ષર અને કુલદીપને પણ લઈ શકે છે, પરંતુ પછી તેમની પાસે બેકઅપ નથી. ઉપરાંત કુલદીપ, ચહલ અને જાડેજા જે વેરિએશન આપી શક્યા તે ઉપલબ્ધ નથી. ટીમ ઈન્ડિયાએ એક સ્પિનરને ઓછો લીધો છે, તેથી જો તે ટૂર્નામેન્ટમાં ટીમ સ્પિન પિચ પર હારી જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો :Harry Brooke: જેને ઈંગ્લેન્ડે વર્લ્ડકપ ટીમમાંથી હટાવ્યો, તેણે ફટકારી સૌથી ઝડપી સદી, જુઓ Video

પસંદગીકારોને ધ્યાન ન રહ્યું?

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન રોહિતને ચહલ અથવા કોઈ ઓફ સ્પિનરને ટીમમાં પસંદ ન કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ અંગે વિચાર કરવામાં આવ્યો હતો. રોહિતે કહ્યું કે ચહલની પસંદગી ત્યારે જ થઈ શકી હોત જ્યારે ઝડપી બોલરને પડતો મૂકવામાં આવ્યો હોત. આ પછી રોહિતે કહ્યું કે કેટલાક ફાસ્ટ બોલર લાંબા સમય બાદ વાપસી કરી રહ્યા છે, તેથી તેમને વધુ તક આપવા માંગુ છું. એવું લાગે છે કે પસંદગીકારોએ એ વાત પર ધ્યાન આપ્યું નથી કે મેચો શ્રીલંકામાં યોજાવાની છે અને ત્યાંની પીચો કેવા પ્રકારની રમત રમી રહી છે. તેમનું ધ્યાન તેના ઝડપી બોલરોને તક આપવા પર હતું જેથી તેમનું પરીક્ષણ થઈ શકે. પરંતુ આ નિર્ણય એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:47 am, Wed, 23 August 23

Next Article