IPL 2022 માટે દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે! બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં છૂટ મળી શકે છે

|

Mar 16, 2022 | 6:31 PM

આ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને આઈપીએલને બદલે દેશ માટે રમવા પ્રાયોરીટી આપવા કહેવામાં આવ્યું હતું.

IPL 2022 માટે દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે! બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં છૂટ મળી શકે છે
South Africa Cricket (PC: ESPNCricInfo)

Follow us on

દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) અને બાંગ્લાદેશ (Bangladesh Cricket) વચ્ચે માર્ચના છેલ્લા સપ્તાહથી એપ્રિલના બીજા સપ્તાહ સુધી ટેસ્ટ શ્રેણી રમાશે. અત્યાર સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ સિરીઝને કારણે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ IPL 2022 ની શરૂઆતની મેચોમાં ઉપલબ્ધ નહીં હોય. પરંતુ હવે એક અહેવાલ સામે આવ્યો છે કે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડ (CSA) એ IPL ટીમોમાં સામેલ પોતાના ખેલાડીઓને બાંગ્લાદેશ શ્રેણીમાંથી મુક્તિ આપી દીધી છે. એટલે કે હવે દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ શરૂઆતથી જ IPL માટે ઉપલબ્ધ રહેશે.

સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે BCCI અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલા કરાર અનુસાર CSA એ પોતાના ખેલાડીઓને IPL 2022 માં ભાગ લેવા માટે NOC આપી દીધું છે. એક સૂત્રને ટાંકીને, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ નો BCCI સાથે કરાર છે કે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને IPL માટે રિલીઝ કરવામાં આવશે. આ કરારને અકબંધ રાખીને CSA એ ખેલાડીઓને ભારત જવાની પરવાનગી આપી દેવામાં આવે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ પાસે આઈપીએલ અને બાંગ્લાદેશ શ્રેણી વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હતો. તેથી ખેલાડીઓએ સર્વસંમતિથી આગામી આઈપીએલમાં રમવાનું નક્કી કર્યું. અગાઉ, કેપ્ટન ડીન એલ્ગરે તેને વફાદારીની લિટમસ ટેસ્ટ ગણાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વનું છે કે કાગીસો રબાડા (Kagiso Rabada) અને લુંગી એનગિડી (Lungi Ngidi) જેવા સ્ટાર ફાસ્ટ બોલરો આ વખતે આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ માટે રમશે. જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર માર્કો યાનસીન લીગની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમશે. ઈજાના કારણે એનરિક નોર્ટજે પણ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની ટીમને બાંગ્લાદેશ સામે બોલિંગમાં સૌથી વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : ICC Test Rankings 2022: જસપ્રીત બુમરાહને ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું, રેન્કિંગમાં મોટો ઉછાળો

આ પણ વાંચો : IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો

Next Article