ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમોને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય તેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. બંને ટીમો પર ICC દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મતલબ કે જીત બાદ પણ ઓસ્ટ્રેલિયાનું નુકસાન થયું છે જ્યારે બીજી તરફ હાર્યા બાદ ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો લાગ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને દંડ ફટકાર્યો છે. દંડ હેઠળ, બંને ટીમોએ મેચ ફીના 40 ટકા ચૂકવવા પડશે. આ સિવાય WTCના પોઈન્ટ ટેબલમાં પણ 2-2 પોઈન્ટ ગુમાવવા પડશે.
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ હવે 2 પોઈન્ટ બાદ થતાં ઓસ્ટ્રેલિયાના માત્ર 10 પોઈન્ટ જ રહેશે. બીજી તરફ ટેસ્ટ મેચ હાર્યા બાદ એક પણ પોઈન્ટ ન મેળવનાર ઈંગ્લેન્ડના હવે શૂન્યથી -2 પોઈન્ટ થી ગયા છે.
🚨 JUST IN: Australia and England have been handed crucial #WTC25 sanctions after the first #Ashes Test.
Details 👇https://t.co/VmEz7pYKFU
— ICC (@ICC) June 21, 2023
ICC તરફથી પ્રેસ રિલીઝ જારી કરીને બંને ટીમો પર દંડ અને પોઈન્ટ કપાત વિશે જણાવવામાં આવ્યું હતું. આ યાદી મુજબ, મેચ રેફરીને જાણવા મળ્યું હતું કે બંને ટીમોએ નિર્ધારિત સમય સુધીમાં પોતપોતાની ઓવરોનો ક્વોટા પૂરો કર્યો ન હતો. બંને ટીમો નિર્ધારિત સમય સુધી 2 ઓવર પાછળ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેપ્ટને સ્લો ઓવર રેટની વાત સ્વીકારી લીધી હતી, તેથી આ મામલે વધુ સુનાવણીની જરૂર નથી.
ઈંગ્લેન્ડના ખેલાડીઓને એક ટેસ્ટ રમવાના 15 લાખ રૂપિયા મળે છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને એક ટેસ્ટ માટે 16 લાખ રૂપિયા મળે છે. હવે 40 ટકા દંડ મુજબ ઈંગ્લેન્ડના ખેલાડીઓના 6 લાખ રૂપિયા જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના 6 લાખ 40 હજાર રૂપિયા કાપવામાં આવશે.
Two inspirational captains, one unforgettable contest 🙌 #Ashes | #WTC25 pic.twitter.com/3ETreNtOhF
— ICC (@ICC) June 20, 2023
આ પણ વાંચોઃ IND A vs BAN A, Final: ભારતીય ટીમ બની એશિયાની ચેમ્પિયન, શ્રેયંકા પાટિલે 15 રન આપીને 9 વિકેટ ઝડપી
ઈંગ્લેન્ડ પ્રવાસ પર આ બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયાને સ્લો ઓવર રેટનો દંડ થયો હોય. આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત સામે આ જ કારણસર ઓસ્ટ્રેલિયાને દંડ ફટકારવામાં આવ્યો હતો અને મેચ ફીના 80 ટકા કાપવામાં આવ્યા હતા.