Asia Cup 2023: નબી-શાહિદીની ઈનિંગ્સ પર ફરી વળ્યું પાણી, શ્રીલંકા સામે અફઘાનિસ્તાનની 2 રને હાર

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એશિયા કપની મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવી સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. અફઘાનિસ્તાનના કેપ્ટન શાહિદી અને સિનિયર ખેલાડી મોહમ્મદ નબીની તોફાની ઈનિંગ વેડફાઇ હતી. જો અફઘાનિસ્તાનની ટીમ આ મેચ જીતી ગઈ હોત, તો તેઓ સુપર-4માં પહોંચી ગયા હોત પરંતુ શ્રીલંકાએ આ મેચ જીતી લીધી અને સુપર-4 માટે પણ ક્વોલિફાય કર્યું.

Asia Cup 2023: નબી-શાહિદીની ઈનિંગ્સ પર ફરી વળ્યું પાણી, શ્રીલંકા સામે અફઘાનિસ્તાનની 2 રને હાર
Mohammad Nabi
| Edited By: | Updated on: Sep 05, 2023 | 10:58 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023) માં મંગળવારે ટુર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ જોવા મળી હતી. શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેના આ મુકાબલામાં ભારે રસાકસી જોવા મળી હતી અને અંતે શ્રીલંકા (Sri Lanka) એ અફઘાનિસ્તાનને હરાવી એશિયા કપ સુપર-4માં ક્વોલિફાય કર્યું હતું. મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 8 વિકેટ ગુમાવી 291 રન બનાવ્યા હતા, જેની સામે અફઘાનિસ્તાન (Afghanistan) ની ટીમ 37.4 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

મોહમ્મદ નબીએ તોફાની ઇનિંગ્સ રમી

સિનિયર ખેલાડી મોહમ્મદ નબી અને કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીની તોફાની ઈનિંગ્સ બાદ અંતે રાશિદ ખાનની જોરદાર રમત પણ અફઘાનિસ્તાન શ્રીલંકા સામે જીતી શકી ન હતી. મંગળવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાન જીતની ખૂબ નજીક આવી ગયું હતું અને બે રનથી હારી ગયું હતું. આ સાથે અફઘાનિસ્તાનનું એશિયા કપ-2023ના સુપર-4 માટે ક્વોલિફાય થવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ આઠ વિકેટના નુકસાને 291 રન બનાવ્યા હતા.અફઘાનિસ્તાનની ટીમ 37.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કુસલ મેન્ડિસે 92 રન ફટકાર્યા

શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 84 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે નબીએ 32 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. શાહિદીએ 66 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : એશિયા કપની યજમાની અંગે જય શાહે કર્યો ખુલાસો, કહ્યું શા માટે તેણે પાકિસ્તાનની અવગણના કરી

શ્રીલંકા સુપર-4 માટે ક્વોલિફાય

આ સાથે શ્રીલંકાએ સુપર-4 માટે ક્વોલિફાય કર્યું છે. સુપર-4માં જવા માટે અફઘાનિસ્તાને આ મેચમાં 37.4 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરવાનો હતો, પરંતુ અહીં આવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે તેની છેલ્લી વિકેટ ગુમાવી અને સુપર-4ની ટિકિટ ગુમાવી દીધી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 84 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે નબીએ 32 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. શાહિદીએ 66 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો