Ashes 2021: કોરોના પ્રોટોકોલને લઇને પર્થ પાસેથી એશિઝ ટેસ્ટ છિનવાઇ, ઇતિહાસમાં પ્રથમ વાર સિરીઝની મેચ હોબાર્ટમાં રમાશે

એશિઝ શ્રેણી (Ashes Series) ની 5મી અને અંતિમ ટેસ્ટ 14-18 જાન્યુઆરી 2022 વચ્ચે રમાશે.

Ashes 2021: કોરોના પ્રોટોકોલને લઇને પર્થ પાસેથી એશિઝ ટેસ્ટ છિનવાઇ, ઇતિહાસમાં પ્રથમ વાર સિરીઝની મેચ હોબાર્ટમાં રમાશે
Hobart Stadium
| Edited By: | Updated on: Dec 11, 2021 | 10:00 AM

હોબાર્ટ (Hobart) હવે એશિઝ શ્રેણીની 5મી ટેસ્ટનું આયોજન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે એશિઝની 5મી અને અંતિમ ટેસ્ટનું સ્થળ તાસ્માનિયાનુ હોબાર્ટ હશે. અગાઉ આ ટેસ્ટ મેચ પર્થમાં યોજાવાની હતી. જો કે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજ્યના કડક કોરોના પ્રોટોકોલ (Corona Protocol) ને કારણે, તેનું હોસ્ટિંગ પર્થ (Perth) માંથી છીનવી લેવામાં આવ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે હોબાર્ટ એશિઝ ટેસ્ટનું આયોજન કરશે.

આ પહેલા હોબાર્ટમાં મેન્સ એશિઝની કોઈ મેચ રમાઈ ન હતી. એશિઝ શ્રેણીની 5મી અને અંતિમ ટેસ્ટ 14-18 જાન્યુઆરી 2022 વચ્ચે રમાશે. હોબાર્ટમાં રમાનારી 5મી અને અંતિમ ટેસ્ટ ફ્લડલાઇટ હેઠળ એટલે કે દુધિયા પ્રકાશમાં રમાશે. મતલબ કે ગુલાબી બોલથી ડે-નાઈટ ટેસ્ટ રમાશે. હોબાર્ટ અગાઉ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટનું આયોજન કરવાનું હતું, જે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલીએ કહ્યું, તે હોબાર્ટમાં આયોજિત 5મી ટેસ્ટને લઈને ખુશ છે. આ પ્રથમ વખત છે જ્યારે અહીં એશિઝ શ્રેણી રમાઈ રહી છે અને હું તેના સમર્થન માટે તાસ્માનિયા સરકારનો આભાર માનું છું.

 

એશિઝની શરૂઆતના 2 દિવસ પહેલા પર્થ પાસેથી ટેસ્ટ છીનવાઇ

અગાઉ, એશિઝ સિરીઝ શરૂ થવાના બે દિવસ પહેલા, એવા અહેવાલ હતા કે પર્થ એશિઝ શ્રેણીની 5મી ટેસ્ટની યજમાની નહીં કરે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના સંબંધિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને છેલ્લી ટેસ્ટનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેણે તમામ પ્રયાસ કર્યા છે કે ટેસ્ટ મેચ પર્થમાં જ રમાય. પરંતુ, કમનસીબે આવું થશે નહીં. એશિઝ શ્રેણીની છેલ્લી ટેસ્ટનું સ્થળ પર્થથી બદલવામાં આવ્યું છે. અને, હવે હોબાર્ટ તેનું નવું સ્થળ હશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO હોબાર્ટને નવા સ્થળ બનવાથી ખુશ છે અને તેને હોસ્ટિંગ માટે યોગ્ય ગણાવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ હોબાર્ટમાં રમાવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી હતી, તેથી નિક હોકલી પણ હોબાર્ટના ક્રિકેટ ચાહકોને વળતર તરીકે 5મી ટેસ્ટની યજમાની કરવા તરફ જોઈ રહ્યો છે.

 

આ પણ વાંચો:  સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે

 

આ પણ વાંચો:  Virat Kohli: વન ડે કેપ્ટનશિપથી હટાવવા પહેલા વિરાટ કોહલી સાથે વાત સુદ્ધાં નહોતી કરી, ગેરહાજરીમાં જ લઇ લેવાયો હતો નિર્ણય!

Published On - 9:58 am, Sat, 11 December 21