IND vs SL: કુલદીપની મનમાની, રાહુલ સહમત ન હતો, રોહિત શર્માએ રિવ્યુ બગાડ્યો

|

Sep 12, 2023 | 10:42 PM

આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ટીમનો આ નિર્ણય સાચો સાબિત થયો નથી અને ભારતીય બેટ્સમેનો સતત વિકેટો ગુમાવતા રહ્યા અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મોટો સ્કોર નોંધાવી શકી નહીં. જે બાદ ફિલ્ડિંગ વખતે પણ કેપ્ટન રોહિતે ખોટા નિર્ણય લઈ બે રિવ્યુ બગાડ્યા હતા.

IND vs SL: કુલદીપની મનમાની, રાહુલ સહમત ન હતો, રોહિત શર્માએ રિવ્યુ બગાડ્યો

Follow us on

એશિયા કપ 2023 (Asia Cup 2023)ની સુપર-4 મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનો શ્રીલંકા સામે મોટો સ્કોર કરી શક્યા ન હતા. યજમાન ટીમના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરીને ભારતને માત્ર 213 રનમાં જ રોકી દીધું હતું. શ્રીલંકા માટે 214 રનનો ટાર્ગેટ આસાન દેખાતો હતો, પરંતુ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે (Kuldeep Yadav) વિકેટ લઈ શ્રીલંકન ટીમને બેકફૂટ પર ધકેલી દીધું હતું, પરંતુ આ દરમિયાન રોહિતે કુલદીપની અમ્પાયરના નિર્ણય સામે રિવ્યુ લેવાની વાત માની ભૂલ કરી હતી.રોહિતે કેએલ રાહુલ (KL Rahul) ની વાત ન માની અને કુલદીપ પર વિશ્વાસ કર્યો અને રિવ્યુ લીધો અને બાદમાં રિવ્યુ ગુમાવવાનો વારો આવ્યો હતો.

કુલદીપ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો

ત્યારબાદ રોહિત શર્માએ કુલદીપ યાદવને બોલિંગ આપી અને કુલદીપે પણ વિકેટ લઈ ટીમને સફળતા અપાવી હતી, પરંતુ આ દરમિયાન રોહિતે કુલદીપની અમ્પાયરના નિર્ણય સામે રિવ્યુ લેવાની વાત માની ભૂલ કરી હતી. રોહિતે કેએલ રાહુલની વાત ન માની અને કુલદીપ પર વિશ્વાસ કર્યો અને રિવ્યુ લીધો અને બાદમાં રિવ્યુ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રિવ્યુ બરબાદ થયો

બુમરાહે ત્રીજી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાન્કાને પેવેલિયન મોકલ્યો હતો. તેણે કુસલ મેન્ડિસને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી સિરાજે દિમુથ કરુણારત્નેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.નિસાન્કાએ છ રન, મેન્ડિસે 15 અને કરુણારત્નેએ બે રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલરો બાદ રોહિતે સ્પિનરોને કામે લગાડ્યા. કુલદીપ યાદવ 12મી ઓવર ફેંકી રહ્યો હતો.ચરિતા અસલંકા સામે બેટિંગ કરી રહ્યો હતો. કુલદીપે મિડલ-ઓફ લાઈન પર બીજો બોલ ફેંક્યો, જે અસલંકા રમી શક્યો ન હતો. બોલ તેના બેટમાંથી ફર્યો અને સ્લિપમાં ઉભેલા રોહિતના હાથમાં ગયો. રોહિતે કેચ વિકેટની અપીલ કરી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ પણ વાંચો : IND vs PAK: એશિયા કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની કોચનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે

કુલદીપે રિવ્યુ લેવાનો આગ્રહ કર્યો

અમ્પાયરે પર આઉટ ન આપ્યો. કુલદીપે રોહિત પાસેથી રિવ્યુ લેવાનો આગ્રહ કર્યો પણ રાહુલ ના પાડી રહ્યો હતો. રોહિતે રાહુલની વાત ન માની અને કુલદીપની વાત સાંભળી અને રિવ્યુ લીધો.રિવ્યુમાં જાણવા મળ્યું કે બોલ બેટ સાથે અથડાયો ન હતો અને આ સાથે જ રિવ્યુ લેવામાં આવ્યો હતો એ પણ વ્યર્થ ગયો.

શ્રીલંકાના સ્પિનરોનું વર્ચસ્વ છે

આ મેચમાં શ્રીલંકાના સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.દુનિત વેલાલાગે આ મેચમાં રોહિત, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા અનુભવી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. તેણે 10 ઓવરમાં એક મેડન ઓવર નાખી અને 40 રન આપીને પાંચ વિકેટ લીધી. જ્યારે અસલંકાએ નવ ઓવરમાં 18 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સિવાય મહિષ તિક્ષાનાએ એક વિકેટ લીધી હતી. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ODIમાં ભારતની તમામ 10 વિકેટ સ્પિનરોએ લીધી હોય.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article