વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હવે તમામ ટીમ તેની તૈયારીમાં લાગી જશે. ભારતીય ટીમ પણ તેનાથી અલગ નથી. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ પહેલા ઘણી મેચો પણ રમશે, ત્યારબાદ જ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. જોકે, BCCIની સામે ટીમની પસંદગી પહેલા મુખ્ય પસંદગીકારની નિમણૂક કરવાનો પડકાર છે. આ માટે શોધ ચાલુ છે અને આ રેસમાં ફરી એકવાર અજીત અગરકરનું નામ સામે આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી આ અંગે અલગ-અલગ અટકળો પણ લગાવવામાં આવી રહી છે, જેમાં સ્ટાર ઓપનર વીરેન્દ્ર સેહવાગનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ હવે BCCIના પસંદગીકાર બનવા માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજીત અગરકરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કમિટીના આ નવા સભ્યને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે.
Ajit Agarkar (favourite), Dilip Vengsarkar & Ravi Shastri in the BCCI scheme of things for chief selectors post. [@abhishereporter] pic.twitter.com/gnEKsUAV4y
— Johns. (@CricCrazyJohns) June 28, 2023
હવે સમાચાર એજન્સી PTIએ તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે મુંબઈના પૂર્વ ભારતીય ઝડપી બોલર અગરકરને આ ભૂમિકા મળી શકે છે. આ 45 વર્ષીય અનુભવી ઝડપી બોલરનું નામ બે વર્ષ પહેલા પણ આ પદ માટે ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ચેતન શર્માને આ જવાબદારી મળી હતી. આ વખતે તેની પસંદગી નિશ્ચિત જણાય છે. તે હાલમાં IPLમાં દિલ્હી કેપિટલ્સનો બોલિંગ કોચ પણ છે.
અજીત અગરકરની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે કારણ કે બોર્ડ કોઈ એવી વ્યક્તિની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે જે ટીમ મેનેજમેન્ટમાં સામેલ દિગ્ગજ વ્યક્તિઓ સાથે બરાબરી કરી શકે અને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અને આવનાર સમયના પરિવર્તનોમાં ફાળો આપી શકે.
The CAC is set to appoint the chief selector for the Indian men’s team, with Ajit Agarkar likely to take on the role. Interviews for the post will be held on July 1.
It is reported that Agarkar is a frontrunner for chief selector’s post. pic.twitter.com/VGdXV8uBz5
— Vipin Tiwari (@vipintiwari952) June 28, 2023
અજીત અગરકરે ભારત માટે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અગરકરે 26 ટેસ્ટમાં 58 વિકેટ અને 191 વનડેમાં 288 વિકેટ લીધી હતી. એટલું જ નહીં તેણે 4 T20 મેચ પણ ભારત તરફથી રમી હતી. તે 2007માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો.
Published On - 11:38 pm, Wed, 28 June 23