વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા

વનડે ફોર્મેટના ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિમાં એક પણ મેચ ગુમાવ્યા વિના ફાઈનલ સુધી પહોંચેલી ભારતીય ટીમને અંતિમ અને ફાઈનલ મુકાબલામાં હાર મળતા ભારત વર્લ્ડ કપ ટ્રોફી ત્રીજી વાર જીતવાથી વંચિત રહી ગયું હતું. જે બાદ ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ ભારતની હાર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી હતી.

વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
team india stars
| Updated on: Nov 20, 2023 | 4:14 PM

વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત સહિત વિશ્વભરના અનેક દેશના ફેન્સે ટીમ ઈન્ડિયાની હાર બાદ ફોટો અને વીડિયો શેર કર્યા હતા, સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી.

ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતના અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને વર્લ્ડ કપ ફાઈનલ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, વીવીએસ લક્ષ્મણ સહિત અનેક ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

અંતિમ મેચને બાદ કરીએ તો ભારતે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ક્લાસ પ્રદર્શન કર્યું હતું છતાં ફાઈનલમાં હાર થતા ભારતના દિગ્ગજ ક્રિકેટરો પણ ચોક્કસથી નિરાશ થયા હતા, જોકે તેમ છતાં તમામ ક્રિકેટરોએ ભારતને ફાઈનલમાં પહોંચવા અને ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સચિન તેંડુલકરે શું લખ્યું?

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે લખ્યું કે, ‘હાર એ રમતનો એક ભાગ છે, પરંતુ આપણે યાદ રાખીએ કે આ ટીમે આખી ટુર્નામેન્ટમાં પોતાનું સર્વસ્વ આપ્યું છે.’

યુવરાજ સિંહે પાઠવી શુભેચ્છા

યુવરાજ સિંહે વિરાટ કોહલીને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી, સાથે જ રોહિત શર્માને ટીમની શાનદાર કપ્તાની કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગે કરી પોસ્ટ

વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓને ફાઈનલમાં હારવા છતાં મોં ઊંચું કરીને ચાલવા કહ્યું હતું અને ફાઈનલ સુધીની સફર બદલ અભિનંદન આપ્યા હતા.

વીવીએસ લક્ષ્મણે આપી પ્રતિક્રિયા

નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના હેડ અને ભારતના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે લખ્યું હતું કે, ‘ભારત માટે હાર્ટબ્રેક મોમેન્ટ છે. રોહિત અને તેની ટીમના તમામ ખેલાડીઓએ છેલ્લા સાત અઠવાડિયામાં વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શન કર્યું છે. બધા માથું ઊંચું રાખી સન્માનથી ચાલો.’

આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આવ્યા સામ-સામે, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:07 pm, Mon, 20 November 23