UAE માં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અબુ ધાબીમાં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન (New Zealand vs Aghanistan) વચ્ચે ગ્રુપ-2 ની રવિવાર 7 નવેમ્બરે મેચ રમાઇ હતી. તેના કેટલાક કલાકો પહેલા શેખ ઝાયેદ સ્ટેડિયમના મુખ્ય ક્યુરેટર મોહન સિંહનુ અવસાન થયું. અબુ ધાબી ક્રિકેટ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, મોહન સિંહ (Mohan Singh) મેચની શરૂઆતના થોડા કલાકો પહેલા તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મેચ પહેલા બનેલી આ દુર્ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જો કે, મેચ ચાલુ રાખવામાં આવી હતી, જેમાં ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. મોહન સિંહના મૃત્યુના કારણ અંગે UAE ક્રિકેટ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા.
માહિતી અનુસાર, ઉત્તરાખંડના રહેવાસી મોહન સિંહ છેલ્લા 15 વર્ષથી અબુ ધાબી ક્રિકેટનો હિસ્સો હતા. તેઓ શેખ જાયદ સ્ટેડિયમમાં ક્યુરેટરની ભૂમિકામાં હતા. મીડિયા રિપોર્ટનુસાર યુએઈ ક્રિકેટના સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે 45 વર્ષીય મોહન સિંહ ડિપ્રેશનથી પીડિત હતા અને તેમણે ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન મેચ પહેલા પિચનો સ્ટોક લીધો હતો. તે પછી તે તેમના રૂમમાં પાછા ફર્યા હતા, જ્યાં તે બાદમાં ગળે ફાંસો ખાઇને લટકતી સ્થિતીમાં જોવા મળ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્રી છે જે ટૂંક સમયમાં અબુ ધાબી પહોંચશે.
મોહન સિંહના મૃત્યુ અંગે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સ્થાનિક ક્રિકેટ બોર્ડે તેના વિશે કઈ રીતે કોઈ માહિતી આપી નથી. જોકે, અબુ ધાબી ક્રિકેટ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અબુ ધાબી ક્રિકેટે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે ચીફ ક્યુરેટર મોહન સિંહનું આજે નિધન થયું છે. મોહન 15 વર્ષ સુધી અબુ ધાબી ક્રિકેટ સાથે હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સ્થળની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મોહનના પરિવાર અને અમારા ગ્રાઉન્ડ સ્ટાફની સંમતિથી, અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડની ICC T20 વર્લ્ડ કપ સુપર 12 મેચ રવિવારે અહીં શેડ્યૂલ મુજબ યોજાઈ હતી.
It is with great sadness that Abu Dhabi Cricket announces that Head Curator, Mohan Singh, has passed away today.
Mohan has been with Abu Dhabi Cricket for 15 years and has played a pivotal role in all of the venue’s success during that time.
(1/3) pic.twitter.com/9iklb9hkB5
— Abu Dhabi Cricket (@AbuDhabiCricket) November 7, 2021
આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે વધુ માહિતી આપવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટની માહિતી મુજબ જ્યારે મોહન સમયસર મેદાન પર ન પહોંચ્યા ત્યારે ટીમના ખેલાડીઓ તેમના રૂમમાં ગયા, જ્યાં આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહન સિંહે આજે સવારે મેદાન અને પીચનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અમને વ્યવસ્થા વિશે વાત કરી અને પાછા ગયા. જ્યારે તે સમયસર મેદાન પર ન પહોંચ્યા. ત્યારે લોકો તેમના રૂમમાં ગયા અને તેમને છત સાથે લટકતા જોયા હતા. તેમના મૃત્યુનું કારણ આત્મહત્યા હોઈ શકે છે.
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે મોહન સિંહ લગભગ ચાર મહિનાથી ખૂબ જ ડિપ્રેશનમાં હતા. પરંતુ આવું કેમ થયું તેનું કારણ કોઈને ખબર નથી અને ન તો કોઈને ખબર છે કે તેઓ કોઈ મેડિકલ કન્સલ્ટેશન લઈ રહ્યા હતા કે નહીં.
મોહન સિંહે ભારતમાં રહીને BCCI હેઠળ પોતાનું કામ શરૂ કર્યું અને બોર્ડના અનુભવી ક્યુરેટર દલજીત સિંહના માર્ગદર્શન હેઠળ તેમના કામની બારીકાઇ શીખી. 2000 ના દાયકાની શરૂઆતમાં UAE જતા પહેલા મોહને મોહાલીમાં દલજીત સિંહની દેખરેખ હેઠળ કામ કર્યું હતું.