સૌરવ ગાંગુલી લોર્ડ્સ ટેસ્ટ જોવા સ્ટેડિયમ પહોંચ્યો, તસવીરો થઈ વાયરલ

|

Jun 29, 2023 | 7:51 PM

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ જોવા ભારતનો પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી લોર્ડસ પહોંચ્યો હતો. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

સૌરવ ગાંગુલી લોર્ડ્સ ટેસ્ટ જોવા સ્ટેડિયમ પહોંચ્યો, તસવીરો થઈ વાયરલ
Sourav Ganguly at Lords

Follow us on

લોર્ડસમાં એશિઝ 2023ની બીજી ટેસ્ટ મેચ હાલ ચાલી રહી છે. લોર્ડસના ઐતિહાસિક મેદાનમાં એશિઝ ટેસ્ટ નિહાળવા અનેક પૂર્વ ખેલાડી આવતા હોય છે, જેમાં હવે ભારતના પૂર્વ કપ્તાનનો સમાવેશ થયો છે. લોર્ડસ ટેસ્ટના પહેલા દિવસે એક ફોટો વાયરલ થયો હતો. જેમાં ગાંગુલી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું.

સૌરવ ગાંગુલી લોર્ડસ પહોંચ્યો

પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને અનેક લોકોએ આ ફોટોને શેર પણ કર્યા હતા.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

વાયરલ થયો ફોટો

લોર્ડસ ટેસ્ટમાં વાયરલ થયેલ ફોટોમાં સૌરવ ગાંગુલી સ્ટેડિયમમાં પોતાની સીટ પર બેઠો હોય છે, તેના કાનમાં ઈયરફોન છે અને તે મોબાઇલમાં કઇંક જોઈ રહ્યો હોય છે, ત્યારે આ ફોટો કલીક થયો હતો. આ સિવાય લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન બે-ચાર સેકન્ડ માટે જ તે સ્ક્રીન પર દેખાઈ છે.

લોર્ડસ સાથે છે ખાસ કનેક્શન

સૌરવ ગાંગુલીને ઈંગ્લેન્ડ અને લોર્ડસ સાથે ખાસ કનેક્શન છે. ગાંગુલીએ લોર્ડસ ટેસ્ટમાં સદીની સાથે કરિયર શરુ કર્યું હતું, તેમજ તેણે સતત 2 ટેસ્ટ મેચમાં સદી પણ ફટકારી હતી. આ સિવાય વર્ષ 2002માં નેટ વેસ્ટ સીરિઝની ફાઇનલમાં સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે લોર્ડ્સમાં શાનદાર જીત મેળવી હતી અને મેચ જીત્યા બાદ કેપ્ટન ગાંગુલીએ પોતાની ટી-શર્ટ ઉતારી હવામાં ફરકાવીને ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ Eid al Adha : સ્ટાર ક્રિકેટરોએ કરી ઈદની ઉજવણી, શમીએ ટ્વિટ કરી આપ્યો ખાસ મેસેજ

લોર્ડસ ટેસ્ટમાં પહેલા દિવસે શું થયું?

લોર્ડસ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમતના અંત સુધી 5 વિકેટ ગુમાવી 339 રન બનાવી લીધા હતા. સ્ટીવ સ્મિથ 85 રન અને એલેક્સ કેરી 11 રન બનાવીને ક્રિઝ પર હાજર હતા. આ સિવાય ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે અર્ધસદી ફટકારી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article