ભારતીય ક્રિકેટના નવા યુગનો આજથી પ્રારંભ, જાણો WPL 2023 અંગેની તમામ માહિતી વિગતવાર

|

Mar 04, 2023 | 9:15 AM

આ ટી-20 લીગમાં કુલ 20 લીગ મેચ, 1 એલિમિનેટર મેચ અને ફાઈનલ મેચ મળીને કુલ 22 મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 2 દિવસ ડબલ હેડર એટલે કે એક જ દિવસમાં 2 મેચ રમાશે. આ લીગની ફાઈનલ મેચ 26 માર્ચના રોજ બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ક્રિકેટના નવા યુગનો આજથી પ્રારંભ, જાણો WPL 2023 અંગેની તમામ માહિતી વિગતવાર
All information about WPL 2023 in detail

Follow us on

આજથી ભારતીય ક્રિકેટના નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની શરુઆત થવા જઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓમાં આ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની ધમાકેદાર શરુઆત થવા જઈ રહી છે. આ ટી-20 લીગમાં કુલ 20 લીગ મેચ, 1 એલિમિનેટર મેચ અને ફાઈનલ મેચ મળીને કુલ 22 મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 2 દિવસ ડબલ હેડર એટલે કે એક જ દિવસમાં 2 મેચ રમાશે. આ લીગની ફાઈનલ મેચ 26 માર્ચના રોજ બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 અને સાંજે 7.30 કલાકે લીગની મેચ રમાશે. મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે. દરેક ટીમ અન્ય 4 ટીમો સામે 2-2 મેચ રમશે એટલે કે દરેક ટીમ 8-8 મેચ રમશે. લીગમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં જશે, જ્યારે પોઈન્ટ ટેબલમાં બીજી અને ત્રીજી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. તેમાં જીતનાર ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જણાવી દઈએ આ 5 ટીમોએ 87 ખેલાડીઓને ખરીદવા માટે 59.5 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાંથી સ્મૃતિ મંઘાના(3.4 કરોડ) સૌથી મોંઘી ભારતીય ખેલાડી અને એશલીગ ગાર્ડરન (3.2 કરોડ) સૌથી મોંઘી વિદેશી ખેલાડી બની હતી.

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

ઓપનિંગ સેરેમનીમાં દેખાશે આ સ્ટાર્સ

વુમેન્સ પ્રીમિયર લીગ આજે 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યાથી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં કિયારા અડવાણી અને કૃતિ સેનન પરફોર્મ કરશે. આ બંનેની સાથે જ પોપ્યુલર સિંગર એપી ઢિલ્લોન પણ પરફોર્મ કરવાનો છે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.આજે વધુ એક એન્થમ સોન્ગ રિલીઝ કરવામાં આવશે.

Next Article