IND vs BAN: તિલક વર્માને ડેબ્યૂ કરવાની તક મળી, રોહિત શર્માએ અડધી ટીમ બદલી

|

Sep 15, 2023 | 5:34 PM

તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝમાં T20માં ડેબ્યુ કર્યું હતું અને આજે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યૂ કર્યો છે. તિલકે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં T20 ડેબ્યૂ કર્યું હતું, જે બાદ હવે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે ODI ફોર્મેટમાં ડેબ્યૂ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ આજની મેચમાં પાંચ પરિવર્તન કર્યા હતા અને યુવા ખેલાડીઓને પ્લેઈંગ 11માં તક આપી હતી.

IND vs BAN: તિલક વર્માને ડેબ્યૂ કરવાની તક મળી, રોહિત શર્માએ અડધી ટીમ બદલી
Tilak Verma debut

Follow us on

ભારતે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે સુપર-4ની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચમાં એવી આશા હતી કે રોહિત શર્મા (Rohit Sharma) એવા ખેલાડીઓને તક આપી શકે છે જેઓ હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં રમ્યા નથી અને જેમ ધાર્યું હતું તેમ જ થયું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પાંચ પરિવર્તન કર્યા હતા અને યુવા સ્ટાર ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી છે. આ ખેલાડી છે તિલક વર્મા (Tilak Verma).

તિલક વર્માનું ODI ડેબ્યૂ

ડાબોડી બેટ્સમેન તિલક વર્મા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રમે છે. તિલકે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર T20 ડેબ્યૂ કર્યું હતું અને તેની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ પછી આયર્લેન્ડ સામને ના પ્રવાસે પણ ગયો હતો. ત્યારબાદ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી થઈ. હવે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પ્લેઈંગ-11માં પાંચ ફેરફારો

રોહિતે આ મેચમાં પાંચ ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહને ફાઈનલ પહેલા આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને તિલક વર્મા ઉપરાંત સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ-11માં તક મળી છે. આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર, તિલક અને શાર્દુલ પ્રથમ વખત રમી રહ્યા છે.

આ પણ વાંચો : MS Dhoniએ પોતાની બાઇક પર કોને લિફ્ટ આપી? Video વાયરલ થયો

શ્રેયસ અય્યરની તબિયત સુધારા પર

પાકિસ્તાન સામેની સુપર-4 મેચ પહેલા શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી અને તે મેચ રમ્યો નહોતો. તે શ્રીલંકા સામેની મેચ પણ રમ્યો નહોતો. તે બાંગ્લાદેશ સામે પણ રમી રહ્યો નથી. બીસીસીઆઈએ કહ્યું છે કે અય્યરની સ્થિતિમાં સુધારો થયો છે પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ નથી.

બંને ટીમોના પ્લેઈંગ-11

ટીમ ઈન્ડિયા :
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા.

બાંગ્લાદેશ :
લિટન દાસ (વિકેટકીપર), તન્ઝીદ હસન, અનામુલ હક, શાકિબ અલ હસન (કેપ્ટન), તોહીદ હ્રિદોય, શમીમ હુસૈન, મેહિદી હસન મિરાઝ, મહેદી હસન, નસુમ અહેમદ, તનઝીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article