પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ગુરુવારે આ વર્ષે યોજાનાર એશિયા કપની તારીખોની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સાથે ભારત માટે પણ સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમ હાલ ઈજાઓથી પરેશાન છે. જસપ્રીત બુમરાહ ટીમના મુખ્ય બોલરોમાંથી એક છે પરંતુ તે ઈજાના કારણે લાંબા સમયથી બહાર છે. તેના સિવાય ટીમનો યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત છે અને મેદાનથી દૂર છે. હવે આ બંને વિશે એવા સમાચાર આવ્યા છે કે ચાહકો ખુશ થઈ જશે.
બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી. ગયા વર્ષે તેને આ ઈજા થઈ હતી જેના કારણે તે T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહોતો. તે IPL પણ રમી શક્યો ન હતો. તો બીજી તરફ અય્યરને પણ પીઠમાં ઈજા થઈ છે અને તે પણ આ ઈજાને કારણે IPL રમી શક્યો નથી.
Jasprit Bumrah and Shreyas Iyer are aiming to make a comeback in the 2023 Asia Cup. (Reported by Espncricinfo). pic.twitter.com/2GJOpoQ3ox
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 15, 2023
વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, બુમરાહ અને અય્યરે હાલમાં જ સર્જરી કરાવી છે અને આ બંને ખેલાડીઓ એશિયા કપમાં વાપસી કરી શકે છે. NCAનો મેડિકલ સ્ટાફ આ બંને પર નજર રાખી રહ્યો છે અને મેડિકલ સ્ટાફ ખૂબ જ સકારાત્મક છે કે બંને એશિયા કપમાં પુનરાગમન કરી શકે છે. બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની સર્જરી કરાવી હતી. તેણે માર્ચમાં આ સર્જરી કરાવી હતી. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટ રમી નથી.
બુમરાહ હાલમાં ફિઝિયોથેરાપી સેશનમાં ભાગ લઈ રહ્યો છે. તાજેતરમાં તેણે હળવી બોલિંગ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે અય્યરને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં ઈજા થઈ હતી. લંડનમાં તેની સર્જરી થઈ હતી અને તે પણ હાલમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે.
Every Jasprit Bumrah wicket from 2021-2022 ENGvIND series.
Major missing in WTC Final 😞pic.twitter.com/vrOvJ1tqCv
— ANKIT🚬 (@Imankit6908) June 6, 2023
આ પણ વાંચોઃ India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ વખત થશે ટક્કર? જાણો કેવી રીતે
જો બુમરાહ અને અય્યર એશિયા કપમાં વાપસી કરશે તો ટીમ ઈન્ડિયા માટે આ એક સારા સમાચાર હશે કારણ કે એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપ રમવાનો છે. આ વર્લ્ડ કપમાં બુમરાહ અને અય્યરની ભૂમિકા મહત્વની રહેશે અને જો આ બંને એશિયા કપ રમશે તો ઈજા બાદ બંનેને લયમાં આવવાની તક મળશે.
Published On - 8:31 pm, Thu, 15 June 23