એશિયા કપ 2023 (Asia Cup 2023) ના સુપર 4માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલ બંને ફોર્મમાં જોવા મળ્યા હતા. આજે બંને ભારતીય બેટ્સમેનોએ તમામ પાકિસ્તાની બોલરોને તેમના શ્રેષ્ઠ દેખાવથી માત આપી હતી. શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) હોય, હરિસ રાઉફ હોય કે નસીમ શાહ હોય, પાકિસ્તાનને જે બોલરો પર ગર્વ હતો, ભારતના બેટ્સમેનોએ તે ગર્વને જ તોડી નાખ્યો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પહેલી જ ઓવરથી પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં રોહિતે 49 બોલ રમીને 56 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રોહિતે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા હતા. જેમાં દસ ચોગ્ગા સામેલ હતા. બંનેની આ ઇનિંગ જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેનોની આક્રમક ઈનિંગ જોઈને સોશિયલ મીડિયા પર મીમ્સનું તોફાન મચી ગયું છે.
આ પણ વાંચો : Breaking News: IND vs PAK : હાઈ વોલ્ટેજ મેચમાં વરસાદની એન્ટ્રી, મેદાન પર ભાગ્યો ગ્રાઉન્ડ સ્ટાફ, જુઓ video
The way these two — Rohit Sharma & Shubman Gill — batted. Maaza aa gaya.#RohitSharma #Hitman #Gill #ShubmanGill#INDvPAK #IndiavsPak #INDvsPAK #PakvsInd #PAKvIndia #PAKvIND #AsiaCup2023 #AsiaCup #AsiaCup23pic.twitter.com/hXRr6T9Esx
— Avinash Chandra Kishan (@AvinashCKishan) September 10, 2023
Subhmam Gill Smashed Shaheen Shah Afridi ..after returning in the dressing room ..Gill along with teammates like….♾️
— MONA (@BaratKohali) September 10, 2023
Action Reaction pic.twitter.com/jchLwvdRrW
— gill.superfan (@gill_superfan) September 10, 2023
Fearless Rohit Sharma opened with a six #INDvsPAK l pic.twitter.com/MkF8YU4U4J
— Nisha (@NishaRo45_) September 10, 2023
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચમાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો હતો. 24.1 ઓવર બાદ મેચમાં વરસાદ અચાનક શરૂ થતાં ખેલાડીઓ મેદાન છોડવા મજબૂત બન્યા હતા. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે મેચમાં મજબૂત શરૂઆત કરી હતી અને 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા હતા.