Asia Cup 2023: ટીમ ઈન્ડિયાએ તોડી ખરાબ ફિલ્ડિંગની હદ, નેપાળ સામે 21 બોલમાં 3 કેચ છોડ્યા, જુઓ Video

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023માં પોતાની બીજી મેચમાં નેપાળ સામે મેદાન માર્યું હતું. ટીમ ઈન્ડિયા નેપાળ કરતા ઘણી મજબૂત ટીમ છે, પરંતુ 21 બોલમાં નેપાળના બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈનો પર્દાફાશ કરી દીધો હતો. ખરાબ ફિલ્ડિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તમામ હદો વટાવી દીધી હતી. વિરાટ, શ્રેયસ અને ઈશાને શરૂઆતી ઓવરોમાં એક-એક કેચ છોડી હતી.

Asia Cup 2023: ટીમ ઈન્ડિયાએ તોડી ખરાબ ફિલ્ડિંગની હદ, નેપાળ સામે 21 બોલમાં 3 કેચ છોડ્યા, જુઓ Video
| Edited By: | Updated on: Sep 04, 2023 | 6:17 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023) ની ગ્રુપ મેચમાં ભારત અને નેપાળની ટીમો આમને-સામને છે. એવું કહી શકાય કે ટીમ ઈન્ડિયા નેપાળ કરતા ઘણી મજબૂત છે, પરંતુ જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરી તો વાત અલગ જ નીકળી. ટીમ ઈન્ડિયા (Team India) એ ટોસ જીતીને નેપાળને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નેપાળના ઓપનર કુશલ ભુર્તેલ અને આસિફ શેખે ક્રિઝ પર આવીને બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ 21 બોલમાં નેપાળ (Nepal) ના બંને બેટ્સમેનોએ ભારતની સૌથી મોટી નબળાઈને ઉજાગર કરી હતી.

વિરાટ કોહલીએ શરૂઆતની ઓવરમાં જ કેચ છોડ્યો

ટીમ ઈન્ડિયાએ ખરાબ ફિલ્ડિંગની તમામ હદો વટાવી દીધી. ભારતે 21 બોલમાં 3 કેચ છોડ્યા. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશને નેપાળના ઓપનરોને જીવનદાન આપ્યું હતું. ફિલ્ડિંગ એ કોઈ પણ ટીમનું સૌથી મહત્ત્વનું પાસું હોય છે અને નેપાળ સામેની શરૂઆતની ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ 21 બોલમાં 3 કેચ છોડ્યા હતા. શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ સતત 2 બોલમાં 2 કેચ છોડ્યા હતા.

ભારતે 3 કેચ છોડ્યા

વાત છે પહેલી ઓવરની. મોહમ્મદ શમીની આ ઓવરના છેલ્લા બોલ પર કુશલ ભુર્તેલ પ્રથમ સ્લિપમાં અય્યરના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ પણ બીજી ઓવરના પહેલા બોલ પર અય્યર જેવી જ ભૂલ કરી હતી. કોહલીએ શોર્ટ કવર પર મોહમ્મદ સિરાજના બોલ પર આસિફ શેખનો કેચ છોડ્યો હતો. કેચ છોડવાની પ્રક્રિયા અહીં અટકી ન હતી. શમીની 5મી ઓવરના બીજા બોલ પર ઈશાન કિશને વિકેટ પાછળ ભુર્તેલને જીવનદાન આપ્યું હતું.

આ પણ વાંચો : Breaking News: ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ બન્યો પિતા, પોસ્ટ કરી બાળકના નામની કરી જાહેરાત

65 રનની ભાગીદારી

કુશલ ભુર્તેલ અને આસિફ શેખ વચ્ચે 65 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ ભાગીદારી 10મી ઓવરના 5માં બોલ પર શાર્દુલ ઠાકુરે તોડી હતી. તેણે ભુર્તેલને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. ભુર્તેલે 25 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સહિત કુલ 38 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો