ટીમ ઈન્ડિયાના ખેલાડીએ IPL પર વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- 2014 થી 9 વખત હરાજીમાં નામ મોકલ્યુ, કોઈએ લીધો નહીં

|

Jan 29, 2022 | 11:18 PM

આ ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો હિસ્સો રહી ચુક્યો છે અને તે ઘણી સંભાવનાઓથી ભરેલો છે. તે સ્થાનિક ક્રિકેટમાં પણ સતત રન બનાવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીએ IPL પર વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- 2014 થી 9 વખત હરાજીમાં નામ મોકલ્યુ, કોઈએ લીધો નહીં
Abhimanyu Eashwaran ઘરેલુ ક્રિકેટ બંગાળ તરફ થી રમે છે.

Follow us on

અભિમન્યુ ઇશ્વરન (Abhimanyu Easwaran) ને તાજેતરના ભૂતકાળમાં ભારતીય ટેસ્ટ ટીમ (Abhimanyu Easwaran) માં પસંદ કરવામાં આવ્યો છે. જોકે, તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા અભિમન્યુ ઇશ્વરને 2021માં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ત્યારબાદ તે વર્ષના અંતમાં ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો પણ ભાગ હતો. સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરનાર આ ખેલાડીએ હવે IPL (IPL 2022) માં રમવાની સંભાવના અને હરાજી દરમિયાન કોઈ ટીમે રસ ન દાખવવાના મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ વાતચીતમાં અભિમન્યુ ઇશ્વરને IPLમાં રમવા વિશે કહ્યું, ‘2014 થી હું IPL ઓક્શન માટે મારું નામ મોકલી રહ્યો છું પરંતુ ક્યારેય કોઈએ બોલી નથી લગાવી. આ વર્ષે મારો નવમો પ્રયાસ છે. શા માટે હું વારંવાર મારું નામ હરાજી માટે મોકલું છું? કારણ કે મને વિશ્વાસ છે કે હું ટી20 ખેલાડી તરીકે પૂરતો સારો છું અને મારા આંકડા તેને સમર્થન આપે છે. જો હું ફરીથી વેચાયો નહીં રહીશ, તો તે મારા પર નિર્ભર છે કે હું મારી જાત પર વિશ્વાસ કરું પરંતુ તેના માટે સ્થાનિક ક્રિકેટની જરૂર પડશે.

ડોમેસ્ટિક ક્રિકેટ પર ઇશ્વરને કહ્યું

છેલ્લા બે વર્ષમાં ભારતીય સ્થાનિક ક્રિકેટ પર કોરોનાની ખરાબ અસર પડી છે. ગયા વર્ષે રણજી ટ્રોફી યોજાઈ શકી ન હતી. આ વર્ષે પણ તેની શરૂઆત ફેબ્રુઆરીથી થશે. આ અંગે ઈશ્વરને કહ્યું કે કોરોના મહામારીને કારણે બધું બદલાઈ ગયું. તે 26 વર્ષનો છે અને ઘરેલુ ક્રિકેટની ગેરહાજરીને કારણે ભવિષ્ય અસ્પષ્ટ હતું. દેશના અનેક સેંકડો ખેલાડીઓની આવી હાલત હતી.

ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

ટીમ ઈન્ડિયામાં જોડાવાનો અનુભવ બતાવ્યો

છેલ્લી બે રણજી સિઝનમાં અભિમન્યુ ઇશ્વરનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આ 16 મેચોમાં તેણે 46.62ની એવરેજથી 1119 રન બનાવ્યા છે. આ પ્રદર્શનના આધારે તેને ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં પસંદગી અંગે તેણે કહ્યું, ‘ગયા વર્ષે 30 મેના રોજ મને ભારતીય ટેસ્ટ ટીમની જર્સી મળી હતી, જ્યારે હું મુંબઈમાં ક્વોરેન્ટાઈનમાં હતો. મેં તે જર્સી લંચ સમયે પહેરી હતી અને ડિનર સમયે ઉતારી હતી. હું ભારત માટે રમવાની રેસમાં હોવાનો અનુભવ કરવા માંગતો હતો.

 

આ પણ વાંચોઃ ICC Under-19 World Cup: ભારતીય બોલરોએ ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને 111 રનમાં આઉટ કરી દીધુ, રવિ કુમારની 3 વિકેટ

આ પણ વાંચોઃ IND vs WI: ઋષભ પંત ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બની શકે છે, વેસ્ટ ઇન્ડિઝ સિરીઝમાં થઇ શકે છે મોટો નિર્ણય!

 

 

Published On - 11:16 pm, Sat, 29 January 22

Next Article