IPL 2023: Live મેચમાં LSG ના કોચ દ્વારા અંપાયરને કર્યો ‘ગંદો’ ઈશારો! નટ-બોલ્ટ ફેંકવા બાદ મચ્યો હંગામો

Andy Flower, IPL 2023: હૈદરાબાદમાં લખનૌ સુપર જાયન્ટ્સ પર નટ બોલ્ટ ફેંકવામાં આવ્યા હતા, જેને લઈ વિવાદ સર્જાઈ ગયો છે. આ દરમિયાન એન્ડી ફ્લાવરે અંપાયરને ગંદો ઈશારો કર્યો હોવાનુ નજર આવ્યુ છે.

IPL 2023: Live મેચમાં LSG ના કોચ દ્વારા અંપાયરને કર્યો ગંદો ઈશારો! નટ-બોલ્ટ ફેંકવા બાદ મચ્યો હંગામો
Andy Flower controversy
| Edited By: | Updated on: May 13, 2023 | 10:45 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે શનિવારે હૈદરાબાદમાં રમાયેલી IPL 2023 ની મેચમાં ભારે વિવાદ સર્જાઈ ગયો છે. મેચમાં જીતની ચર્ચા કરતા અંપાયરે કરેલી ભૂલ અને ત્યારબાદના વિવાદને લઈ ચારે તરફ ચર્ચા છવાઈ ગઈ છે. હૈદરાબાદની બેટિંગ ઈનીંગ ચાલી રહી હતી, ત્યારે અંપાયરે ભૂલ કરી હતી. જેને લઈ વિવાદ સર્જાયો હતો. વિવાદ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ પર નટ બોલ્ટ્સ ફેંકવામાં આવ્યા હતા. તો વળી આ દરમિયાન લખનૌના કોચ દ્વારા અભદ્ર ઈશારો કરવામાં આવ્યો હતો અને જેની તસ્વીર હવે વાયરલ થવા લાગી છે. જેને લઈ વિવાદ વકર્યો છે.

હૈદરાબાદની બેટિંગ ઈનિંગ દરમિયાન અંપાયરના નિર્ણયને લઈ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો પણ ખૂબજ રોષે ભરાયા હતા અને શોર મચાવવા લાગ્યા હતા. તો વળી લખનૌ સુપર જાયન્ટ્સના ડગ આઉટ પર નટ બોલ્ટ ફેંકવામાં આવ્યા હતા. લખનૌની ટીમ જેને લઈ મેદાનમાં દોડી ગઈ હતી. આ દરમિયાન હંગામો વધી જતા મેચ કેટલોક સમય રોકાઈ ગઈ હતી.

અભદ્ર ઈશારો કરવાની તસ્વીર થઈ વાયરલ

લખનૌના કોચ એન્ડી ફ્લાવરે અંપાયરને મીડલ ફિંગર બતાવીને ગંદો ઈશારો કર્યો હોવાની તસ્વીર વાયરલ થઈ છે. જોકે આ તસ્વીર અંગેની વાસ્તવિક હકીકત હજુ સ્પષ્ટ થઈ શકી નથી. અત્યાર સુધી આ અંગે કોઈ જ નિવેદન કોઈની તરફથી સામે આવ્યુ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર મુજબ ફેન્સ દ્વારા લખવામાં આવ્યુ છે કે, કોચ દ્વારા અંપાયરને મીડલ ફિંગર દર્શાવવામાં આવી છે. જોકે આ અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા બતાવાઈ રહ્યુ છે કે, કોચ ફ્લાવર અંપાયરને એ કહી રહ્યા છે કે, દર્શકોમાંથી કોઈએ આંગળી બતાવી હતી.

 

અવેશના નો-બોલ પર હંગામો

પહેલા ગૌતમ ગંભીર અને હવે એન્ડી ફ્લાવર એમ લખનૌના કોચ વિવાદને ચર્ચામાં રહ્યા છે. આખોય વિવાદ એક નો બોલને લઈ શરુ થયો હતો. અવેશ ખાનને 19મી ઓવરમાં નો બોલ આપવામાં આવ્યો હતો. આ નો બોલ હાઈટને લઈ અપાયો હતો. જેની પર રિવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં ટીવી અંપાયરે ફિલ્ડ અંપાયરનો નિર્ણય બદલતા ફેયર બોલ જાહેર કર્યો હતો. જેના બાદ જાણે કે હંગામો મચી ગયો હતો. દર્શકોએ સ્ટેડિયમમાં હંગામો મચાવી દીધો હતો.

 

 

આ પણ વાંચોઃ SRH vs LSG IPL Match Result: પૂરનની તોફાની રમત વડે લખનૌએ 7 વિકેટે મેળવી રોમાંચક જીત, પ્રેરક માંકડની અડધી સદી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 10:02 pm, Sat, 13 May 23