Asia Cup 2023: ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું ટેન્શન, અડધી ટીમને આઉટ કરનાર સામે કેવી હશે ટીમની રણનીતિ?

|

Sep 16, 2023 | 9:46 PM

શ્રીલંકા અને ભારતની ટીમો 12 સપ્ટેમ્બરે સુપર-4 મેચમાં ટકરાયા હતા. અલબત્ત ટીમ ઈન્ડિયાએ આ મેચ 41 રને જીતી લીધી હતી પરંતુ એક શ્રીલંકન બોલર સામે રમવું ભારતીય બેટ્સમેનો માટે માથાનો દુખાવો બની ગયું હતું. ફરી એકવાર ફાઈનલમાં આ ખેલાડી પર નજર રહેશે અને જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા આ વખતે તેની સામે કેવી કેવું પ્રદર્શન કરશે. ખાસ કરીને ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો અને આ ખેલાડીની ટક્કર જોવા બધા ઉત્સુક છે.

Asia Cup 2023: ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું ટેન્શન, અડધી ટીમને આઉટ કરનાર સામે કેવી હશે ટીમની રણનીતિ?

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે એશિયા કપની ફાઈનલ રમશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ખિતાબી મુકાબલામાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. જો કે ભારતને શ્રીલંકા કરતા ઘણી મજબૂત ટીમ માનવામાં આવે છે, પરંતુ યજમાન ટીમનો એક ખેલાડી ટીમ ઈન્ડિયા (Team India) ને ટેન્શન આપી શકે છે. આ પહેલા જ્યારે આ બંને ટીમો સુપર-4 મેચમાં ટકરાયા હતા ત્યારે આ ખેલાડીએ અડધી ભારતીય ટીમને પેવેલિયનમાં બેસાડી દીધી હતી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા ફાઈનલમાં આ ખેલાડીનો સામનો કરી શકશે કે પછી આ ખેલાડી ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે ટેન્શન બની જશે? આ ખેલાડી છે દુનિત વેલાલાગે (Dunith Wellalage).

દુનિત વેલાલાગે ભારતને મુશ્કેલીમાં મુકી દીધું હતું

શ્રીલંકા અને ભારતની ટીમો 12 સપ્ટેમ્બરે સુપર-4 મેચમાં ટકરાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું, પરંતુ વેલલાગે સામે રમવું ભારતીય બેટ્સમેનો માટે માથાનો દુખાવો બની ગયું હતું. આ લેફ્ટ આર્મ સ્પિનરે ભારત સામે 40 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

મોટા ખેલાડીઓનો શિકાર કર્યો

વેલાલાગેએ તે મેચમાં ભારતના સ્ટાર ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. તેણે ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શુભમન ગિલ જેવા ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે જે શાનદાર બોલથી ગીલને બોલ્ડ કર્યો તે આ બોલરની ક્ષમતા દર્શાવે છે. તેણે વિરાટ અને રાહુલને પણ શાનદાર રીતે ફસાવ્યા અને આ ત્યારે કર્યું જ્યારે આ બંને બેટ્સમેનોએ આ મેચ પહેલા પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં આ સ્પિનરે માત્ર એક જ વિકેટ લીધી હતી પરંતુ આ વિકેટ ટીમના મહત્વના બેટ્સમેન બાબર આઝમની હતી. વેલલાગેએ શાનદાર બોલિંગ કરીને બાબરને પણ ફસાવી દીધો હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો : Asia Cup 2023: પાકિસ્તાનને મોટો ફટકો, વર્લ્ડ કપમાં નહીં રમે આ સ્ટાર ખેલાડી !

ટીમ ઈન્ડિયાએ શનિવારે પ્રેક્ટિસ ન કરી

કોહલી સામાન્ય રીતે ડાબા હાથના સ્પિનરો સામે ફસાયેલો જોવા મળ્યો છે. ફાઇનલમાં ભારત માટે વિકેટ પર કોહલીની હાજરી મહત્વની રહેશે. આવી સ્થિતિમાં કોહલી આ મહત્વની મેચમાં વેલાલાગેને પોતાની વિકેટ ન આપવા માંગશે. ટીમ ઈન્ડિયાના મનમાં છેલ્લી મેચની યાદો ચોક્કસપણે તાજી હશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વેલલાગેનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે ઉતરશે. જોકે ટીમ ઈન્ડિયાએ શનિવારે પ્રેક્ટિસ કરી ન હતી. આવી સ્થિતિમાં ફાઈનલ ફરી એકવાર ભારત માટે માથાનો દુખાવો બને છે કે કેમ તેના પર નજર રહેશે. આ મેચ આર પ્રેમદાસા ખાતે રમાવાની છે અને આ પીચ સ્પિનરોને માટે સ્વર્ગ સમાન છે, એવામાં વેલલાગે ભારત સામે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article