ધોનીનો સાથી ખેલાડી બસ ડ્રાઈવરની કરી રહ્યો છે નોકરી, IPL-વર્લ્ડ કપમાં રમ્યો હતો મેચ

|

Jun 22, 2023 | 11:41 PM

IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં રમી ચૂકેલો શ્રીલંકાનો પૂર્વ સ્પિન બોલર સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર તરીકેની નોકરી કરી રહ્યો છે.

ધોનીનો સાથી ખેલાડી બસ ડ્રાઈવરની કરી રહ્યો છે નોકરી, IPL-વર્લ્ડ કપમાં રમ્યો હતો મેચ
Suraj Randiv

Follow us on

ક્રિકેટમાં કોઈ પણ વસ્તુ હંમેશા ફિક્સ નથી હોતું, પછી તે રેકોર્ડ હોય કે પછી ફેમ, જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં શ્રીલંકાનો એક ખેલાડી બસ ડ્રાઈવર તરીકે નોકરી કરવા માટે મજબૂત બન્યો છે.

2011 વર્લ્ડ કપમાં શ્રીલંકાન ટીમના સભ્ય અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં ધોનીના સાથી ક્રિકેટર સૂરજ રણદીવની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. શ્રીલંકાનો ભૂતપૂર્વ સ્પિન બોલર સૂરજ રણદીવ હાલ ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે. રણદિવ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

સૂરજ રણદીવ બસ ડ્રાઇવર બન્યો

એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરમાં એક વ્યક્તિ બસ ચલાવી રહ્યો છે. આ ફોટોમાં દેખાતો વ્યક્તિ સૂરજ રણદીવ હોવાનો દાવો કરવાં આવ્યો છે. સૂરજ રણદીવ એક સમયે શ્રીલંકન ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. આજે સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં એક બસ ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યો છે.

2011 ODI વર્લ્ડ કપમાં રમ્યો હતો

સૂરજ રણદીવની ક્રિકેટરથી ડ્રાઈવર સુધીની સફર ચોંકાવનારી છે. સૂરજ ODI વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનો ભાગ હતો. સૂરજ શ્રીલંકા તરફથી ત્રણેય ફોર્મેટમાં રમ્યો હતો. વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર સૂરજે શ્રીલંકા માટે 12 ટેસ્ટ, 31 વનડે અને 7 T20 મેચ રમી છે. સૂરજના નામે ટેસ્ટમાં 43, વનડેમાં 36 અનેT20માં 7 વિકેટ છે.

IPLમાં 6 વિકેટ લીધી હતી

સૂરજ રણદીવે વર્ષ 2011માં IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. સૂરજને IPLમાં કુલ 8 મેચ રમવાની તક મળી જેમાં તેણે 6 વિકેટ પણ લીધી હતી. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ સૂરજ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો હતો અને અહીં તે બસ ડ્રાઇવરની નોકરી કરી રહ્યો છે.


આ પણ વાંચોઃ BCCI Selection Committee : શું તમારે બનવું છે BCCIના સિલેક્ટર, જાણો શું છે ક્વોલિફિકેશન?

2020માં ઓસ્ટ્રેલિયાની ટીમનો નેટ બોલર હતો

ભારતીય ટીમ વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમે ટીમ ઈન્ડિયાના સ્પિન બોલરોનો સામનો કરવા માટે સૂરજ રણદીવને પ્રેક્ટિસમાં નેટ બોલર તરીકે સામેલ કર્યો હતો. સૂરજ સિવાય ઝિમ્બાબ્વેનો વેડિંગ્ટન માવેન્ગા અને શ્રીલંકાનો ચિંતકા જયસિંઘે પણ હાલના સમયે બસ ડ્રાઇવરની નોકરી કરી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article