શ્રીલંકા સામે રમાયેલી એશિયા કપ (Asia Cup 2023)ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) મેન ધ ઓફ મેચમાં મળેલા 4 લાખ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને ભેટમાં આપ્યા હતા. આ પછી માત્ર મેચમાં તેના પ્રદર્શન માટે જ નહીં પરંતુ ઈનામની રકમ ભેટ કરવા માટે પણ તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પણ તેમની સ્ટાઈલના વખાણ કરતા પોતાને રોકી શક્યા નથી.
આનંદ મહિન્દ્રાએ એક્સ (ટ્વિટર) પર લખ્યું કે મને નથી લાગતું કે મેં ક્યારેય વિરોધી ટીમ માટે આટલું દુઃખ અનુભવ્યું હોય. એવું લાગે છે કે આપણે વિરોધી ટીમ પર કોઈ અલૌકિક શક્તિનું પ્રદર્શન કર્યું હોય, અને આ શકિત છે સિરાજ. મોહમ્મદ સિરાજની પ્રશંસા કરતા મહિન્દ્રાએ લખ્યું કે તે માર્વેલ એવેન્જરનો હીરો સમાન છે.
I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq
— anand mahindra (@anandmahindra) September 17, 2023
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ જોઈને લોકો માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પોતાને રોકી શક્યા નહીં. યુઝર્સ આનંદ મહિન્દ્રાને કહેવા લાગ્યા કે સિરાજને નવી SUV ગિફ્ટ કરવી જોઈએ. એક યુઝરે લખ્યું, સર કૃપા કરીને સિરાજને એક SUV આપો. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેને લખ્યું છે કે વ્યવસ્થા કરવામાં આવી છે.
આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજના ઘરે ચમકતી SUV કાર આવે તેવી આશા છે. આ પહેલા પણ આનંદ મહિન્દ્રાએ સિરાજને એક SUV ગિફ્ટ કરી હતી. 2021માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ટીમ ઈન્ડિયાના સિરાજ સહિત 6 ક્રિકેટરોને થાર SUV ગિફ્ટમાં આપવામાં આવી હતી. જે બાદ સિરાજે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મહિન્દ્રાનો આભાર માન્યો હતો.
Been there, done that… https://t.co/jBUsxlooZf
— anand mahindra (@anandmahindra) September 17, 2023
આ પણ વાંચો : શ્રીલંકાથી 16 હજાર કિ.મી. દૂર સિરાજે એવું શું કર્યું, જે બાદ તેણે એશિયા કપની ફાઈનલમાં મચાવી તબાહી?
આ પહેલા પણ મહિન્દ્રા ગ્રુપ ઈન્ટરનેશનલ લેવલ પર શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું રહ્યું છે. આનંદ મહિન્દ્રાએ ભારતીય ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદને ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400 ભેટ આપવાની જાહેરાત કરી છે. પ્રગનંદ FIDE વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે. આ સિવાય ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને કસ્ટમાઈઝ્ડ મહિન્દ્રા XUV700 અને બોક્સર નિખત ઝરીનને થાર એસયુવી ભેટમાં આપવામાં આવી હતી.