Alex Hales Retirement : બ્રોડ પછી વધુ એક ઇંગ્લિશ ખેલાડીએ લીધી નિવૃત્તિ, ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને કહ્યું અલવિદા

લગભગ 12 વર્ષ પહેલા, એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો અને વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ વિસ્ફોટક બેટિંગ સિવાય, મેદાનની બહારની ક્રિયાઓ પણ તેની કારકિર્દીનો મહત્વપૂર્ણ ભાગ હતી, જેના કારણે તે 2019 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો.

Alex Hales Retirement : બ્રોડ પછી વધુ એક ઇંગ્લિશ ખેલાડીએ લીધી નિવૃત્તિ, ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને કહ્યું અલવિદા
Alex - Broad
| Edited By: | Updated on: Aug 04, 2023 | 6:40 PM

ઈંગ્લેન્ડ (England) ક્રિકેટમાં એક અઠવાડિયામાં જ બે દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીની છેલ્લી ટેસ્ટ સાથે, ઇંગ્લેન્ડના મહાન ઝડપી બોલરોમાંના એક સ્ટુઅર્ટ બ્રોડે (Stuart Broad) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. બ્રોડની જાહેરાતના 6 દિવસની અંદર ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન એલેક્સ હેલ્સે (Alex Hales) પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

એલેક્સ હેલ્સે લીધી નિવૃત્તિ

વિસ્ફોટક બેટિંગ અને વિવાદો સાથે સંકળાયેલા 34 વર્ષીય હેલ્સે શુક્રવાર, 4 ઓગસ્ટના રોજ એક નિવેદન જારી કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. હેલ્સે ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઈંગ્લેન્ડ માટે 156 મેચોમાં રકમવાનો મોકો મળ્યો હતો. હેલ્સે નિવૃત્તિની જાહેરાત કરી ખુશી વ્યક્ત કરતાં પોસ્ટ ખુશી વ્યક્ત કરી હતી. તેની છેલ્લી મેચ T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ હતી, જ્યાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતું.

4 વર્ષ બાદ વાપસી કરી ટીમને ચેમ્પિયન બનાવી

2019 વર્લ્ડ કપ પહેલા, તેને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા રિક્રિએશનલ દવાઓ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ઘરઆંગણે વર્લ્ડ કપ રમી શક્યો નહોતો. તે લગભગ ચાર વર્ષ સુધી ટીમની બહાર હતો પરંતુ ગયા વર્ષે હેલ્સ T20 વર્લ્ડ કપ પહેલા ટીમમાં પાછો ફર્યો હતો અને તેણે કમાલ કરી બતાવ્યો હતો. હેલ્સે ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં 212 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ હતી. આમાં તેનો સૌથી મોટો સ્કોર ભારત સામેની સેમીફાઈનલમાં 86 રનની અણનમ ઈનિંગ હતો, જેના આધારે ઈંગ્લેન્ડે 10 વિકેટે જીત મેળવી હતી.

હેલ્સની છેલ્લી મેચ

એલેક્સ હેલ્સની છેલ્લી મેચ ગયા વર્ષના T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી. હેલ્સે ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં ભારત સામેની સેમીફાઈનલમાં વિસ્ફોટક ઈનિંગ્સ પણ ખાસ રહી હતી.

આ પણ વાંચો : Rishabh Pant Fitness Update : રિષભ પંતે 140 kphની સ્પીડ સામે કરી બેટિંગ, આગામી લક્ષ્ય ઝડપી બોડી મુવમેન્ટ

એલેક્સની ક્રિકેટ કારકિર્દી

હેલ્સે 2011માં T20 ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઝડપી બેટિંગથી ખાસ ઓળખ બનાવી હતી. ત્યારબાદ 2014માં ODI અને 2015માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેનું આક્રમક વલણ ટેસ્ટ ક્રિકેટમાં સફળ રહ્યું ન હતું, પરંતુ તેણે વાઈટ બોલ ક્રિકેટમાં તેની કુશળતા દર્શાવી હતી. તેણે 2019માં ઈંગ્લેન્ડ માટે તેની છેલ્લી ODI રમી હતી. એકંદરે, હેલ્સે 11 ટેસ્ટ, 70 ODI અને 75 T20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 573 રન, 2419 રન અને 2074 રન બનાવ્યા હતા. તેણે ODI અને T20માં કુલ 7 સદી ફટકારી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો