Asia Cup 2022: શ્રીલંકા સામે હાર બાદ મોટો સવાલ, હવે શુ થશે ? શુ ભારત હજુ પણ ફાઈનલમાં પ્રવેશી શકે છે ? કેવી રીતે ?

|

Sep 07, 2022 | 8:27 AM

શ્રીલંકા સામેની હાર બાદ સવાલ એ ઉઠ્યો છે કે હવે ટીમ ઈન્ડિયા ફાઈનલ કેવી રીતે રમશે ? કારણ કે, હવે ઘણા જો અને તો તેમાં જોડાઈ ગયા છે.

Asia Cup 2022: શ્રીલંકા સામે હાર બાદ મોટો સવાલ, હવે શુ થશે ? શુ ભારત હજુ પણ ફાઈનલમાં પ્રવેશી શકે છે ? કેવી રીતે ?
Rohit sharma, Captain, Team India

Follow us on

એશિયા કપના (ASIA CUP) ગ્રુપ સ્ટેજમાં અજેય રહેલી ભારતીય ટીમને સુપર ફોરમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન (pakistan) બાદ હવે શ્રીલંકાએ (srilanka) પણ તેને 6 વિકેટે હરાવ્યું છે. આ હાર બાદ તેની એશિયા કપ 2022ની ફાઈનલ રમવાની આશાઓ ધૂળમા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સવાલ એ ઊભો થયો છે કે હવે ટીમ ઈન્ડિયા (Team India) ફાઈનલ કેવી રીતે રમશે ? કારણ કે, હવે ઘણા જો અને તો તેમાં જોડાઈ ગયા છે. પરંતુ, મામલો એક જ છે કે જો અને તો નો જવાબ મળી જાય તો, હાલમાં રેસમાંથી બહાર દેખાતી ટીમ ઈન્ડિયા ફાઈનલ રમી શકે છે.

શ્રીલંકા સામેની હાર પછી પણ છે તક

એશિયા કપ 2022ની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. ક્રિકેટ ચાહકોને આશા હતી કે તેઓ ફાઈનલના બહાને ફરી એકવાર ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. પરંતુ, શ્રીલંકા સામે ભારતની હાર બાદ તે ઈચ્છા હવે પૂર્ણ થશે નહીં. પરંતુ, ટીમ ઈન્ડિયા ફાઈનલ રમતી જોવા મળી શકે છે.

હવે બધો આધાર નસીબ અને વિરોધી ટીમ પર

સવાલ એ છે કે હવે ટીમ ઈન્ડિયા ફાઈનલ રમશે તો કેવી રીતે થશે ? તો થોડું નસીબ અને અન્ય ટીમોની દયાથી આ શક્ય બનશે. સુપર ફોર સ્ટેજ પર સતત બે હાર બાદ એ સ્પષ્ટ છે કે ભારતીય ટીમને હવે નસીબ પર આધાર રાખવો પડશે. પરંતુ, નસીબ પણ ત્યારે જ મહેરબાન થશે જ્યારે અન્ય ટીમો વચ્ચેની મેચનું પરિણામ તેની ઈચ્છા મુજબ આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામે પાકિસ્તાન હારે

સવાલ એ થાય છે કે એવું શું થવું જોઈએ કે દરેકને લાગે કે ટીમ ઈન્ડિયાની ઈચ્છા જ થઈ રહી છે ? તેથી આ માટે પાકિસ્તાન માટે આગામી બે મેચમાં હારવું. કોઈપણ રીતે, ભારત-પાકિસ્તાન ફાઈનલનું સમીકરણ હવે ન બની શકે અને જો ભારતે ફાઈનલ રમવી હોય તો પાકિસ્તાને હવે ચેની બન્ને મેચમાં હારવું જરૂરી છે.

ટીમ ઈન્ડિયાએ 8મી સપ્ટેમ્બરે મોટી જીત મેળવી હતી

7મી સપ્ટેમ્બરે એટલે કે આજે થનારી અફઘાનિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં અફધાનિસ્તાને કોઈ પણ ભોગે પાકિસ્તાનને હરાવવું જોઈએ અને 9મી સપ્ટેમ્બરે શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં પણ પાકિસ્તાન હારે તો જ વાત બને. આ બધાની સાથે 8 સપ્ટેમ્બરે ભારતે અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે, જે મોટા અંતરથી જીતવી ખૂબ જ જરૂરી છે. જો આ બધું થશે તો 11 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન નહીં તો ભારત-શ્રીલંકા વચ્ચેની ફાઈનલ ચોક્કસપણે જોવા મળી શકે છે.

ટોસ મહત્વનો

આ તમામ સમીકરણો ભારતીય ટીમની તરફેણમાં ફિટ બેસે છે, પરંતુ સૌથી મહત્વની બાબત ટોસના બોસ બનવાની છે. જે ટીમો પર ભારતીય ટીમે પોતાની આશાઓ રાખી છે, તેમના માટે મેચ પહેલા ટોસના બોસ બનવું મહત્વપૂર્ણ છે. ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવો જરૂરી છે. કારણ કે એશિયા કપ 2022માં અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાંથી 7 મેચમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમનો વિજય થયો છે. અને, જે બે પ્રસંગોએ પ્રથમ બોલિંગ કરનારી ટીમ એટલે કે રનનો પીછો કરતી ટીમ હારી ગઈ છે, તે બંને મેચ હોંગકોંગ સામેની છે.

 

Next Article