ભારતીય ક્રિકેટ ટીમ (Team India) રવિવારે ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમ ભારત સામે ટકરાશે. પરંતુ આ મેચ પહેલા ભારતને એક ઝટકો લાગ્યો છે. આ મેચમાં શુભમન ગિલ (Shubman Gill) રમશે તે નિશ્ચિત નથી.
એક અહેવાલ મુજબ, શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મેચના દિવસ સુધી તેના માટે સ્વસ્થ થવું મુશ્કેલ છે. શુભમન ગિલે ગુરુવારે ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલની કાળજી લઈ રહ્યું છે અને પ્રથમ મેચમાં તેના રમવા અંગેનો નિર્ણય શુક્રવારે યોજાનારી બીજી વાર ડેન્ગ્યુ ટેસ્ટ પછીજ લેવામાં આવશે.
Gill has had high fever since landing in Chennai. [PTI]
– He will have tests on Friday as well & then a call will be taken for playing vs Australia. pic.twitter.com/SJ4JzOBIfk
— Johns. (@CricCrazyJohns) October 6, 2023
જો શુભમન ગિલ આ મેચમાં નહીં રમે તો ભારત સામે રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર પસંદ કરવાનો પડકાર રહેશે. તેનો પ્રબળ દાવેદાર ફરી ઈશાન કિશન છે. ટીમ ઓપનિંગમાં કેએલ રાહુલને પણ અજમાવી શકે છે.તે ઓપનર છે પરંતુ વનડેમાં તે ટીમની જરૂરિયાત મુજબ મિડલ ઓર્ડરમાં રમે છે. કોઈ પણ સંજોગોમાં, ગિલની ગેરહાજરી ભારત માટે ટેન્શન સાબિત થશે કારણ કે તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. ગીલે તાજેતરમાં 24 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં સદી ફટકારી હતી. તેણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 74 રનની ઈનિંગ રમી હતી.
આ પણ વાંચો : Asian Games 2023 : ચેન્નાઈ પહેલા ચીનમાં ટીમ ઈન્ડિયા બતાવશે તાકાત, સેમીફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે
ભારતે તેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમવાની છે જ્યાં પિચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પાસે એડમ ઝમ્પા જેવો સ્પિનર છે જે ભારતને મુશ્કેલીમાં મુકવાની શક્તિ ધરાવે છે. શુભમન ગિલ એ ભારતીય બેટ્સમેનોમાંનો એક છે જે સ્પિનરોને સારી રીતે રમે છે અને તેથી જ તેનું ચેન્નાઈમાં રમવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ મહત્વનું છે, જો તે નહીં રમે તો ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.