Viral: LIVE મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો કાળો સાપ, જુઓ Video

લંકા પ્રીમિયર લીગમાં ગાલે અને દામ્બુલા વચ્ચે ચાલી રહેલી મેચ દરમિયાન એક કાળો સાપ મેદાનમાં પ્રવેશ્યો હતો. જે બાદ મેચ રોકવામાં આવી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Viral: LIVE મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો કાળો સાપ, જુઓ Video
A black snake
| Edited By: | Updated on: Jul 31, 2023 | 7:31 PM

ક્રિકેટની મેચમાં અનેકવાર વરસાદને કારણે Live મેચ રોકવી પડતી હોય છે. તો ક્યારેક તોફાનના કારણે તો ક્યારેક કૂતરાઓ મેદાનમાં ઘૂસી જવાને કારણે રમત અટકાવવી પડતી હોય છે. પરંતુ લંકા પ્રીમિયર લીગ (Lanka Premier League) માં એવા કારણસર મેચ રોકવી પડી કે બધાના હોશ ઉડી ગયા હતા. લંકા પ્રીમિયર લીગ 2023ની બીજી મેચમાં ગાલે ટાઇટન્સ અને દામ્બુલા ઓરા વચ્ચે મેચ થઈ હતી અને તેને રોકવી પડી હતી કારણ કે એક કાળો સાપ (Snake) મેદાનમાં ઘૂસી ગયો હતો.

કાળો સાપ મેદાનમાં ઘુસી ગયો

જ્યારે આ કાળો સાપ પ્રવેશ્યો ત્યારે દાંબુલાની ટીમ બેટિંગ કરી રહી હતી. ધનંજય ડી’સિલ્વા અને કુસલ પરેરા ક્રિઝ પર હાજર હતા. ત્યારબાદ અચાનક ચોથી ઓવરના અંતે રમત બંધ થઈ ગઈ. કારણ કે કાળો સાપ મેદાનમાં ઘુસી ગયો હતો. જ્યારે કૂતરો મેદાનમાં પ્રવેશે છે, ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફ તેને ભગાડવા માટે આવે છે, પરંતુ કોઈના માટે સાપને ભગાડવો એટલો સરળ ન હતો. સદનસીબે સાપ સીમાની બહાર ગયો અને પછી કોઈક રીતે રમત શરૂ થઈ હતી.

દિનેશ કાર્તિકે ઉડાવી મજાક

તમને જણાવી દઈએ કે લંકા પ્રીમિયર લીગ મેચ દરમિયાન સાપની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડી દિનેશ કાર્તિકે પણ તેની મજા માણી હતી. કાર્તિકે કહ્યું કે તેને લાગ્યું કે નાગીનની એન્ટ્રી બાંગ્લાદેશમાં થઈ છે. તે જ સમયે, સ્કોટ સ્ટાઈરિસે પણ ટ્વિટ કર્યું અને લખ્યું કે હવે તેણે ક્રિકેટના મેદાન પર હવે બધું જ જોઈ લીધું છે.

આ પણ વાંચો : કપિલ દેવે વિરાટ કોહલી અને ગંભીર પર સાધ્યું નિશાન, જાણો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને શું કહ્યું?

સ્ટેડિયમમાં અગાઉ પણ સાપની એન્ટ્રી થઈ ચૂકી છે

તમને જણાવી દઈએ કે શ્રીલંકાના આ સ્ટેડિયમ પહેલા ભારતમાં પણ આવો જ એક સાપ મેદાનમાં ઘુસ્યો છે. ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં ભારત-દક્ષિણ આફ્રિકા મેચ દરમિયાન એક સાપ ઘુસી ગયો હતો, જેના કારણે મેચ રોકવી પડી હતી. હવે સાપના પ્રવેશને રોકવા માટે મેદાનમાં વિશેષ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:30 pm, Mon, 31 July 23