એશિયા કપ (Asia Cup 2023) પહેલા શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા (Wanindu Hasarang) એ મોટો નિર્ણય લીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને આ જાહેરાતની તારીખ 15 ઓગસ્ટ છે. મતલબ એ જ તારીખ કે જે દિવસે ધોનીએ 3 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જો કે હવે સવાલ એ છે કે હસરંગાએ અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય કેમ લીધો ? તો તેનું કારણ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ (Asia Cup 2023) છે.
સફેદ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હસરંગાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટથી એશિયા કપનું આયોજન શ્રીલંકામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર છે. એશિયા કપ જીતવા માટે શ્રીલંકા દાવેદાર છે અને વાનિન્દુ હસરંગા શ્રીલંક માટે મહત્વની કડી સાબિત થઈ શકે છે. સવાલ માત્ર એશિયા કપનો જ નથી પણ આગળ ODI વર્લ્ડ કપનો પણ છે, જેના માટે હસરંગા પોતાને તૈયાર રાખવા માંગે છે.
Sri Lanka Men’s all-rounder Wanindu Hasaranga has informed Sri Lanka Cricket that he will retire from playing test cricket. –
READ: https://t.co/cPV4jbzHeZ #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 15, 2023
આ પણ વાંચો : ધોનીએ વર્લ્ડકપ જીત્યો, ટ્રોફીઓ જીતી, કરોડો દિલ જીત્યા, પણ આખી જિંદગી આનો અફસોસ રહેશે
ટેસ્ટ ક્રિકેટમાંથી વાનિન્દુ હસરંગાના નિવૃત્તિથી શ્રીલંકન ક્રિકેટ ટીમ પર વધારે અસર નહીં થાય. કારણ કે તે ક્રિકેટના આ ફોર્મેટમાં શ્રીલંકન ટીમનો નિયમિત સભ્ય નહોતો. ડિસેમ્બર 2020માં ડેબ્યૂ કર્યા બાદ તે માત્ર 4 ટેસ્ટ જ રમી શક્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2021માં રમી હતી. આ 4 ટેસ્ટમાં ઓલરાઉન્ડર તરીકે હસરંગાએ 4 વિકેટ લેવા ઉપરાંત અડધી સદી સાથે 196 રન બનાવ્યા હતા.
The emotional retirement video of MS Dhoni.
– He included his highs, lows, friends & everything included in his 16 years of career. pic.twitter.com/MkI33ZaZ57
— Johns. (@CricCrazyJohns) August 15, 2023
આજથી ત્રણ વર્ષ પહેલા ભારતના વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કપ્તાન એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.