PAK vs AFG ICC World Cup LIVE Score : પાકિસ્તાનને આઠ વિકેટે હરાવતું અફઘાનિસ્તાન

PAK vs AFG ICC World Cup 2023 LIVE Score and Updates in Gujarati: બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે પાંચમા સ્થાને છે, જ્યારે વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જનારી અફઘાનિસ્તાન ટીમ 10માં સ્થાને છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો સાત વખત સામસામે આવી ચુકી છે અને તમામ સાતેય વખત પાકિસ્તાને જીત મેળવી છે.

PAK vs AFG ICC World Cup LIVE Score : પાકિસ્તાનને આઠ વિકેટે હરાવતું અફઘાનિસ્તાન
| Edited By: | Updated on: Oct 23, 2023 | 10:04 PM

પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેની પાંચમી મેચ આજે એટલે કે સોમવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન પાકિસ્તાન સામે રમવા માટે તૈયાર છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે પાંચમા સ્થાને છે, જ્યારે વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જનારી અફઘાનિસ્તાનની ટીમ 10માં સ્થાને છે. વર્લ્ડ કપમાં પોતાની આશા જીવંત રાખવા માટે પાકિસ્તાને આજની કરો યા મરો મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Oct 2023 05:52 PM (IST)

    PAK vs AFG ICC World Cup LIVE : અફઘાનિસ્તાનને 283 રનનો લક્ષ્યાંક આપતું પાકિસ્તાન

    અફઘાનિસ્તાન સામે પ્રથમ બેટીંગ કરતા પાકિસ્તાને 50 ઓવરના અંતે 282 રન કર્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 74 રન કર્યા છે. તો ઓપનર્સ અબ્દુલા શફિકે 58 રન કર્યા છે. પાકિસ્તાને પ્રતિઓવર 5.64 રનની સરેરાશથી 7 વિકેટના ભોગે 282 રન કર્યા છે. અફઘાનિસ્તાન તરફથી નુર અહેમદે સૌથી વધુ 3 વિકેટ મેળવી છે. નવીન ઉલ હક્કે 2 વિકેટ મેળવી છે. રાશીદખાનને આ મેચમાં એક પણ વિકેટ મળી નથી.

  • 23 Oct 2023 05:21 PM (IST)

    PAK vs AFG Match live score :બાબર આઝમ આઉટ

    પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આઉટ થયો છે. તે 42મી ઓવરના પાંચમા બોલ પર નૂર અહેમદના હાથે મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો હતો. બાબરે 92 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. પાકિસ્તાને 42 ઓવરમાં પાંચ વિકેટે 206 રન બનાવ્યા છે. શાદાબ ખાન સાથે ઈફ્તિખાર અહેમદ ક્રિઝ પર છે.


  • 23 Oct 2023 05:09 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score :પાકિસ્તાન 40 ઓવરમાં 200 રન સુધી પહોંચી શક્યું નહિ

    અફઘાનિસ્તાનના સ્પિનરોએ પાકિસ્તાની ટીમ પર તબાહી મચાવી છે. બોલરોએ પોતાની પકડ એટલી મજબૂત કરી લીધી કે ટીમ 40 ઓવરમાં 200 રન પણ બનાવી શકી નહીં.

  • 23 Oct 2023 04:23 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score :પાકિસ્તાને 150નો આંકડો પાર કર્યો

    પાકિસ્તાનની ટીમે 150 રનનો આંકડો પાર કરી લીધો છે. બાબર આઝમ તેની અડધી સદીથી માત્ર 3 રન દૂર છે. બીજી તરફ સઈદ શકીલ છે.

  • 23 Oct 2023 03:35 PM (IST)

    Afghanistan vs Pakistan live score :પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર

    પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે તેના 100 રન પૂરા કર્યા છે. તેણે 22 ઓવરમાં એક વિકેટે 109 રન બનાવ્યા છે. અબ્દુલ્લા શફીક અને કેપ્ટન બાબર આઝમે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી છે. અબ્દુલ્લા 58 અને બાબર 32 રન બનાવીને અણનમ છે.

  • 23 Oct 2023 03:21 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score :અબ્દુલ્લા શફીક અડધી સદીની નજીક

    પાકિસ્તાનનો ઓપનર અબ્દુલ્લા શફીક તેની અડધી સદીથી માત્ર 4 રન દૂર છે. બીજા છેડે સુકાની બાબર આઝમ તેને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ 100 રનથી માત્ર 18 રન દૂર છે.

  • 23 Oct 2023 03:11 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score :14 ઓવરમાં 72 રન બનાવ્યા

    14 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 72 રન છે. બાબર આઝમ 15 રન અને અબ્દુલ્લા શફીક 39 રન સાથે રમી રહ્યા છે. ઈમામ ઉલ હક 15 રન બનાવીને આઉટ થયો હતો.

  • 23 Oct 2023 02:56 PM (IST)

    PAK vs AFG ICC World Cup 2023 LIVE Score and Updates in Gujarati: ઈમામ ઉલ હકનું બેટ ચાલ્યું નહિ

    પાકિસ્તાનને પહેલો ફટકો 11મી ઓવરના પહેલા બોલ પર લાગ્યો હતો. અઝમતુલ્લાએ ઈમામ ઉલ હકને નવીન ઉલ હકના હાથે કેચ કરાવ્યો હતો. ઈમામ 22 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે અબ્દુલ્લા શફીક સાથે પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનનો સ્કોર 11 ઓવરમાં એક વિકેટે 63 રન છે. અબ્દુલ્લા શફીક 39 અને સુકાની બાબર આઝમ છ રન બનાવીને અણનમ છે.

  • 23 Oct 2023 02:47 PM (IST)

    PAK vs AFG live score :પાકિસ્તાનને પહેલો ઝટકો, ઈમામ ઉલ હક 17 રન બનાવીને આઉટ

  • 23 Oct 2023 02:47 PM (IST)

    PAK vs AFG ICC World Cup LIVE Score:પાકિસ્તાને 50 રન પૂરા કર્યા

    પાકિસ્તાનની ટીમે 50 રન પૂરા કર્યા. તેણે આઠ ઓવરમાં કોઈ નુકશાન વિના 51 રન બનાવ્યા છે. અબ્દુલ્લા શફીક 31 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. ઈમામ ઉલ હક 17 બોલમાં 15 રન બનાવીને અણનમ છે. શફીક અને ઈમામે પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી.

  • 23 Oct 2023 02:43 PM (IST)

    PAK vs AFG live score :પાકિસ્તાને 2023માં પાવરપ્લેમાં ODIમાં પ્રથમ સિક્સ ફટકારી

    પાકિસ્તાન સામેની મેચમાં અબ્દુલ્લા શફીકે 5મી ઓવરમાં સિક્સર ફટકારી હતી. 2023માં ODIમાં પાવરપ્લેમાં પાકિસ્તાનનો આ પહેલી સિક્સ છે. પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 51 રન બનાવી લીધા છે.

  • 23 Oct 2023 02:24 PM (IST)

    Afghanistan vs Pakistan Cricket Match live score :અબ્દુલ્લા શફીકે સિક્સ ફટકારી

    અબ્દુલ્લા શફીકે નવીન ઉલ હકના સતત બે બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. તે 18 રન પર રમી રહ્યો છે.

  • 23 Oct 2023 02:09 PM (IST)

    PAK vs AFG ICC World Cup live score :પાકિસ્તાનની ઇનિંગ શરૂ

    અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક ક્રિઝ પર આવ્યા છે. નવીન ઉલ હકે અફઘાનિસ્તાન તરફથી બોલિંગની શરૂઆત કરી છે. પાકિસ્તાનને સારી શરૂઆત અપાવવાની જવાબદારી અબ્દુલ્લા અને ઈમામની છે.

  • 23 Oct 2023 02:06 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score : અફઘાનિસ્તાનની ટીમ આ ટીમ સામે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ જીતી નથી

    1. ભારત – 10 મેચ
    2. સાઉથ આફ્રિકા – 3 મેચ
    3. ઓસ્ટ્રેલિયા – 4 મેચ
    4. નેપાળ – 1 મેચ
    5. ન્યુઝીલેન્ડ – 3 મેચ
  • 23 Oct 2023 02:03 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score : થોડી જ વારમાં મેચ શરુ થશે

  • 23 Oct 2023 01:56 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score :પાકિસ્તાનની પ્લેઈંગ-11

  • 23 Oct 2023 01:49 PM (IST)

    PAK vs AFG World Cup 2023 live score :બાબર આઝમે ટોસ જીત્યો

    પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ નવાઝની જગ્યાએ શાદાબ ખાન રમી રહ્યો છે.

  • 23 Oct 2023 01:12 PM (IST)

    PAK vs AFG Match live score : શાહીન આફ્રિદી અફઘાનિસ્તાન સામે શાનદાર વિકેટ લેશે

    પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ હારી ગયું હોવા છતાં શાહીન શાહ આફ્રિદીએ 5 વિકેટ લીધી હતી. તેણે પાકિસ્તાનની ઇનિંગની એકમાત્ર પ્રથમ બોલિંગ પણ કરી હતી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં બાબર આઝમ પાસે તેની પાસેથી મોટી અપેક્ષાઓ હશે.

  • 23 Oct 2023 12:59 PM (IST)

    Afghanistan vs Pakistan live score : પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચમાં કેવી હશે પીચ?

    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ એ જ પીચ પર રમાશે જે વિકેટ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ હતી. તે મેચમાં સ્પિનરોનો જાદુ ચાલ્યો હતો. આ મેચમાં ભારતીય સ્પિનરોએ 6 વિકેટ ઝડપી હતી.

  • 23 Oct 2023 12:40 PM (IST)

    Afghanistan vs Pakistan ICC Match live score :મુજીબ ઉર રહેમાનને 3 વિકેટની જરુર

    મુજીબ ઉર રહેમાનને વનડેમાં 100 વિકેટ લેનાર ચોથો અફઘાન બનવા માટે 3 વિકેટની જરૂર છે.

  • 23 Oct 2023 12:34 PM (IST)

    PAK vs AFG ICC World Cup live score : પાકિસ્તાન vs અફઘાનિસ્તાન લાઈવ મેચ ક્યાં જોઈ શકશો

    પાકિસ્તાન vs અફઘાનિસ્તાન મેચ સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ભારતીય ચાહકો ડિઝની પ્લસ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર પણ આ મેચોની ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકે છે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

  • 23 Oct 2023 12:30 PM (IST)

    PAK vs AFG World Cup 2023 live score : ચેન્નાઈમાં પાકિસ્તાને 100 ટકા મેચ જીતી

    પાકિસ્તાન ચેન્નાઈમાં અત્યાર સુધીમાં બે મેચ રમ્યું છે અને બંને મેચમાં તેણે ભારત સામે રમી અને બંનેમાં જીત મેળવી હતી. છેલ્લી વખત 2012માં ચેન્નાઈમાં પાકિસ્તાને ભારતને ODIમાં હરાવ્યું હતું.

  • 23 Oct 2023 12:20 PM (IST)

    PAK vs AFG Match live score : પાકિસ્તાનનું પલડું ભારે

    અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો તાજેતરનો વનડે રેકોર્ડ સારો છે. પાકિસ્તાને છેલ્લી પાંચ વનડેમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે.

  • 23 Oct 2023 12:10 PM (IST)

    Afghanistan vs Pakistan live score :બાબરની સેના પર સતત ત્રીજી હારનો ખતરો

    વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો અફઘાનિસ્તાન સાથે થશે. બાબરની સેના પર સતત ત્રીજી હારનો ખતરો છે. પાકિસ્તાન તેની અગાઉની બંને મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત સામે હારી ગયું હતું.

  • 23 Oct 2023 12:00 PM (IST)

    PAK vs AFG live score : આજે પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે ટકરાશે

    વર્લ્ડ કપ 2023માં સોમવારે પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને તેમની અગાઉની મેચ હારી ચૂક્યા છે.

Published On - 11:59 am, Mon, 23 October 23