IPL 2023 : અર્શદીપ સિંહને બે વખત સ્ટમ્પ તોડવું ભારે પડ્યુ, BCCIને થયું લાખોનું નુકસાન

પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મુંબઈ ઈન્ડિયન્સ સામે બે વખત સ્ટમ્પ તોડ્યા હતા. અર્શદીપે આ મેચમાં 4 વિકેટ લીધી હતી. પરંતુ અર્શદીપની શાનદાર બોલિંગ બીસીસીઆઈને મોંઘી પડી હતી.

IPL 2023  : અર્શદીપ સિંહને બે વખત સ્ટમ્પ તોડવું ભારે પડ્યુ, BCCIને થયું લાખોનું નુકસાન
| Edited By: | Updated on: Apr 24, 2023 | 2:27 PM

IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ બનાવી શકી હતી. પંજાબની જીતનો હીરો અર્શદીપ સિંહ રહ્યો હતો. અર્શદીપે આ મેચમાં 4 વિકેટ લીધી હતી. પરંતુ અર્શદીપની શાનદાર બોલિંગ બીસીસીઆઈને મોંઘી પડી.

 

અર્શદીપે સ્ટમ્પ તોડ્યો

મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. ત્યારબાદ પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને બોલ અર્શદીપ સિંહને આપ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. ટિમ ડેવિડે તેના પ્રથમ બોલ પર સિંગલ લીધો હતો. ત્યારબાદ બીજા બોલ પર તેણે કોઈ રન આપ્યો ન હતો. આ પછી તેણે ત્રીજા બોલ પર તિલક વર્માને ક્લીન બોલ્ડ કર્યો અને મિડલ સ્ટમ્પ પણ તોડી નાખ્યો. ત્યારબાદ ચોથા બોલ પર પણ તેણે સ્ટમ્પ તોડી નેહલ વડેરાને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ વખતે પણ સ્ટમ્પ તૂટીને દૂર પડી ગયો હતો.

BCCIને લાખોનું નુકસાન

અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં 16 રન બચાવીને પંજાબની ટીમને જીત અપાવી હતી, પરંતુ બીસીસીઆઈને લગભગ 30 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, LED સ્ટમ્પ અને જિંગ બેલના સેટની કિંમત લગભગ $40,000 એટલે કે લગભગ 30 લાખ રૂપિયા છે. અર્શદીપે એક પછી એક બે વખત સ્ટમ્પ તોડ્યા, આવી સ્થિતિમાં બોર્ડને લાખોનું નુકસાન થયું છે.

 

 

પંજાબે રોમાંચક મેચ જીતી

પંજાબ કિંગ્સે મુંબઈની ટીમને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી નથી. જ્યારે ઓપનર ઈશાન કિશન માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત શર્મા અને ગ્રીને શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે આ બંને બેટ્સમેન રમી રહ્યા હતા. ત્યારબાદ મુંબઈની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ રોહિત 44 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રીને 67 રનનું યોગદાન આપ્યું હતું.

રોહિતના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે રન બનાવવાની જવાબદારી સંભાળી હતી. તેણે કેટલાક આકર્ષક સ્ટ્રોક રમ્યા. સૂર્યાએ 26 બોલમાં 57 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 3 લાંબી છગ્ગાનો સમાવેશ થાય છે. ટિમ ડેવિડે 13 બોલમાં 25 રન બનાવ્યા, પરંતુ તે મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી શક્યો નહીં.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો