એશિઝ સીરિઝ: ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ટેમી બ્યુમોન્ટે રચ્યો ઇતિહાસ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ મહિલા એશિઝ સીરિઝમાં ટેમી બ્યુમોન્ટને શાનદાર બેવડી સદી ફટકારી ઇતિહાસ રચી દીધો હતો. બ્યુમોન્ટન ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર મહિલા ખેલાડી બની હતી.

એશિઝ સીરિઝ: ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ટેમી બ્યુમોન્ટે રચ્યો ઇતિહાસ
Tammy Beaumont
| Edited By: | Updated on: Jun 24, 2023 | 11:57 PM

ઈંગ્લેન્ડની બેટ્સમેન ટેમી બ્યુમોન્ટે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી છે. ટેમીએ આ કમાલ મેચના ત્રીજા દિવસે કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ બેવડી સદી છે, સાથે જ ટેસ્ટમાં અંગ્રેજ મહિલા બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી પ્રથમ બેવડી સદી છે. આ સ્કોર ટેમી દ્વારા ઈંગ્લેન્ડની મહિલા ટીમ તરફથી કોઈપણ ફોર્મેટમાં બનાવેલો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

ટેમી બ્યુમોન્ટે બેવડી સદી

ટેમી બ્યુમોન્ટની આ સતત બીજી સદી છે. તેણે અગાઉ 15 થી 17 જૂન વચ્ચે ડર્બીમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારી હતી. તે મેચમાં બ્યુમોન્ટે 201 રનની ઇનિંગ રમી હતી. બ્યુમોન્ટે 116મી ઓવરના બીજા બોલ પર સિંગલ લઈને તેની બેવડી સદી પૂરી કરી હતી.

મહિલા ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી આઠમી ખેલાડી

ટેમીની આ આઠમી ટેસ્ટ મેચ છે. આ મેચ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 રન હતો.ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી આ મેચમાં ટેમીએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી અને તેને બેવડી સદીમાં બદલવામાં પણ સફળ રહી હતીમીની આ ઇનિંગે ઇંગ્લેન્ડની ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 473 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર સામે ઈંગ્લેન્ડને કોઈએ સંભાળ્યું હોય તો તે માત્ર ટેમી હતી .ટેમી મહિલા ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી આઠમી ખેલાડી બની ગઈ છે.

ઈંગ્લેન્ડની ટીમ 463 રનમાં ઓલઆઉટ

ટેમીએ એક છેડો સાંચવી રાખ્યો અને ટીમના સ્કોરબોર્ડને આગળ વધારતી રહી. આ ઓપનરે ઓસ્ટ્રેલિયાના બોલરોનો જોરદાર સામનો કર્યો હતો. નેટ શિવર અને કેપ્ટન હિથર નાઈટે તેને સાથ આપ્યો અને અડધી સદી ફટકારી હતી. ટેમીએ શિવર સાથે 137 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા તેણે નાઈટ સાથે 115 રનની ભાગીદારી કરી હતી. ટેમી 208ના અંગત સ્કોર પર એશ્લે ગાર્ડનરનો શિકાર બની હતી અને આ સાથે ઈંગ્લેન્ડની ટીમ 463 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેમીએ તેની ઈનિંગમાં 331 બોલનો સામનો કર્યો હતો અને 27 ચોગ્ગા ફટકાર્યા હતા.


આ પણ વાંચોઃ PHOTOS : અદાણી ગ્રુપ દ્વારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે ‘જીતેંગે હમ’ અભિયાનનો આરંભ, 1983ની વિશ્વ વિજેતા ટીમ રહી હાજર

ઓસ્ટ્રેલિયાની સધરલેન્ડે સદી ફટકારી

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરી હતી. તેની તરફથી એનાબેલ સધરલેન્ડે શાનદાર સદી ફટકારી હતી. સધરલેન્ડે 184 બોલમાં 137 રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં તેણે 184 બોલનો સામનો કર્યો હતો અને 16 ફોર અને એક સિક્સર પણ ફટકારી હતી. જોકે એલિસ પેરી તેની સદી ચૂકી ગઈ હતી અને 99 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તાહિલા મેકગ્રાએ 61 રનની ઇનિંગ રમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો