વિરાટ કોહલી શાનદાર બેટ્સમેન હોવાની સાથે એક સારો કોમેડિયન પણ છે, આ વાત બાંગ્લાદેશ સામેની મેચમાં સાબિત થઈ હતી. એશિયા કપ (Asia Cup 2023) માં બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીને આરામ આપ્યો હતો. પરંતુ મેચ દરમિયાન આરામ કરવાને બદલે આ ખેલાડી અલગ જ ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના જુનિયર ખેલાડીઓને પાણી પીવડાવ્યું હતું. તે ટીમ માટે ડ્રિંક્સ લઈને મેદાનમાં ગયો હતો. જો કે આ દરમિયાન તેણે એવી હરકત કરી હતી જેને જોઈ બધા હસી પડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
બાંગ્લાદેશની ઈનિંગની 10મી ઓવર પૂરી થયા બાદ ડ્રિંક્સ બ્રેક થયો હતો જેમાં વિરાટ કોહલી ટીમ માટે પાણી લઈને આવ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ વિચિત્ર રીતે દોડતો જોવા મળ્યો હતો. વિરાટની આ હરકત જોઈને તેના સાથી ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીની ટીમ સ્પિરિટ જોઈને ચાહકો તેને સલામ કરતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 77 સદી ફટકારી છે પરંતુ તેમ છતાં તેને વોટર બોય બનવામાં કોઈ સંકોચ નથી. વિરાટ કોહલી આ પહેલા પણ વોટર બોય બની ચૂક્યો છે.
On the field or off the field, can’t get our eyes off this guy #INDvBAN live now only on #DisneyPlusHotstar, free on the mobile app.#FreeMeinDekhteJaao #AsiaCup2023 #AsiaCupOnHotstar #Cricket pic.twitter.com/emqbnrl6Vp
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 15, 2023
વિરાટ કોહલીને છેલ્લી 8 વનડેમાંથી પાંચ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. નેપાળ સામેની મેચમાં વિરાટ કોહલીને બેટિંગ કરવાની તક મળી ન હતી. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી અને ત્રીજી વનડે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પણ બેટિંગ કરી ન હતી. મતલબ, છેલ્લી 8 વન-ડેમાં વિરાટ કોહલી માત્ર 3 વખત જ બેટિંગ કરવા આવ્યો છે. હવે વિરાટ કોહલી વર્લ્ડ કપ પહેલા વધુ ચાર વનડે મેચ રમશે. જેમાં એશિયા કપની ફાઈનલ સિવાય ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીની ત્રણ મેચ સામેલ છે.
આ પણ વાંચો : IND vs BAN: તિલક વર્માને ડેબ્યૂ કરવાની તક મળી, રોહિત શર્માએ અડધી ટીમ બદલી