મોદી સ્ટેડિયમમાં હંગામો, મહિલાએ પોલીસકર્મીને 3 વાર માર્યો ધક્કો, Video વાયરલ

IPL ફાઈનલ દરમિયાન એક મહિલાએ પોલીસકર્મીને ઘણી વખત ધક્કો માર્યો હતો. આ પહેલા મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મોદી સ્ટેડિયમમાં હંગામો, મહિલાએ પોલીસકર્મીને 3 વાર માર્યો ધક્કો, Video વાયરલ
woman pushed a policeman during IPL final
Image Credit source: google
| Edited By: | Updated on: May 29, 2023 | 4:34 PM

Ahmedabad: IPL 2023ની ફાઈનલ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આગલા દિવસે રમાઇ શકી ન હતી. વરસાદના કારણે ટોસ થઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં કોણ બનશે આ સિઝનનો ચેમ્પિયન ? તેનો નિર્ણય રિઝર્વ ડે એટલે કે આજે સોમવારે લેવામાં આવશે. જો કે ગઈકાલે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની ટાઈટલ ટક્કર જોવા માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ખીચોખીચ ભરાઈ ગયું હતું. ચાહકો વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે હંગામો મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્ટેડિયમમાં બેઠેલી એક મહિલા, પોલીસકર્મીને ધક્કો મારતી જોવા મળી રહી છે. મહિલા ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી. વીડિયોમાં તે પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી, ત્યારબાદ તેણે પોલીસકર્મીને ધક્કો મારીને આગળની સીટ પર ધકેલી દીધો હતો. મહિલાએ પોલીસકર્મીને બે વાર ધક્કો માર્યો અને જ્યારે પોલીસકર્મી ઊભો થઈને જવા લાગ્યો ત્યારે તેણે ફરીથી ધક્કો માર્યો હતો.

આ પણ વાંચો:શું IPLમાંથી MS ધોનીની વિદાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવી જ હશે? ફેન્સના મનમાં ઉઠયા સવાલ

પોલીસકર્મી અને મહિલા વચ્ચે કયા મુદ્દે બોલાચાલી થઈ તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ વાયરલ વીડિયોમાં મહિલાની આસપાસ ઉભેલા દર્શકો પોલીસકર્મીને ત્યાંથી જવાનું કહેતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનું કહેવું છે કે વાયરલ વીડિયો સંપૂર્ણ નથી.

યુઝર્સનું કહેવું છે કે મહિલાએ પહેલા પણ તેના મોઢા પર 4-5 વાર થપ્પડ મારી હતી. બંને વચ્ચે વાત બગડી હતી. આ પછી મહિલાએ પોલીસકર્મીને ધક્કો માર્યો અને બૂમો પાડવા લાગી હતી.

શું પોલીસકર્મી નશામાં હતો?

પોલીસકર્મીએ પડ્યા પછી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે પોલીસકર્મી નશામાં હતો અને તેથી જ આસપાસ ઉભેલા લોકો પણ મહિલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા ન હતા. મેચની વાત કરીએ તો ગઇકાલે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેલાડીઓ મેદાનમાં પણ ઉતરી શક્યા ન હતા. જેના કારણે હવે ફાઈનલ રિઝર્વ ડે પર રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:17 pm, Mon, 29 May 23