અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. બાંગ્લાદેશ સામે 8 રને જીત મેળવીને અફઘાન ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ જીત સાથે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા હતા. જો કે અફઘાનિસ્તાનની જીતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ અફઘાન ટીમ પર ચીટિંગનો આરોપ લગાવ્યો છે.
વાસ્તવમાં, બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન, 12મી ઓવરમાં અચાનક વરસાદ શરૂ થયો. આ દરમિયાન અફઘાનિસ્તાનના હેડ જોનાથન ટ્રોટે પોતાની ટીમના ખેલાડીઓને મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને તેણે ચાર બોલ ફેંક્યા હતા. પરંતુ તે પાંચમો બોલ ફેંકે તે પહેલા જ સ્લિપમાં ઉભેલ ગુલબદ્દીન નાયબ અચાનક નીચે પડી ગયો. તે પગ પકડીને બેસી ગયો.
ગુલબદ્દીન નાયબ પર નકલી ઈજાનો આરોપ છે. એડમ ઝમ્પાનું માનવું છે કે તેણે આ બધું મેચ રોકવા માટે કર્યું હતું. જો કે કોમેન્ટ્રી કરી રહેલા સિમોન ડોલ પણ આના પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. ગુલબદ્દીન નીચે પડતાની સાથે જ અફઘાનિસ્તાનનો ફિઝિયો મેદાન પર આવ્યો અને પછી વરસાદને કારણે મેચ બંધ થઈ ગઈ. આ સમય સુધી બાંગ્લાદેશ ડકવર્થ લુઈસ નિયમ મુજબ પાછળ હતું.
This has got to be the most funniest thing ever Gulbadin Naib just breaks down after coach tells him to slow things down pic.twitter.com/JdHm6MfwUp
— Sports Production (@SportsProd37) June 25, 2024
જોકે, વરસાદ બંધ થતા ગુલબદ્દીન નાયબ ફરીથી મેદાનમાં આવ્યો અને બોલિંગ પણ કરી. એટલું જ નહીં જ્યારે અફઘાનિસ્તાન જીત્યું ત્યારે તે મેદાન પર સૌથી ઝડપી દોડી રહ્યો હતો. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને સમર્થકો આ અંગે નારાજ છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ગુલબદ્દીન નાયબ મેદાન પર આ બધું કરી રહ્યો હતો ત્યારે કેપ્ટન રાશિદ ખાન પણ તેની સાથે નારાજ દેખાયા હતા. જોકે, બાદમાં તે કહેતો જોવા મળ્યો હતો કે ગુલબદ્દીન નાયબના કારણે મેચમાં કોઈ અસર થઈ નથી. પરંતુ જો ગુલબદીને ખોટી રીતે ઈજા અંગે નાટક કર્યા હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થતા જ ડેવિડ વોર્નરની કારકિર્દી પર લાગ્યો પૂર્ણવિરામ !
Published On - 5:54 pm, Tue, 25 June 24