અનંતનાગ (Anantnag) ના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી એસપી હુમાયુ ભટ શહીદ થયા છે. આ ત્રણ અધિકારીઓની શહાદતથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે અને દરેક લોકો માગ કરી રહ્યા છે કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો પાકિસ્તાન (Pakistan) ને પાઠ ભણાવવામાં આવે. આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) સોશિયલ મીડિયા પર ઘણા લોકોના નિશાના પર આવ્યો છે અને ભારે ટ્રોલ થયો છે.
ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે મોડી રાત્રે અનંતનાગમાં આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જંગલમાં છુપાયેલા પાકિસ્તાની આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા. ત્યારથી આતંકીઓ વિરુદ્ધ સેના અને પોલીસનું ઓપરેશન ચાલી રહ્યું છે. આખો દેશ શહીદ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આ બધાની વચ્ચે અચાનક જ ભારતીય ક્રિકેટ ટીમ અને ખાસ કરીને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો.
Virat Kohli, the Billionaire cricketer who doesn’t care what happens at the India-Pakistan border, was doing Bromance with Pakistani Cricketer Haris Rauf.
Colonel Manpreet Singh, gave the supreme sacrifice for Bharat because he wanted to see SECURE Bharat for 140 Cr Bharat… pic.twitter.com/3c5z1onPXQ
— Mr Sharma (@MrSharmaSpeaks) September 14, 2023
તેનું કારણ હતું ભારતીય ક્રિકેટરોની પાકિસ્તાની ક્રિકેટરો સાથેની વાતચીત. શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા કોહલી અને અન્ય કેટલાક ભારતીય ખેલાડીઓ હસતા, મજાક કરતા અને પાકિસ્તાની ખેલાડીઓને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આને બંને દેશોના ક્રિકેટરો વચ્ચે સારા સંબંધો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. હવે આ તસવીરો દ્વારા વિરાટ કોહલી અને અન્ય ભારતીય ક્રિકેટરો પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે તેની તસવીરો પોસ્ટ કરીને કોહલી પર નિશાન સાધ્યું છે.
નિવૃત્ત ભારતીય સૈન્ય અધિકારી મેજર પવન કુમારે ભારતીય ચાહકોને આગલી વખતે પાકિસ્તાન સામેની કોઈપણ ક્રિકેટ મેચનો આનંદ માણતા પહેલા શહીદોના ચહેરા યાદ રાખવા જણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે કોહલી અને તેના પ્રશંસકો જેઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હસતા અને રમતા રહે છે ……
Remember this face who got killed in action fighting against the Pakistani sponsored terrorists.
Remember this face once when you enjoy the next match with Pakistan
Remember his family when you say that all Pakistanis are not terrorists
To hell with @imVkohli
and his fans… pic.twitter.com/5IPFuXHabp— Major Pawan Kumar, Shaurya Chakra (Retd) (@major_pawan) September 13, 2023
એ જ રીતે અન્ય એક ભૂતપૂર્વ આર્મી ઓફિસર મેજર સુરેન્દ્ર પુનિયાએ પણ કોહલી અને પાકિસ્તાની ખેલાડીઓનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે અમારા ભાઈઓ શાહિદ થઈ ગયા પરંતુ ક્રિકેટ હજી જીવંત છે.
हमारे भाई मिट गये लेकिन क्रिकेट जिंदा है #Betrayal pic.twitter.com/e7kHTB2mmE
— Major Surendra Poonia (@MajorPoonia) September 14, 2023
આ સિવાય ઘણા યુઝર્સે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર સવાલ ઉઠાવ્યા અને પાકિસ્તાની ક્રિકેટરો સાથે ખેલાડીઓની વાતચીતને ખોટી ગણાવી. જો કે, વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના ચાહકોએ પણ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને માત્ર એક ખેલાડી અથવા ક્રિકેટરને નિશાન બનાવવાને ખોટું ગણાવ્યું હતું.
આ પણ વાંચો : Hindi Day પર સચિને પૂછ્યા 4 સવાલો ચાહકો પ્રશ્ન જોઈ હેરાન થયા, શું તમે જાણો છો સાચો જવાબ
જ્યાં સુધી ક્રિકેટની વાત છે, ભારત અને પાકિસ્તાનની ટીમો આવતા મહિને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. ODI વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કામાં ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. એટલું જ નહીં, 17 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઇનલમાં પણ બંને ટીમો સામસામે આવી શકે છે.