ભારતને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા (Team India) પૂરી 50 ઓવર પણ ન રમી શકી અને 266નો ટાર્ગેટ પણ હાંસલ ન કરી શકી. 49.5 ઓવરમાં ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે બાંગ્લાદેશ સામે 6 રને હારનો સામનો કરવા પડ્યો હતો. આ હારથી એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારતીય ટીમના ફાઇનલમાં પહોંચવા પર કોઈ અસર થઈ નથી. પરંતુ, કેપ્ટન રોહિત શર્મા તેના એક નિર્ણયને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. રોહિત શર્મા (Rohit Sharma) પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ આરોપનું મુખ્ય કારણ એ હતું કે જે ખેલાડીઓ પર રોહિતે વિશ્વાસ કરીને ટીમમાં તક આપી હતી તે બાંગ્લાદેશ સામેની મેચમાં ફ્લોપ રહ્યા હતા.
રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કર્યા હતા. પરંતુ ક્રિકેટ ચાહકોની નજર માત્ર બે ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી હતી જેમને સંજુ સેમસનની જગ્યાએ ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક છે સૂર્યકુમાર યાદવ અને બીજો છે તિલક વર્મા. આ બંનેમાંથી સૂર્યકુમાર યાદવને તો વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન મળ્યું છે, એવામાં બંનેના ખરાબ પ્રદર્શન બાદ ફેન્સનું નારાજ થવું સ્વભાવિક છે.
I don’t know why Tilak Verma is selected for Asia Cup with the experience of Zero ODIs matches???
They played in ODIs with Sanju Samson, Ruturaj the whole year but when it comes to main selection for AsiaCup they selected a boy from IPL. DISGUSTING @Harshitaa2003 #INDvsBAN pic.twitter.com/zMKrxu4ZWw— Harshitaa (@Harshitaa2003) September 15, 2023
તિલક વર્માએ બાંગ્લાદેશ સામે 9 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ માત્ર 26 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ફેન્સ નારાજ થયા છે અને રોહિત શર્માને બંનેના સિલકેશનને લઈ સવાલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને તક આપવા અને સંજુ સેમસનને પસંદ ન કરવા અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ફેન્સ રોહિત શર્મા પર પક્ષપાત કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : Asia Cup 2023: વરસાદ ફાઈનલ મેચ બગાડશે? જાણો ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે મેચ નહીં થાય તો કોણ બનશે ચેમ્પિયન?
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની મેચ બાદ રોહિત શર્માએ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને તક આપવાના નિર્ણય પર કહ્યું કે અમે આગળ વિચારી રહ્યા છીએ અને તેમને થોડો સમય આપવા માંગીએ છીએ. તિલક વર્માની આ પ્રથમ વનડે હતી. તે વર્લ્ડ કપ ટીમનો ભાગ પણ નથી. પરંતુ, વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવનાર સૂર્યકુમાર યાદવ વનડેમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે. તે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે અને, સંજુ સેમસનને બહાર કર્યા બાદ ક્રિકેટ ચાહકોને આ વાત વધુ પરેશાન કરી રહી છે.
Published On - 8:00 pm, Sat, 16 September 23